ગમતા - ગીતો: કુમુદબેન ઝવેરી

હાલરડાં (૧) વ્હાલુંડા વીરનુ હાલરડું વ્હાલું હૈયાના હીરનુ હાલરડું વ્હાલું ઉંઘીજા જટ પોઢીજા પટ તને દેખાડું સોણલું રૂપાળું હો વીરનું હાલરડું વ્હાલું ઉંઘીજા જટ પોઢીજા પટ તારૂં પારણિયુ સાફ ને સુંવાળું હો વીરનું હાલરડું વ્હાલું કાન કુંવર નું હાલરડું વ્હાલું મીઠાં મોહનનુ હાલરડું વ્હાલું ◦ ઝવેરચંદ મેઘાણી
વીર સુઇ જા તું સુઇ જા રે વ્હાલુંડા વીર સુઇ જા તું સુઇ જા રે હૈયાના હીર સુઇ જા તું સુઇ જારે કોડીલા કુંવર સુઇ જા તું રોઇશ તો તારા માતાજી મુન્ઝાશે તું સુઇ જારે લાડકડા વીરા સુઇ જા તું રોઇશ તો તારા દાદાજી દુભાશે તું સુઇ જારે હૈયાના હીર સુઇ જા તું રોઇશ તો તારા કાકાજી કચવાશે તું સુઇ જારે કોડીલા કુંવર સુઇ જા તું રોઇશ તો તારા ફૈબા ફાળે જાશે તું સુઇ જારે વ્હાલુંડા વીર સુઇ જા તને રામજી રમાડે તને લક્ષ્મણજી લડાવે તને સીતાજી સુવરાવે તને જશોદાજી ઝુલાવે તું સુઇ જારે વ્હાલુંડા વીર સુઇ જા
નીંદર ભરી નીંદર ભરી રે ગુલાલે ભરી બેનીબાની આંખડી નીંદર ભરી નીંદર ને દેશ બેની નત્ય નત્ય જાતા અંકાશી હિચકાની હોડી કરી. ….બેનબાની આંખડી ૦ દોરી તાણીને વીર મારે હલેસાં હાલા વાયાને હોડી વેગે ચડી….બેનીબાની નીંદર બેઠી છે નીલ સમદરના બેટમા કેસરિયા દૂધનાં કટોરા ભરી…. બેનીબાની નીંદરનો બાગ કાંઇ લૂમ્બેને ઝૂમ્બે કળિઓ નીતારીને કચોળી ભરી…. બેનીબાની સીચ્યા છે તેલ મારી બેનીને માથડે નાવણ કરાવે ચાર દરિયા પરી…. બેનીબાની છીપોની મેલડીને જોડ્યાં જળ ઘોડલાં બેસીને બેન જાય મુસાફરી બેનીબાની સાતે સિન્ધુને તીર સફરો રે કીધી સુરજ ઊગ્યો ને બેન આવ્યા ફરી…. બેનીબાની. ઝવેરચંદ મેઘાણી
ઘડીક બેની જંપ્યાતા ઘડીક બેની જંપ્યાતા રોણા એનાં થંભ્યાતા, પોઢાડી ને માતા પાણી પરવર્યા , માંડી પાછા આવેછે, ઘરનાં દ્વાર ઉઘાડે છે ઘર વચ્ચે બેનડબા દોટો દઈ વળ્યાં ક્યાં ગઇ તારી નીંદરડી છોડી છો કે ઉંદરડી પાંપણને કેમ પળનો પોરો ના મળ્યો. કોણ મળ્યાતા લૂંટારા કોણ મળ્યાતા ધૂતારા કોણ અદેખા સપના તારાં હરી ગયાં ચાંદો સૂરજ લૂંટારા વનનાં પંખી ધૂતારા ઝાડ અદેખા સપના મારા હરી ગયાં ઘડીક બેની જંપ્યાતા રોણા એનાં થંભ્યાતા પોઢાડી ને માતા પાણી પરવર્યા.઼.. ઝવેરચંદ મેઘાણી
ભીમસેન જો તું બા કુંતાજી બન તો પાંચ પાંડવો થઇએ અમે; નહિ યુધિષ્ઠિર, નહિ અર્જુન પણ ભીમ થવાનું મુજને ગમે ! ગદા લઈને ફરવા નીકળું હાહાકાર મચાવું હું! કૌરવ દળને હંફાવીને પંખી જેમ નચાડું હું! દુર્યોધન જો સામો આવે પટકી પાડું હું પળમાં; કોઈ ન બા હું દેખો એવો વધી જાય મુજથી બળમાં દુર્યોધન બા કપટ કરી છો વિષ ના લાડુ ખવડાવે; બંદો એથી ડરે ન એવો પાતાળ થી પાછો આવે મેં તો તુજને કહ્યું ન’તુ બા દુર્યોધન પાકો શત્રુ લાખા મહેલ જવાનું કહે છે એમાં એનું કાવત્રુ પણ તું તો બા ભોળી એવી કે ના મારું કંઇ માન્યું કહેવડાવ્યું વિદુરજીએ ત્યારે તે સાચું જાણ્યું હવે રખે બા દુર્યોધનથી ગુપ્ત પડે રહેવું વનવાસ ડરીશ ના બા એથી જરીયે ભીમસેન હું તારી પાસ હેડંબાનો ગર્વ ઉતારું બકરાક્ષકને રોળુ હું દ્રુપદના દરવાજે જાશું બ્રાહ્મણ વેશે આપણે સહું મચ્છવેધ કરશે અર્જુનને પૂરો થશે સ્વયંવર પર્વ દુર્યોધનને કર્ણ બિચારા અભકી જાશે કૌરવ સર્વ મળી આજ બા સારી ભીક્ષા બોલીશ ત્યાં તો તું મલકૈશ પણ આવીને બહાર નીકળતાં શું તું અમને ઠપકો દૈશ તને ગતાગમ કશી ભીમ ના બાફી મારે તું સઘળે સખણો તું નવ ક્યાંએ રહેતો શહેરમાં કે વનવગડે બની જઇશ બસ ડાહ્યો ડમરો ત્યારે બા તું સાચે સાચ જો તું બા કુન્તાજી બન તો અમે થઇશું પાંડવ પાંચ કવિ સોમાભાઈ ભાવસાર
કોણ કહે કજીયાળો મુજને કોણ કહે કજીયાળો મુજને કોણ કહે કજીયાળો એવું કહી શીદ બાળો મુજને કોણ કહે કજીયાળો મન મારું આકાશે તરતું વાદળીઓની સાથે ફરતું બા કેશે કે લેસન કર તું ઠપકો દેતી ઠાલો રે….કોણ૦ એરોપ્લનને ઉડતું દેખું જાણે જઇ ગગનમાં ઠેકુ બાપુ ત્યાં ગોખાવે લેખું મરજો લેખાવાળો રે…..કોણ૦ ઘૂંટુ જ્યાં પાટી પર મીંડા સાંભરતા ત્યાં રુપાળા ઇંડા શોધું છું ક્યાં ક્યાં પંખીડા બાંધે બેઠાં માળો રે……કોણ૦ ઊંડા ઊંડા દરિયા ઉપર શી રીતે દોડે છે સ્ટિમર પૂછું રે કોઈ આપો ઉત્તર મારી શંકા ટાળો રે…..કોણ૦ પૂછું તો બા શીદ ખિજાતા? કેમ નથી કંઇ ગીતો ગાતા મુંગા મુંગા પોઢી જાતાં કેમ જશે શિયાળો રે…..કોણ૦ આવી દૂધલિયાળી રાતો કહો બા તારાઓની વાતો શી રીતે આ આભ સુહાતો ઝગમગ ભાત્યોવાળો રે……કોણ ૦ મારા મનના કૈંક વિચારો કોને જઇ હું કહું બિચારો ડગલે ડગલે મળતો ડારો કોઇ ન કાં પંપાળો રે…..કોણ૦ ખિજાયા વિણ ખોળે લઇને સમજાવો આલિંગન દઇને બેસીશ ડાહ્યો ડમરો થઈને હું તો સાવ સુંવાળો રે….કોણ૦ પણ જો તરછોડ્યા કરશો તો મોઢું મચકોડ્યા કરશો તો મનડું સંકોડ્યા કરશો તો વધશે મુજ ગોટાળો રે…. કોણ ૦ કોણ કહે કજીયાળો મુજને કોણ કહે કજીયાળો…… ઝવેરચંદ મેઘાણી
હુ લુ લું લું હાત ગલુ ભાગી જાજે મારાં ભાઇનાં દુઃખ ને દરદ ભાઇ મારો ડાહ્યો ભાઇ પાટલે બેસી ન્હાયો પાટલો ગયો ખસી ભાઇ ઉઠ્યો હસી ભાઇ મારો રાંક નું રતન ઝાઝાં કરજો જતન ભાઇને દેશો નાં કોઇ ગાળ ભાઇ રિસાઈ જશે મોસાળ મોસાળ મામી ડાહી વાટકા ભરી દૂધ પાય ભાઇ ભાઇ હું તો કરતી હતી ભાઇ વિના હું ભૂલી ભમતી હ’તી હાલ્ય વ્હાલાને હેવૈયા ભાઇને ભાવે લાડુ સેવૈયા સેવ પડી છે શેરીમાં ભાઇ રમે છે શંકરબાપાની દેરીમાં.દેરીએ દેરીએ દિવા કરું ભાઇ ઘેર આવે વિવાહ કરું ઓળો ળોળોળોળોહાલ્ય હાલ વ્હાલ ને હલકી ભાઇને જોવા વવરાવો આંગણામાં ગલકી ગલકીના ફૂલ રાતાં ભાઇનાં મોસાળીયા છે મધમાતા લોક હાલરડું ઝવેરચંદ મેઘાણી
બાળ ગીત (૧) નાનકડી બેન મારી નાનકડી બેન મીઠું મીઠું બોલતી એ નાનકડી બેન હો….ઘુઘરો ઘુમાવતી આવે હા હા હા હો…પા પા પગલી ચાલે હા હા હા નાનકડા વાળ એની ચોટી ગુથાવે હો…. ફૂલડાં વીણવા ચાલી હા હા હા નાનકડા વાળ એમાં વેણી ગુંથાવે નાનકડી બેન મારી નાનકડી બેન
દેશ ભક્તિ - મારી જન્મભોમ(1) મારી જન્મભોમ (૩) હે….ભારતમાતા વંદન તુજને હજાર હજાર હજાર હજાર વંદન તુજને હજાર સપ્ત સિંધુ તવ કંઠ બિરાજે ઉર પર યમુના ગંગા રગ રગ રાજે સુંદર સરિતા વન ઉપવન ઉછરંગા…(૨)…મારી જન્મભોમ ત્રીસ કોટી પય પાન કરે તોયે વહે અવિરત ધારા કોણ માવડી તારી છાતીનાં ઝરણાં સુકાવનારા…(૨).. મારી જન્મભોમ મસ્ત મલય ચંદન રજ સાથે સમિરણ આંગણ નાચે વિંધ્ય હિમાચલ નીર ગજાવે દિશ દિશ રમતો રાજે…(૨).. મારી જન્મભોમ અજ્ઞાત
કહની હૈ એક બાત (૨.) …કહની હૈ એક બાત બિગુલ બજ રહા આઝાદીકા ગગન ગૂંજતા નારોસે મિલા રહી હૈ આજ હિન્દકી મીટ્ટી નઝર સિતારોસે એક બાત કહાની હૈ લેકિન આજ દેશકે પ્યારોસે જનતાકે નેતાઓસે ફોજોકી ખડી કતારોસે કહનીહૈ એક બાત હમેં ઇસ દેશ કે પહેરેદારોસે સંભલકે રહના અપને ઘરમે છીપે હુએ ગધ્ધારોસે ઝાંખ રહે હૈં અપને દુશ્મન અપનીહી દિવારોસે સંભલકે રહના અપને દુશ્મન અપનીહી દિવારોસે ઓ ભારતમાતા કે બેટો સુનો સમયકી બોલીકો ફૈલાતી હૈં ફુટ યહાં પર દૂર કરો ઇસ ટોલીકો કભી ન બઢને દેના તુમ ઉસ ભેદભાવ કી હોલી કો જો બાપુ કો ચીર ગઇથી યાદ કરો ઇસ ગોલી કો જલજાતી હૈં સારી બસ્તિ મુઠ્ઠી ભર અંગારો સે….સંભલકે ૦ જાગો તુમકો લાખોકી તકદીર કી રક્ષા કરની હૈ જાગો તુમકો બાપુકી જાગીર કી રક્ષા કરની હૈ અભી અભી જો બનીહે ઉસ તસવીરકી રક્ષા કરની હૈં હોંશીયાર હોંશીયાર તુમકો અપને કશ્મીર કી રક્ષા કરની હૈ આતીહૈ આવાઝ યહાં મંદિર મસ્જિદ ગુરુદ્વારોસે…. સંભલકે ૦ અજ્ઞાત
કોઇ હવે ના રોકો (૩) કોઇ હવે ના રોકો અમને કોઈ હવે ના રોકો સમરાંગણમાં ધસતા ધસતા….હા…. રણમાં લડતાં હસતાં હસતાં…..હા… કોઇ હવે ના રોકો…… ઉત્તરમાં સરહદ સળગી છે હીમ મહીં જ્વાળા સળગી છે જીવ સટોસટ જંગ ખેલતાં કેસરીયો ત્યાં રંગ રેલતા…..કોઇ હવે ના ૦ મુક્તિના રક્ષણને માટે….હા…. ઝઝૂમીશુ સૌ શિરને સાટે ….હા…. ખમીર ખૂમારી સાથે ધસતા શહિદ રુધિર નથી કાંઇ સસ્તા.. કોઇ હવે ના ૦ કોઇ હવે ના રોકો અમને કોઈ હવે ના રોકો અજ્ઞાત
હમ હિન્દકે સૈનિક (૪). હમ હિન્દકે સૈનિક હૈં તૂફાન ઉઠા દૈગે જય હિન્દકે નારોસે આકાશ ગુંજાદેગે સર બાન્ધ કખન નીકલે……. ફીર સોચ ફીકર ક્યા હૈ ગીતા જો બસી મનમેં ….. ફીર મોતકા ડર હૈ ક્યા હૈવાનકો ફીરસે હમ ઇન્સાન બના દૈગે…..હમ૦ સચ્ચાઈ કે પથ પર હમ….. બઢતે હી જાયેંગે અન્યાય અનીતિ સે…. લડતે હી જાયેંગે નહેરુકે ઇશારે પર નીજ શીશ કટાઐગે …….હમ આકાશ ગીરે નીચે ચાહે ધરતી ફટ જાએ કર્તવ્ય કે પથ પર હમ આગે હી બઢ જાએ દુનિયાસે ગુલામીકા હમ નામ મીટા દૈગે………હમ૦ હમ હિન્દકે સૈનિક હૈં તૂફાન ઉઠા દૈગે અજ્ઞાત
શહાદતનો છેલ્લો બોલ (૫.) શહાદતનો છેલ્લો બોલ બાપુનો હેરામ (૨) બાપુ બોલ્યા કોણ હિન્દુ કોણ મુસલમાન…… એક વિશ્વ પિતા તણાં આપણે સંતાન શાને હિન્દુસ્તાન અને શાને પાકિસ્તાન…. સ્નેહ સંપ રાખી કરવો દેશ આબાદ નથ્થુને પણ માફી દેજો ઢળતા કીધી શાન… અહિંસાના ફિરસ્તાનુ અમર છે બલિદાન ગાવાથી નહીં સાચવવાથી બાપુનું સન્માન…. કહે પ્રેમલ એક જણો રામને રહેમાન બાપુ નાં જય ભારતમાં સહુનું હો કલ્યાણ…. શહાદતનો છેલ્લો બોલ બાપુનો હે રામ બાપુ બોલ્યા કોણ હિન્દુ કોણ મુસલમાન….
દેશ ભક્તિ ઐ પ્યારી ભારત મા તુઝે હમ (૬). ઐ પ્યારી ભારત મા તુઝે હમ શીશ ઝુકાતે હૈં તેરે પર બલી બલી જાતે હૈં મીલા સાહસ હમકો મા, તેરે ઇસ ઉચ્ચ હિમાલય સે(૨) મિલા સચ્ચા ન્યાયે મા ગંગા કે એક ઉછાલે સે કે તેરે હરે ભરે હે ખેત તેરી સોને જૈસી રેત મસ્તક પર ઇસે લગાતે હૈં….તેરે પર બલી (૦) હમને જીના સીખા મા લહરોકી મસ્ત અદાઓ સે હમને મરના સીખા મા ભગતસિંહ સે સરદારો સે હમારે બુધ્ધ જૈસે ભગવાન હમારે જવાહર બાપુ મહાન જીન્હોસે શીક્ષા પાતેહૈ…. તેરે પર બલી (૦) હમ સોગંદ ખાતે મા, ભગતસિંહકી કુરબાની કી હમ સોગંદ ખાતે મા, તેરી ઝાંસી કી રાની કી જો તુજ પર આંખ ઉઠાએગા, કભી વહ બચના પાયેગા કી હમ યે શપથ ઉઠાતે હૈ….. તેરે પર બલી ૦
હવે માનવતા પરવારી ગઇ(૭) હવે માનવતા પરવારી ગઇ. મોંઘેરા મનખાનુ મૃત્યુ એક પાશવતા શણગારી ગઈ હવે માનવતા પરવારી ગઇ વ્હાલાનુ વિશ પીધું પચાવ્યું અરિને અમૃત પાન કરાવ્યું આજ સળગતી ચિતા એની ચેતનની ચિનગારી થઈ….. હવે માનવતા કદી નથી અચકાયો એ ખોટાં ને ખોટું કહેતા કદી નથી શરમાયો એ સાચા ને સાચુ કહેતા તોય એની જિંદગી કોઈ કાયરને ખૂચનારી થઈ હવે માનવતા પરવારી ગઇ યુગ યુગના સૈકાઓ વિત્યા યુગ યુગના સૈકાઓ વિતશે ફરી કદી ધરતીને ખોળે આવો પ્રાણ પ્રગટશે આજ વિધાતા વેરી થઈને ગીત કરુણ લલકારી ગઇ….. હવે માનવતા પરવારી ગઇ મૃત્યુ પણ એને ઉગારે દુશ્મન પણ એને શું મારે પ્રભુતા જગમાં જરીક પધારી લઘુતા ને પડકારી ગઇ હવે માનવતા પરવારી ગઇ જંપવા દ્યો પ્રભુ એને જંપવા દ્યો હજુ હમણાં એની આંખ મળી (૩) અવિનાશ વ્યાસ
ઝેરનાં પારખાં કીધાં (૮). ઝેરનાં પારખાં કીધાં બાપલિયા તે ઝેરનાં પારખાં કીધાં……. હોંશે હળાહળ ઝેર ઘૂંટી પીધાં બાપલિયાતે દાનમાં અમૃત દીધાં….. ઝેર નાં પારખાં ૦ થઇને કસાઇ જ્યાં ભાઇ ભૂલ્યો ભાઇ શોણીતમા બેન બાળ સૂતાં કપાઇ ગોઝારી ધરતીનું દુઃખ ના નિહાળતા મરણ કેરાં શરણ શોધી લીધાં બાપલીયા તેં ઝેરનાં પારખાં કીધાં……. મરે ભલા કોઈ કદી આઝાદી કારણે જીવી જાય શહિદ થઇ,ધરતીને ઓવારણે ધરતીનાં થરથરમા માનવનાં ઘર ઘરમાં શમણાંને સાચાં કરી દીધાં બાપલીયા તે ઝેરનાં પારખાં કીધાં….. હમણાં આવું છું કહી દેવ તું તો પોઢ્યો આક્રંદે અવનીએ આંખ્યું માં આંસુનો અંચળો ઓઢ્યો ક્યારે આવીશ દેવ ક્યારે આવીશ વાટડીએ દિ કેમ જાશે દીઢો તેં ઝેર નાં પારખાં કીધાં …..
ચીર યાત્રી (૯). ચીર યાત્રી તને શત શત પ્રણામ (૩) જન મન હરતો,નિત નવું વદતો પ્રેમળ કોમળ શાંત આર્દ આંખે સૌને વશ કરતો દીન દલિત ધનવાન…..ચીર યાત્રી ૦ શબ્દ વહે તુજ સત જીવનનું રહો પ્રેમનું ધામ કૃતિ કરુણામય હાથ ધરે તું ભ્રમણ કરે નિષ્કામ……. ચીર યાત્રી૦ સ્પર્શ નહીં તુજ શબ્દ નહીં પણ મૌન મળ્યું અભિરામ ઝંખે મન તુજ સૌરભ પ્રતિક્ષણ ભરત સ્મરે જય્મ રામ….. ચીર યાત્રી ૦ ***”
દુનિયા કે લોગોં (૧૦). દુનિયાકે લોગોં (૨)લો હિંમતસે કામ સબકી ફીકર રખને વાલા હૈ રામ દુનિયા કે લોગોં હો દુનિયા ૦ પ્રભુને બનાયે હૈ હમ સબકે વાસ્તે હો ઇસ સંસારકે ટેઢે મેઢે રાસ્તે હો (૨) ચલો ચલે હો પરદેશી મુસાફિરો ધીરે ધીરે આસ્તે આસ્તે લંડના હૈ હમ સબકો જીવન સંગ્રામ દુનિયા કે લોગોં…….. છોટે છોટે ખતરો સે ડરતે ક્યું હો ઘડી ઘડી આહે ભરતે ક્યું હો હમ સબકો મીલે યહાં ખૂશી ઔર ગમ(૨) કીસી કો જ્યાદા બાપુ કીસી કો કમ માલિકના દિયા હુઆ પીલો યે જામ દુનિયા કે લોગો ……. ડરડરકે ચલના ઔર કદમો સે બચના ઐસે જીને સે બહેતર હૈ મરના છોડો પતવાર ઇસ લંગર કો તોડદો અપની નૈયા કો તટપર હી છોડદો કુદ પડો સાગરમે લેકે હરિ નામ દુનિયા કે લોગો લો હિંમત સે કામ સબકી ફીકર રખને વાલા હૈ રામ
આવો આવો નવ જવાન (૧૧). આવો આવો નવ જવાન મુક્ત અવાજે ગાઓ ગાન માનવતાની એક્જ શાન જીવન સાચું જીવી જાણ થોડું લઈને જાજુ દેવું સદા સુખી સંતોષી રહેવું હૈયે રાખી એક્જ ધ્યાન માનવતાનાં દેવાં દાન…. આવો આવો નવ૦ નાનાં મોટાં કો નહીં ગણવા પ્રેમ ત્યાગથી જીવન વણવા બીજાને કાજે બલિદાન દેવા છોડીને અભિમાન…. આવો આવો નવ ૦ દેશ હિતને હૈયે ધરવું સગવડ સામે ના કદી જોવું કો પર જો કરીએ અહેસાન ચૂપ રહેવું દાબી જબાન…. આવો આવો નવ ઐક્ય શાંતિ ને આબાદી ભારત મા હો કો ન પ્રમાદી એક જ રાખી એજ નિશાન જય જય બોલો હિન્દુસ્તાન આવો આવો નવ જવાન મુક્ત અવાજે ગાઓ ગાન……..
. નયા નગર(૧૨) ધનવાનો કે રાજ મહલ હૈ ગરીબ કે હૈં ફાંસી ઘર ચલો બસાયે નયા નગર હમ ચલો બસાયે નયા નગર ચલો બસાયે નયા નગર ખૂન કાં અપને પાની કરતે ધનવાનો કે સબ દુઃખ હરતે ખરે પસીને કી મજદૂરી હાય નહિ દેતે હસકર ચલો બસાયે નયા નગર ગરીબ કે ક્યા પ્રાણ નહિ હૈં ગરીબ ક્યા ઈન્સાન નહિ હૈં ક્યા ઉનકા ભગવાન નહિ હૈ ગરીબ જીએ મરમર કર ચલો બસાયે નયા નગર
. ઝંડા સલામ લેતો જા(૧૩) ઝંડા.. હાં હાં હાં હાં હાં….. સલામ લેતો જા (૨) જ્યાં જ્યાં તું જા ત્યાં ત્યાં તૂં ગા (૨) અમ દેશ તણું ગૌરવ (૨) ગૌરવ ગાતો જા હાં હાં હાં હાં હાં સલામ લેતો જા……… ઠેરઠેર મુક્તિનું વાણુ(૨) વાયુ આજ ગવાણુ ગાણું (૨) એને તું આજ રંગીન બનાવી જા…… હાં હાં હાં હાં હાં હાં સલામ લેતો અનેક કુરબાની જાની ફશાની તારે કાજે તારે કાજે ઉન્નત રાખ્યો ઉન્નત રાખ્યો ઉભો એને કાજ (આજ) હાં હાં હાં હાં હાં સલામ લેતો જા……..્
. ‌‌. મારી જન્મભોમ(૧૪) મારી જન્મભોમ (૩) હે હે હે હે હે ભારત માતા વંદન તુજને હજાર હજાર હજાર હજાર હજાર વંદન તુજને હજાર………… સપ્ત સિન્ધુ તવ કંઠ બિરાજે ઉર પર યમુના ગંગા રગ રગ રાજે સુંદર સરિતા વન ઉપવન ઉછરંગા…. મારી જન્મભોમ ૦ ત્રીસ કોટી પય પાન કરે તોયે વહે અવિરત ધારા કોણ માવડી તારી છાતીનાં ઝરણાં સૂકાવનારા …. મારી જન્મભોમ ૦ મસ્ત મલય ચંદન રજ સાથે સમિરણ આંગણ નાચે વિંધ્ય હિમાચલ નીર ગજાવે દિશ દિશ રમતો રાજે…. મારી જન્મભોમ ૦
આવો બચ્ચોં તુમ્હે દિખાયે(૧૫) આવો બચ્ચોં તુમ્હે દિખાયે ઝાંખી હિન્દુસ્તાન કી ઇસ મિટ્ટી સે તિલક કરો યહ ધરતી હૈ બલિદાન કી…વંદે માતરમ્ યે હૈ અપના રાજપૂતાના નાઝ ઇસે તલવારો પે ઇસને સારાં જીવન કાંટા બરછી તીર કટારો પે યે પ્રતાપકા વતન પલા હૈ આઝાદી કે નારો પે કૂદ પડીથી યહાં હજારો પદમિનીયા અંગારો પે બોલ રહી હૈં કણ કણ મેં કુરબાનિ રાજસ્થાન કી ઇસ મિટ્ટી સે તિલક કરો યહ ધરતી હૈ…….્ દેખો મુલ્ક મરાઠોકા યે યહાં શીવજી ડોલા થા મુગલોકી તાકતકો જીસને તલવારોપે તોલાથા હર પર્વતમે આગ લગીથી હર પથ્થર એક શોલાથા બોલી હરહર મહાદેવકી બચ્ચાબચ્ચાબોલાથા યહાં શીવજીને રખ્ખીથી લાજ હમારી શાનકી ઇસ મિટ્ટી સે તિલક કરો યહ ધરતી હૈ….. જલીયાવાલા બાગ યે દેખો યહાં ચલીથી ગોંલીયા યે મત પૂછો કિસને ખેલી યહાં ખૂનકી હોલીયા એક તરફ બંદૂકે ધનધન એક તરફથી ગોલીયા મરનેવાલે બોલ રહેથે ઇન્કીલાબકી બોલિયા યહાં લગાદી બહેનોને ભી બાજી અપની જાનકી ઇસ મિટ્ટી સે તિલક કરો યહ ધરતી હૈ……. વંદે માતરમ્ વંદે માતરમ્ વંદે માતરમ્ વંદે માતરમ્….. આવો બચ્ચોં ૦
વૃધ્ધાની પોટલી. (૧૬) સોમાભાઈ ભાવસાર એતો વહેલી સવારથી આજ ઉઠી ન્હાઇ ધોઈને પૂજા પહેલી કીધી પછી પોટલી લઇ ઘરથી નીસરી એણે સાંભળ્યું તું કો આવતું આજ ન જાણતી એનું શું નામ હતું એણે સાંભળ્યું તું એની વાણી સુણીને લોક તો ઘેલું ઘેલું થતું જાણે સાગર ઉમટ્યો માનવનો, નાનાં બાળથી માંડીને બુઢ્ઢાજનો લાભ લેવા આવ્યા એના દર્શનનો એને કોણ કહે ઉભી રહે અહીં તું જ્યાંથી જોઇ શકાયે સારી રીતે એતો ઊભી તી બાપડી એક ખૂણે જ્યાંથી કાંઇ ન દેખાય કોઈ રીતે એનો મેલો ઘેલો વેશ હતો એના ઘરમાં એ અવશેષ હતો એનો એક્જ એ પહેરવેશ હતો એની કાયા સુકાઈ ગયેલ હતી આંખો ભાળતી તીયે સાવ ઓછું એતો એકલી જીવન ગાળતી તી એને ટેકા સમુએ કોઈ નોતું એને કેમ લાગે આજ ભર્યું ભર્યું? એનું એકલવાયાપણું ક્યાં ગયું? એને અંતર આવીને કોણ મળ્યું? એનું આવતું તું જાણે કોઈ એવી રીત રાહ જોતી એતો ઊભી હતી, એનાં લોચનીઆ મીટ માંડી રહ્યાં એની આવવાની જ્યાં એંધાણી હતી ત્યાંતો સાંભળ્યું કે જાણે એજ હતો જાણે વામન જેવો દેહ હતો ભલે દુર્બળ તોયે તેજ હતો એક વીજ તણો ચમકાર થતાં જેમ તેજ તણાં ઉઘડે પડદાં એમ એજ જતો શબ્દ સાંભળતા એના અંતરમાં પડઘાં પડતાં એતો બાવરી બાવરી જાય બની, એની જોવાની ઉત્કંઠ ઇચ્છા ઘણી, ટોળું વિંધી દોડે એતો એની ભણી, ઊભો રહે મારા બાપલા ઊભો રહે ભાગી જાય શાને ક્ષણ એક તું થોભ મારે ઝાઝું નહીં પળ એક રે તારાં મુખડું જોવાનો લાગ્યો રે લોભ બોલી એટલું વૃધ્ધા પાય પડી જાણે એજ હતી એની ધન્ય ઘડી પેલી પોટલી તો એણે એને ધરી મુજ રંકની ભેટ સ્વીકારજો આ આતો ફૂલ નહીં ફૂલ પાંખડી છે હવે કાશીએ નાવા જાવું નથી મારે ઘેર બેઠા તો ગંગા આવી છે વદી એટલું વૃધ્ધા ચાલી જતી પછી પોટલી એની ઉઘડતી એમાં ચીજ વસ્તુઓ શી શી હતી એમાં હીરા નહીં એમાં મોતી નહીં એમાં માણેકનીયે વસ્તુ ન તી એમાં એનાં સૌભાગ્યની ચૂડીઓ બે એક ચીંથરે વીંટીને મૂકી હતીં!
. કોઈ લાવે રે સંદેશ (૧૭) કોઈ લાવે રે સંદેશ મારે જાવું દૂર દેશ રંગબેરંગી આશા કેરો, પહેર્યો સુંદર વેશ(૨) માનવતાનાં મહા મંદિરો, થઈ ગયા અવશેષ… જુના જગના ગીત તજીને, નવું નવું કઇ ગાવું પ્રેમ બંસરી તુજ સ્વર કેરે, પગલે પગલે આવું રોમ રોમમાં રામ વસે જ્યાં,નહીં રાગ નહીં દ્વેષ મુજ અંતરની વીણા કેરાં,તારે તારી મિલાવુ દુઃખ ભરેલી આ દુનિયા ને નવ સંદેશ સુણાવુ વ્હાલ ભર્યા બે વચનોથી હું માંગું શું વિશેષ….. ખબર નથી લવલેશ મને કે કઈ દિશાએ જાવું આશાનું અજવાળું લઈને,અણજાણ્યા પથ જાવું પ્રેમ પથિકને ભેદ નથી શું,દેશ અગર વિદેશ મારે જાવું દૂર દેશ….કોઈ લાવે રે સંદેશ મારે
પીંજરું તે પીંજરું (૧૮) પીંજરું તે પીંજરું, સોનાનું કે રુપાનુ પીંજરું તે પીંજરું ભલે મોતીડે મઢેલ, ભલે હિરલે ઝડેલ પીંજરું તે પીંજરું તનડે બંધાણી મનડે રુધાણી પીંજરે પુરાણી મારી કોયલ રાણી બોલે વાયુની વાંસળીઓ વીના ટહુકો ક્યાંથી કરું…. પીંજરું તે પીંજરું ૦ સોનાની લંકાનુ સીતાને શું કામ રે ભમતો વનવગડે એને મનગમતો રામ રે નીર તો મહેરામણ કેરાં, કુવાનું તે છીછરું પીંજરું તે પીંજરું પીંજરું તે પીંજરું ૦
એક સહારો રામ માંરો (૧૯) એક સહારો રામ માંરો, એક સહારો રામ જીવનનો આરામ મારો,એક સહારો રામ વિપદોના વાદળ ઉમટ્યાં ને ઝંઝા વિફરી વાય તૂટે શઢને ડૂબે નૈયા,રહેના કોઈ સહાય હૈયે એકજ હામ મારો, એક સહારો રામ હું ઊંઘું તો એ મહીં જાગે,રહે સદાયે સજાગ ધન સાધન જન તન છો જાણે રામથી રહું સજાગ, નિર્બળનો બળ રામ મારો એક સહારો રામ….એક સહારો રામ મારો….
હે જીવ શાને ઓછું આણે(૨૦) હે જીવ શાને ઓછું આણે રે ગાણું તારું હોંશે ગાને….હે જીવ શાને ખાલી ભલે તું હોય અધુરો ચિંતા તેની શાને, ઘડો ભરેલો ડૂબે વ્હેણે અધુરો મોજ માણે….હે જીવ શાને ખાલી ખાલી બંસી પોલી ગાએ અવિરત ગાન ખાલી ભલે તું,હોય સુહાગી હરિની બંસી થાને…હે જીવ શાને
હો હો મધરે રાતલડી ના મોરલા (૨૧) ઓ મધરે રાતલડી ના મોરલા જાગતાં રહેજો સારી રાત જાગતાં રહેજો સારી રાત દૂર રે અંધારાનો અંચળો ઓળંગીને આવશે જગત કેરો તાત…. જાગતાં રહેજો ઓરે ઓ રે આકાશ (૨) તારાં ઉંચા રે આવાસ (૨) કેટલું એ ભાળે આ બે લોચન મારાં તારે લખકોટી લોચન તારાં સતવાર સાદ પાડી,કહેજે તું મુજને જો આવતા રે જો રામ મારાં કોડિયું ઝબકાવીને બેઠાં મયંક મારે રંકને એટલું કહેવું આવે ત્યારે સાયબાને ઠોકર ના વાગે એ તારે જોતાં રહેવું….. જાગતાં ૦
નભમાં ઉગે છે નવલખ તારલાં (૨૨) નભમાં ઉગે છે નવલખ તારલાં, અગણિત સિન્ધુ તરંગ ડાળે રે ડાળે રે, વનનાં ફુલડાં માળે માળે વિહંગ, તોયે રે લાગેરે આજ એકલું મારાં રે હૈયાને લાગે એકલું નાનાં રે હૈયાને લાગે એકલું……. સ્મૃતિ રે અંતર મારે લાખ છે આશા કેરો ન પાર પડે રે હૈયું રે જ્યારે એકલું ત્યારે કોઈ ના સંગ દેનાર એવું રે લાગે રે મને એકલું…. મારાં રે હૈયાને ઊભી રે ધરતી મારી પાસમાં ઉપર આભ અપાર વાયુ રે વાતા વિરહિ રે મને આખું વિશ્વ વિરાટ, નાનાં રે હૈયાને લાગે એકલું મારાં રે હૈયાને લાગે એકલું એવું રે લાગે રે આજ એકલું કોઈ રે આવીને કોઈ વહી ગયું મારાં અંતરને દ્વાર, કોઈ રે ગાઇને મૂંગું રહી ગયું છાંયો ઉરમાં સૂનકાર એવું રે લાગે રે આજ એકલું મારાં રે હૈયાને લાગે એકલું નાનાં રે હૈયાને લાગે એકલું
આજ…વ્હાલાં મારે આંગણે (૨૩) આજ વ્હાલાં મારે આંગણે આવો સીતાજીના સ્વામી રે વાણી મારી સાવ સુકાણી જાણો ને અંતરયામી રે……આજ૦ આશરો છોડ્યો મેં નાથ બીજાનો ગાઠ્યુ છોડી મમતાની રે નોંધારી મારી નાવડી કેરો નાથ તું થાને સુકાની રે….આજ૦ વખડા વ્હાલાંએ મોકલ્યાં ખારાં પીવું હું અમૃત જાણી રે જીભલડી છોને કરતી થૂં થૂં અંતરમાહી ઉજાણી રે….આજ૦ રામ જીવાડે ને રામજી મારે કહેતાં ગયાં ગુરુ જ્ઞાની રે રામ ભરોસે મરવામાં છે રીત ખરી જીવવાની રે….આજ૦
કોઈ…કહેજો…. માધવને (૨૪) કોઈ કહેજો માધવને વિનંતી મારું મનડું રહ્યું મળવાં તલસી કોઈ કહેજો …… એનાં અંગે નરતન વાગે સખી એનાં કંઠે કિરતન વાગે સખી સુંદરતાનાં ડગલાં ભરતી કોઈ કહેજો કોઈ કહેજો…… ઉષાની કુમકુમ આંગળીએ સંધ્યાની સોના ચાખડીએ રજની પાનેતરમાં રમતી કોઈ કહેજો કોઈ કહેજો….. સરવાણી થંભી બંસીની નેં આંખો ભીની થઈ હંસિની જો નથી ધેનુ તમને ગમતી કોઈ કહેજો કોઈ કહેજો ……
દીધાં……કોલ….નીભાવો…. પ્રભુ (૨૫) દીધાં કોલ નીભાવો પ્રભુ, દીધાં કોલ નીભાવો સૂનું સૂનું મારું મંદિરિયુને બારણાં એનાં બંધ આરતી ટાણે વાટડી જોતાં ઝંખવાયા મારાં નૈન પ્રભુ…દીધાં કોલ નીભાવો….. આશાનું મારું કોડિયું પ્રભુ શ્રધ્ધા સીંચી માંય ટગમગતી એની જ્યોત ઝલાવુ વાયરા સામા વાય પ્રભુ દીધાં કોલ નીભાવો…… ઘેલી માંરી મસ્તીમાં હું આરતી નિત્ય જલાવુ સ્નેહ ભીનું તારું મુખડું પ્રભુ રુદિયમા મીલાવુ પ્રભુ દીધાં કોલ નીભાવો…. જુગ જુગ ની હું પ્યાસી પ્રભુ જુગ જુગની ઉદાસી ઝાંખી તારી ઝલક પામી જીવન ઉઠ્યું પ્રકાશી પ્રભુ દીધાં કોલ નીભાવો….. રમણિક ત્રિવેદી
પીલે.઼..પીલે….. હરિ નામકા પ્યાલા (૨૬) પીલે પીલે પીલે પીલે હરિ નામકા પ્યાલા યે પ્યાલા દુનિયાસે ન્યારા ઇસકી રંગત ન્યારી મીઠી મીઠી સોંઘી સોંઘી ખુશ્બુ પ્યારી પ્યારી ઇસકી બુંદ બુંદ મેં સુખકા અમૃત ડાલા બનજા તું મતવાલા મતવાલા મતવાલા હરિ નામ કાં પ્યાલા…અરે પીલે૦ કોઈ ઇસકો સુખસે પીકર, દુઃખકો દૂર હટાયે કોઈ ઇસકો દૂર દૂર સે, દુઃખકા ઝહર બનાવે હાં હાં દુઃખ કા ઝહર બનાવે. બીના પીયે કોઈ ક્યા સમજેગા(૨) ઇસકા ભેદ નિરાલા. બનજા તું મતવાલા મતવાલા મતવાલા મતવાલા હરિ નામકા પ્યાલા……અરે પીલે૦
પંખીડાને આ પીંજરું (૨૭) પંખીડાને આ પીંજરું, જુનું જુનું લાગે બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે પંખીડાને આ પીંજરું ૦ ઉમટ્યો અજંપો એને,પંડના રે પ્રાણનો અણધાર્યો મનોરથ દૂરના પ્રયાણનો અણદીઠે દેશ જાવા, લગન એને લાગે બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે પંખીડાને આ પીંજરું ૦ સોને મઢેલ બાજઠીયોને, સોને મઢેલ ઝૂલો હીરે જડેલ વિઝણો, મોતીનો મોંઘો અણમોલો , પાગલ ના બનીએ ભેરુ, કોઈ ન રંગ લાગે , બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે , પંખીડાને આ પીંજરું ૦ માન માન ઓ પંખીડા,આ નથી,સાજન રીત આવું જો કરવું તું તો, શાને કરીતી પ્રીત રે, બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે પંખીડાને આ પીંજરું ૦
પ્રભુ…….આપહી આપ….સમા…(૨૮) પ્રભુ આપહી આપ સમા સબમે ફીર લાગત જ્યોત કીસે કહતે પ્રભુ આપહી આપ સમા સબમે…. કૌન જુદાં ઉસ કે બીન હૈ નહીં જાન પરે નહીં ધ્યાન પરે સબ વોહી નયા અપને મનમેં ફીર લાગત જ્યોત કીસે કહતે પ્રભુ આપહી આપ સમા સબમે…. હૈ દ્રશ્ય વહી દ્રષ્ટા ભી વહી દરશન ભી વહી સમજુ તો મેં નહીં સાધ્ય ઔર સાધન દોનોં યહાં ફીર લાગત જ્યોત કીસે કહતે હૈં પ્રભુ આપહી આપ સમા સબમે….. ના જીવ જુદાં નાં શીવ જુદાં ના માયા દેહ જુદાં ઉનસે યે ખેલને વાલા એકહી હૈં ફીર લાગત જ્યોત કીસે કહતે પ્રભુ આપહી આપ સમા સબમે….. કહે તુકડ્યા જગ અજ્ઞાન ભરા તબ ન્યારે સબ યે દિખતેહૈ જબ જ્ઞાન હુઆ સત સંગતસે ફીર લાગત જ્યોત કીસે કહતે હૈં પ્રભુ આપહી આપ સમા સબમે……
તનને તંબુરે તારો રણકે રણકાર (૨૯) તનને તંબુરે તારો રણકે રણકાર એનો અદકો સવાદ રે હો હો હો જી રે રામ ભેદુ તે હોય એનાં ભેદને ન જાણે અંધારી દુનિયા તેજ શું પીંછાને હો જીરે જીરે રામ જી રે રામ હે જી મીટરે માંડીને મારી પ્રગટે સવાર એનો અદકો સવાદ રે હો જીરે જીરે રામ જી રે રામ તનને તંબુરે તારો રણકે રણકાર…. કાયાના કસુંબે એનો અમલ સો પીધો ભીતરે ભરતીનો આ લ્હાવો શું લીધો હો જીરે જીરે રામ જી રે રામ હે જી પરગટ હુઓ તોયે પામુ ન પાર એનો અદકો સવાદ રે હો જીરે જીરે રામ જી રે રામ તનને તંબુરે તારો રણકે રણકાર….
હજીયે ન જાગે મારો (૩૦) હજીયે ન જાગે મારો આતમરામ સમુંદર ઘુઘવે છે દૂર, વાયુ સુસવે ગાંડોતૂર સમજુ નાં ભરતી કે આતે આવે છે તૂફાન…. સઢસંધા ફડફડે, દોર ધીંગા કડકડે હાજર સૌ ટંડેલ,એક મારાં સૂનાં રે સૂકાન…. વ્હાણ રાખું નાગરેલુ્, વેપાર શી રીતે ખેડું સવાયા થાશે કે જાશે મારાં મૂળગા એંધાણ…. હવે તો થાય છે રે મોડું, વીનવું હું પાયે પડું હવે તો થાવા બેઠો છે ફેરો આ નકામ જાગો જી જાગોજી મારા આતમરામ હજીયે ન જાગે મારો આતમરામ……
દુનિયા દવે બળે હો (૩૧) દુનિયા દવે બળે હો, એનાં દાવાનળ કો ઠારો એનાં પાણીડાં કો સીંચો, દુનિયા દવે બળે હો એને અંતર આગ સળગતી, પ્રચંડ ભડકા એનાં યુગ યુગ કેરાં વાદળ વરસ્યાં, તોયે ન એ ઓલાણા (૩)..... દુનિયા દવે બળે હો જળ ઝરણાં તો અનેક વહિયા રુધિર ઝરણાં પણ વહિયા પાયા પાયા સતત સ્ત્રોત એ તોયે ન તર્પણ લાગ્યા(૩)... દુનિયા દવે બળે હો કોઈ માનવ કંઈ પ્રાણીનાં, ભક્ષણ એણે કીધાં, વિશ્વ ભૂખ્યાં એ મહા કાળનાં ઉદર ન તોયે ભરાણા (૩) દુનિયા દવે બળે હો
રામના રખવાળા(૩૨) હો મારા રામનાં રખવાળા ઓછાં હોય નહીં એનાં ધોયેલાં ધોબણમા ધાબા હોય નહીં હો મારા રામનાં રખવાળા……. એનું ઢોલ અગમથી વાગે અગમ નિગમ ની વાણી ભાખે એની આંખોનાં અણસારા, ઓછાં હોય નહીં હો મારા રામનાં રખવાળા…. કાયા જ્યારે કરવટ બદલે, પરખાયે એ પગલે પગલે એની જ્યોતિના ઝબકારા ઓછાં હોય નહીં હો મારા રામનાં રખવાળા…. સુખ દુઃખમાં એ સૌનાં સાથી એની ટાળી ટળે ઉપાધી એનાં પાંપણના પલકારા ઓછાં હોય નહીં હો મારા રામનાં રખવાળા……
આભ…. ભરીને…. ઊડતા હજુ (૩૩) આભ ભરીને ઊડતા હજુ શીખવું મારે (૨) વન આખું જો ટહુકી ઊઠે,ચીચવે મારો નીડ હું જ અવાચક હોઉં, એની મને ચડતી ગજબ ચીડ ચાંચમાં મીઠાં ગીત ભરીને વેરતાં હજુ શીખવું મારે…આભ ભરીને ઊડતા હજુ શીખવું (૨) રોજ પાટીમાં પાડતો લીટી, કોઈ શીશુની જેમ એમ ચોરાશી લાખ લીટી મારે જોડવી હજુ કેમ સાવ કોરાંકટ પાનમાં જીવન મુકતાં હજુ શીખવું મારે…….આભ ભરીને ૦ ક્યાં સુધી હજુ જીવવું મારે, ક્યાં સુધી અવતરવું મારે કેટલો લાંબો સમય (૨) એને ક્યાં જઈને પૂછવું મારે વાત એવી બે પૂછવા સમય રોકતા હજુ શીખવું મારે…આભ ભરીને ૦
મનખાની……મરામત (૩૪) મનખાની આજે મરામત કરી લે જાવું છે તારે દૂર,સજાવટ કરી લે મનખો જ્યારે માયા મૂકી,દામોદરનો થાય ત્યારે વ્હાલાં વેરી થઈ જાય….. તનડા સજીલે શણગાર,(૨) જાવું તારે દામોદરને દ્વાર તેડાં રે આવ્યા રે મારા નાથના(૨)...... સજીલે તંબુરાનો તાર તારો પૂરો થયો વેપાર તેડાં રે આવ્યા રે મારા નાથના (૨) જાયછે જુવાની તારી, જાય છે જુવાની હરિનાં ભજન વીના, જાય છે જુવાની કંચન જેવી કાયા તારી, મોતી જેવા પાણી નરસૈંયાનો સ્વામી સાચો, દુનિયા છે દિવાની તેડાં રે આવ્યા રે મારા નાથના…….
આપજે તારા અંતરનો એક તાર (૩૫) આપજે તારા અંતરનો એક તાર બીજુ હું કાંઈ ન માગું (૨) સુણજે મારાં આર્ત તણો હે પૂકાર બીજુ હું કાંઈ ન માગું (૨) તુંબડું મારું પડ્યું નકામું કોઈ જુવે ના એના સામું બાંધીશ તારા અંતરનો એક તાર પછી મારી ધૂન જગાઉ….. આપજે ૦ એક તારો મારો ગુંજશે મીઠું દેખશે વિશ્વ રહ્યું જે અદીઠુ ગીતની રેલશે અખંડિત ધાર એમાં હું મસ્તીથી રાચુ……. આપજે ૦
ઓ નીલ ગગનના પંખેરું (૩૬) ઓ નીલ ગગનના પંખેરું પંખેરું તું કાં નવ પાછો આવે, મને તારી યાદ સતાવે સાથે રમતાં સાથે જમતાં સાથે નાવલડીમા ફરતાં એક દરિયાનું મોજું આવ્યું, વાર ન લાગી તુજને તરતાં, આજ લગી તારી વાટ જોઉં છું તારો કોઈ સંદેશો લાવે..મને તારી યાદ સતાવે તારા વિના હો જીવન સાથી, જીવન સૂનું સૂનું લાગે પાંખો પામી ઊડી ગયો તું જઈ બેઠો ઉંચે આકાશે. કેમ કરી હુ આવું તારી પાસે મને કોઈ નવ માર્ગ બતાવે.. મને તારી ૦ મોરલા સમ તારી વાટડી જોઉં, ઓર મેહુલીઆ તારી વિનવું વારંવાર તને હું સાંભળ વિનંતી મારી તારી પાસે છે સાધન સહુએ તું કાં નવ મને બોલાવે મને તારી યાદ સતાવે….. ઓ નીલ ગગનના પંખેરું પંખેરું પંખેરું
હમ…. દિવાનો કી (૩૭) હમ દિવાનો કી ક્યા હસ્તિ, હૈ આજ યહાં કલ વહાં ચલે મસ્તીકા આલમ સાથ ચલા, હમ ધૂળ ઉડાતે જહાં ચલે,..... આયે આંસું બનકર ઉલ્લાસ કભી આંસું બનકર બહ ચલે કભી સબ કહતે હી રહ ગયે અરે તુમ કૈસે આયે કહાં ચલે કિસ ઔર ચલે યહ મત પુછો બસ ચલના હૈ ઈસલીએ ચલે ….. જગસે ઉસકા કુછ લીયે ચલે જગ કો અપના કુછ દીયે ચલે દો બાત કહિ દો બાત સુની કુછ હંસે ઓર કુછ રોયે ભી રુક કર સુખદુઃખ કે ઘૂટોકો હમ એક ભાવસે પીયે ચલે….. હમ દિવાનો કી ક્યા હસ્તિ હૈ આજ યહાં કલ વહાં ચલે
કોની…..જુવે છે તું વાટ અભાગી (૩૮) કોની જુવે છે તું વાટ અભાગી કોની જુવે છે તું વાટ કોણ રે આવી નાવ લાવી તુજ નાગરશે ઉર ઘાટ અભાગી.઼….. ઉઠ ઉભોથા ઝાલીલે લાકડી લઈલે તારે કાંધે તું ગાંસડી આવવાનું નથી કોઈ, તેથી ન રહેવું રોય જાવાનું છે તારે થાવાનું છે તારે નાનાં મટીને વિશાળ અભાગી… કોની જુવે ૦ આફત આવશે આભથી ઉતરી લેશે ધરા નીજ દુઃખમાં જોતરી તાવે છે તારે માથે, થઈ એક જવું સૌ સાથે લેખ લખ્યાં છે માનવી તારે એક્જ ભવ્ય લલાટ અભાગી…. કોની જુવે ૦
તારા સ્વજન તને (૩૯) તારા સ્વજન તને જાય મુકી તો તેથી કાંઇ ચિંતા કરે ચાલશે ના તારી આશા લતા પડશે તૂટી (૨) ફૂલ ભલે એ ફાલશે નાં તેથી કાંઇ ચિંતા કરે ચાલશે ના. મારગે તિમિર ઘોર ઘેરાશે એટલે શું તું અટકી જાશે વારંવારે ચેતવે દિવો(૨) ખેરનો દિવો ચેતશે ના….. તેથી કંઈ ચીંતા ૦ સુની તારા મુખની વાણી વિટળાશે વન વનનાં પ્રાણી તોય પોતાના ઘરમાં તારે પથ્થરો પીગળશે ના….. તેથી કંઈ ચીંતા ૦ બારણાં સામે બંધ મળે એટલે શું તું પાછો વળે વારંવારે ઠેલવા પડે બારણાં તોયે હાલશે નાં .. તેથી કંઈ ચીંતા૦
ક્યાંથી…આ…ક્યાંથી (૪૦) ક્યાંથી આ ક્યાંથી સરવાણી, આનંદ તણી આવીરે ઉરને છલકાવી……. તું આવી પેલાં તારકથી કે ધરતી કેરાં મારગથી આવી સાગર કેરાં જળથી કે શ્યામલ વાદળના દળથી…. ક્યાંથી તું આવી કોઈક સૂર થકી વા નયન તણાં કો નૂર થકી તું આવી સપનાં ઘાટેથી કે અતિત કેરી વાટેથી….. ક્યાંથી બહું દિવસ થકી તુજ રાહ હતી નહીં જાણ થઈ તું ક્યારે આવી મમ અંતર આરે હે ઝરણી તુજ કરણીથી નીરખુ હું ઉરમાં હરિયાળી…ક્યાંથી ૦ પ્રહલાદ પારેખ ્
આજ……. મારું મન પાગલ (૪૧) આજ મારું મન પાગલ થાયે રે (૨) શ્યામલ સજળ વાદળ જોઈ આભે છાયે રે ચમકી ચમકી વીજ છૂપાયે શોધે તેની જાયે મેઘ હસે એ ખેલને જોઇ કેમ રે વીજ ઝલાયે….. શ્યામલ સજળ વરસતાં એ વાદળ જોઈ,વરસવાને ચાહે રંગ થકી જે મેઘ રંગાયે,રંગ ધરે એ કાયે શ્યામલ સજળ વાદળ જોઈ….. દૂરનાં જોઈ ડુંગર ભીંજે ખેતરને વન નહાયે નીર તણી એ ધારમા આજે મન મારું ભીંજાયે……. શ્યામલ સજળ
બાજે…સૂર…બિહાગ…પંછી (૪૨) બાજે સૂર બિહાગ પંછી રાગ રહો અનુરાગ પંછી, બાજે સૂર બિહાગ…… દશ દશ અંગુલી પરસ રહી હાં દશ દશ વીણા તાર પંછી શત શત ગુંજે સૂર ઉઠે જ્યાં શત શત અંતર ધબકાર પંછી….. બાજે સૂર ઘન બાદલમે ચમકે બિજલી દિશા દિશા પલકાર પંછી સાગરની પ્રતિ લહરે લહરે નૂતન કો ઠમકાર પંછી…. બાજે સૂર વન વન કુંજે કુંજે કુસુમો ભ્રમર ભ્રમર ગુંજાર પંછી નયન નયન ની પાંપણ પ્રગટે નવલ વસંત બહાર પંછી…. બાજે સૂર મન મંદિરને ઉંબર ઉંબર દિપક તણી કતાર પંછી પલ પલ પ્રગટે પરમ પ્રીતનો અણથંભ્યો ઉદગાર પંછી…. બાજે સૂર ગૂંથ્યા કેશ નયનને આજ્યા સોળ સજ્યા શણગાર પંછી રટત રટત રસનાં પથ લેતી પાર તણી એ પાર પંછી…. બાજે સૂર સુંદરમ્
તારે…. પગલે (૪૩) તારે પગલે તારે પગલે કોણ મધુમય છંદે આજે ગાએ તારે પગલે તારે પગલે પગલે પગલે રંગ ઢોળી બેઠી જોને સંધ્યા રાણી કુમ કુમે રંગી એનાં પગની પાની ઝંખવાઈ જાયે, મૃદુ ફુલ શે ફાલી તારે પગલે પગલે પગલે….. નિત ચિર યૌવનની બંસરી બાજે ઘુંઘટમા કોનું મુખ આનંદે રાચે જોઈ ગોપીકાઓ એવું મરમર રાચે તારે પગલે પગલે પગલે…… ઓરે ઓ રે આજ ઉત્સવ ગાને જીવનની મધુવીણા વાગવા ટાણે મીલનના મધુ ગીત ગાયે તારે પગલે પગલે પગલે….
ઝાંઝર…અલક….મલક (૪૪) ઝાંઝર અલક મલક થી આવ્યું રે મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે મારું ઝમકે ઝમ ઝમ ઝાંઝરીયુ(૨) હો..એને ઘુઘરે ઘમકે તારલિયા એની પડખે ચમકે ચાંદલિયા એને મોઢે તે બેઠાં મોરલિયા મારું ઝમકે ઝમ ઝમ ઝાંઝરીયુ (૨) હો.. રાજાએ માગ્યું ઝાંઝરણું હા.હા રાણીએ માગ્યું ઝાંઝરણું.. હું.. હું તોયે વ્હાલે દીધું મને ઝાંઝરણું મારું ઝમકે હો મારું ઝમકે ઝમ ઝમ ઝાંઝરણું હો ઝાંઝર પહેરી હું પાણીડાં ચાલી.. મારી હરખી ને સરખી સાહેલી એને ઠમકારે લોકો ની આંખ ઠરી મારું ઝમકે હો મારું ઝમકે ઝમ ઝમ ઝાંઝરણું
ગાઓ…. બુલબુલ…ગાઓ(૪૫) ગાઓ બુલબુલ ગાઓ, ગીતો મધુર ગાઓ ગીત સુણીને આજ તારું,ડોલી રહ્યું દીલ મારું એ ડોલન સંગ,ઉડે અંગ અંગ, જીવન લાગે પ્યારું પ્યારું હા હા હા હા કોઈ આવે ડોલાવે કે ગીત ગાઓ….ગાઓ૦ ખીલ્યાં ફૂલ મારાં બાગે, વસંત હંસતી લાગે એ મધુરાં હાસ્ય માંહી,રાગ અજાણ્યો લાગે રસ આવે મન ભાવે, કે ગીત ગાઓ… ગાઓ બુલબુલ ગાઓ ગીતો મધુર ગાઓ
ફુલડે મુને ફોરીને ફોસલાવી (૪૬) ફુલડે મુને(૪)ફોરીને ફોસલાવી આંખ્યુંમાં હું ઝાકળ ચોરી લાવી ફુલડે મુને હે તારલે મુને(૪) ચમકીને ટટળાવી શમણું હું શેરીમાં વેરી આવી તારલે મુને.. હે મોરલે મુને(૪)ગહેકીને ગભરાવી પડઘો માંરો પવનને દઇ આવી મોરલે મુને હે બંસીએ મુને(૪)રણકીને રોવરાવી આંસુડાં હું ઉરમાં સંતાડી આવી બંસીએ મુને હે સૈયરે મુને(૪) બોલીને બીવરાવી કાચમાં હું કિરણો ઢોળી આવી સૈયરે મુને હે પુનમે મુને(૪) ઉગીને અકળાવી ગરબો હું એકલડી ગાવા લાગી પુનમે મુને હે સંધ્યાએ મુને(૪)ઢળીને ધ્રુજાવી મેંદી રંગ પાનીએ મુકી આવી સંધ્યાએ મુને હે ફુલડે મુને ફોરીને ફોસલાવી આંખ્યુંમાં હું ઝાકળ ચોરી લાવી ફુલડે મુને
પેલો આવ્યો રે મેહુલીયો (૪૭) પેલો આવ્યો રે મેહુલીયો માંડવડે ગીત ગાજે ગગનને આંગણીયે…પેલો આવ્યો ખેલે શું રાસ વીજ વાદળીઓ ન્યારા હસું હસું થાય ઉર દિસે ચમકારા રુપ ઝળકે ધરતી મારગડે…પેલો આવ્યો રે દિશા દિગંતો દેવ સુંદરીઓ સાથે લગ્ન મહાલવા જતાં અષાઢી રાતે ખોલે ધરતી ઘુંઘટ પાલવડે.. પેલો આવ્યો રે મલયા સરિતાના ઉર સાગરની સોડમાં પૂછે શું લગ્ન ભેંટ દેશું વિશ્વ ચોકમાં એની ગ્રંથી ગુંથાતા વન ગગડે.. પેલો આવ્યો રે પેલો આવ્યો રે મેહુલીયો માંડવડે
ક્યાં.. શોધું..રે(૪૮) ક્યાં શોધું રે તને ક્યાં શોધું રે વર્ષાની રાણી તને ક્યાં શોધું રે ક્યાં શોધું રે તને ક્યાં શોધું રે પગલાં એંધાણી તારી ક્યાં શોધું રે…. ફુલ વીના અડવી બની ઉજ્જડ વનરાઇ સૂકી કુંજ જોઈ હસે આઘેની વડવાય પંખીની જમાત ઉડી છોડીને વનરાઇ ક્યાં શોધું રે (૩) ગાય છોડી વાછરડી વસકેલી ખીરધારા નદી ને નવાણ સૂણા જીવન બન્યા અકારા બળી રહીં ચાર દિશા રંક ન્યારા ક્યાં શોધું રે (૪)
હે….કરુણાધન…. બરસોં (૪૯) હે કરુણા ધન બરસોં (૨) કંટકથી આ ચીરાએલા,કંઠ ધરતીનો તરસ્યો હે કરુણા ધન બરસોં….. મતવાલી કોયલ ટહુકતા આજ મરે છે લાજી રંગીન પીચ્છ કલા સંકેલી,મોર દોડતો દાજી તૃણ વિણ ગોધન ટળવળતુ, આકુળ અંતર ધરશો……હે કરુણા મય વરસો વેણું વાગતી બંધ પડી છે,હે મથુરાના વાસી ગોકુળની ગલી ગલી પૂકારે,ગોપી ઉર ઉદાસી રાધા સંગે રમનાર ઓ, બિંદુ નાંખતા ડરશો.. હે કરુણા મય વરસો તમે અમારા અમે તમારાં, આટલું અંતર ધરશો પ્રીત કરી પોતાના કીધાં,તો ઠાર્યા વીણ ઠરશો હે બંસીધર હે રાધાવર, મુખડું મધુરું ભરશો હે કરુણા મય વરસો…..
કોને.. ક્યાં….. હું…. ના આવ્યો (૫૦) કોને ક્યાં હું ના’વ્યો અર્જુન કોને ક્યાં હું ના’વ્યો ભગતોની ભેરે અર્જુન કોને ક્યાં હું ના’વ્યો એમ તો કહે છે રણછોડ રાયો ભગતોની ભેરે કબીરા સારું વણઝારો થઈ ને પોઠુ ભરીને દોર લાવ્યો….. અર્જુન ધના રે ભગતની ખેતી નીપજાવી (૨) ઘઉંના ગાડા ભરી ઘેર લાવ્યો…. અર્જુન બાળા રે પ્રહલાદ ની પાળી મેં પ્રતિજ્ઞા સ્તંભમાં વાસ કરાવ્યો….. અર્જુન સેના રે ભગતની સન્મુખ રહીને સેનો નાઈ કહેવાયો…. અર્જુન મહેતા રે નરસિંહને માંડલિક મારવા આવ્યો કેદારો મધરાતે ગાયો….અર્જુન બાઇરે કુંવરનુ પૂર્યુ મે મામેરું સૌનો કર મેં ચૂકાવ્યો….. અર્જુન કહે રે નારણસિંહ કરુણા કરી ને કૃષ્ણજી એ કર મારો સાહ્યો…અર્જુન કોને ક્યાં હું નાવ્યો અર્જુન કોને ક્યાં હું ના
જાગીએ…. રઘુનાથ…કુંવર (૫૧) આદીદેવ નમસ્તુભ્યમ્ પ્રસિધ્ધ મમ ભાસ્કર દેવાકર નમસ્તુભ્યમ્ પ્રભાત રે નમો સ્તુતે જાગીયે રઘુનાથ કુંવર, પંછી બન બોલે (૨) ચંદ્ર કિરણ શીતલ ભયે,ચકવી પીયા મિલન ગયી ત્રિવીધ મંત્ર ચલત પવન પલ્લવ ધ્રુમ ડોલે….. પ્રાતઃ ભાનુ પ્રગટ ભયો, રજની કો તિમિર ગયો વૃદ કરત ગુન્જ ગાન કમલ દલ ખોલે……….. બ્રહ્માદિક ધરત ધ્યાન,સુરનર મુની કરત ગાન જાગનકી બેલ ભયે,નયન પલક ખોલે …….. તુલસીદાસ અતી આનંદ, નીરખી કે મુખારવિંદ દીનન કો દેત તાન,ભૂષણ બહું મોલે….. જાગીએ રઘુનાથ કુંવર પંછી બન બોલે (૨)
મતવાલો…..બાદલ….આયો રે (૫૨) મતવાલો બાદલ આયો રે (૨) હરિ કે સંદેશવા કછુ નહિ લાયો…. મતવાલો દાદૂર મોર પપીહા બોલે કોયલ શબ્દ સુણાયો રે કાલી અંધિયારી બીજલી ચમકે બિરુહન અતિ કરમાયો રે….. મતવાલો ગાજે બાજે પવન મધુરિયા મેઘા અતી જળ લાયો રે કુન્દકી કલિયા બિરુહકી ડાલી મીરાં મન હરિ ભાયો રે…. મતવાલો
તમે રે સુંદર વનનાં સુડલા(૫૩) તમે રે સુંદર વનના સુડલા અમે તો કંઠનો કિલકાટ (૨) અમે રે બેની ને તમે બંધવા મનનાં મળ્યાં તારે તાર એક રે ક્યારીમાં દોનોં મોરિયા (૨) તમે રે ઘુઘરીયાળી ઝાંઝરી અમે તો એક ઝીણેરો રણકાર અમે રે બાંધવ તમે બેનડી મનનાં મળ્યાં તારે તાર એક રે ક્યારીમાં દોનોં મોરિયા (૨) તમે રે છત્તર અમે છાંયડી ધરીએ તમારો આકાર અમે રે બેની ને તમે બંધવા મનનાં મળ્યાં તારે તાર એક રે ક્યારીમાં દોનોં મોરિયા (૨) તમે રે મીઠેરા જળની વીરડી અમે તો એક પથ્થરનો પગથાર અમે રે બાંધવ તમે બેનડી મનનાં મળ્યાં તારે તાર એક રે ક્યારીમાં દોનોં મોરિયા (૨) તમે રે મૈયર ગઢનાં ટોડલા અમે તો એક ગઢની કિનાર અમે રે બેની ને તમે બંધવા મનનાં મળ્યાં તારે તાર એક રે ક્યારીમાં દોનોં મોરિયા (૨) તમે રે સુંદર વનના સુડલા
ઓલા જાય રે….(૫૪) ઓલા જાય રે વૈશાખી નાં વાયરા ઘેરાં ગુંજે છે મેઘના સમીર રે હો મેઘરાજ આવે હો મેઘરાજ આવે ઓરે ઓલ્યા ગાય રે વનનાં મોરલા લાવે લીલુડાં લહેરંતા ચીર રે હો મેઘરાજ આવે હો મેઘરાજ આવે… કઇ દિનોની ધરતી તરસી વિનવે મેઘને જાણે વરસી કાળી ઘોર ઘટા ગગને છવાઈ રે હો મેઘરાજ આવે હો મેઘરાજ આવે… ધરતી ને આકાશ પુકારે આવ મેહુલીઆ મારે દ્વારે વાટ્યું જોતી ધરતી ઊભી પનઘટને ઓવારે રે એનાં આભલાંમાં પગલાં વરતાયે રે હો મેઘરાજ આવે હો મેઘરાજ આવે… ઓરે ઓલ્યા જાય રે વૈશાખી નાં વાયરા ઘેરાં ગુંજે છે મેઘના સમીર રે….
કોની જુવે છે તું વાટ (૫૫) કોની જુવે છે તું વાટ અભાગી કોની જુવે છે તું વાટ કોણ રે આવી નાવ લાવી તુજ નાગરશે ઉર ઘાટ….. અભાગી ઉઠ ઉભોથા ઝાલીલે લાકડી લઇલે તારે કાંધે તું ગાંસડી આવવાનું નથી કોઈ તેથી ન રહેવું રોય જાવાનું છે તારે, થાવાનું છે તારે નાનાં મટીને વિરાટ અભાગી…. આફત આવશે આભથી ઉતરી લેશે ધરા નીજ દુઃખમાં જોતરી તોય છે તારે મારે થઇ એક થવું સૌ સાથે લેખ લખ્યાં છે એ માનવી તારે એક્જ ભવ્ય લલાટ અભાગી કોની જુવે છે તું વાટ……..
એકવાર આવો મહારાજ (૫૬) એકવાર આવો મહારાજ, ગોકુળ ઉતારુ મારે ગામડે લીલુડાં વાંસની વાંસળી ઘડાવું હોંશે બજાવો મહારાજ…. ગોકુળ ઉતારો હે જમુનાનાં ઘાટ અમે બાંધ્યા મારગડે હે ગોરસના માટ ભરી ચાલ્યા વનવગડે અહીં ધેનુ નાં ધણ અહીં વૃંદાના વન સાથે ગોપીજન લાવો મહારાજ ગોકુળ ઉતારુ મારે ગામડે ….. હેં વાયુ વાયે ને ચમકે છે વિજળી હે પાણી પવનથી જાગે છે પ્રીતડી અહીં કાલીન્દી તટ અહીં બંસીનો બટ ફરી એ રમઝટ જગાવો મહારાજ ગોકુળ ઉતારુ મારે ગામડે…….
સાવ રે અધુરું મારું આયખું (૫૭) હેજી એવું સાંવરે અધૂરું મારું આયખું હેજી એનાં બાકી છે રે કોડ અપરંપાર હેજી એવું સાંવરે અધૂરું મારું આયખું ભાઈ એને ગગન ભરીને દીધો વાયરો તોયે એનાં ખૂંટે છે રે સ્વાસ વારંવાર રે એવું સાંવરે અધૂરું મારું આયખું….. ભાઈ એને સાતે રે સાયર પાણી સંચતા તોયે એની આંખમાં છે આંસુડાં બે ચાર રે એવું સાંવરે અધૂરું મારું આયખું…. ભાઈ એતો સુરજ ચાંદાના તેજે ઉજળું તોયે એની ભીતરમાં છે કાળો અંધકાર રે એવું સાંવરે અધૂરું મારું આયખું…. ભાઈ એતો અનંતનો અંત લાવે નામથી ્ રે એવું સાંવરે અધૂરું મારું આયખું હેજી વ્હાલાં સાંવરે અધૂરું મારું આયખું
હો…….. અભાગી……..મન (૫૮) હો હો…. અભાગી મન એ ચરણ સુધી લઈ જા મને…..હો અભાગી ત્યજી દીધેલું પુષ્પ છું ન પ્રકાશ દે એ મશાલ છું છું રણ મહી ખીલેલ ફુલ ઉપવન સુધી લઈ જા મને….હો અભાગી હું તણખલું એ પહાડ છે હું અલ્પ છું એ વિરાટ છે જ્યાં બિંદુ સિંધુ થઈ શકે એ ચરણ સુધી લઈ જા મને…..હો અભાગી
દવતો…લાગ્યો…. ડુંગરીએ. (૫૯) દવ તો લાગ્યો ડુંગરી એ કહોને ઓધાજી હાલવા જઈએ તો વ્હાલાં હાલી ન શકીએ બેસી રહીએ તો અમે બળી મરીએ રે… કહોને આરે વસતિમાં નથી રે ઠેકાણું વ્હાલાં, પર વસ્તીની પાળે ફરીએ રે…. કહોને સંસાર સાગર મહાજળ ભરીઓ વ્હાલાં બાહેડી ઝાલો નીકર બૂડી મરીએ રે…કહોને બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર ગુરુજી તારે તો અમે તરીએ રે…. કહોને
પાયોજી મૈંને રામ રતન ધન પાયો (૬૦) (રાગ-તિલક કામોદ તીન તાલ) પાયો જી મૈંને રામ રતન ધન પાયો વસ્તુ અમોલિક દી મેરે સતગુરુ કિરપા કર અપનાયો……પાયો જી જનમ જનમ કી પુંજી પાઇ જગમેં સભી ખોવાયો……. પાયો જી ખરચે ન ખૂંટે વાકો ચોર ન લૂંટે દિન દિન બઢત સવાયો….. પાયો જી સતકી નાવ ખેવટિયા સતગુરુ ભવસાગર તર આયો….. પાયો જી મીરાં કે પ્રભુ ગિરિધર નાગર હરખ હરખ જસ ગાયો……પાયો જી
નામ જપન ક્યું છોડ દિયા (૬૧) (રાગ-બિહાગ….તીન…તાર) નામ જપન ક્યું છોડ દિયા? ક્રોધ ન છોડા જૂઢ ન છોડા, સત્ય વચન ક્યું છોડ દિયા? ઝૂઠે જગમેં દિલ લલચા કર અસલ વતન ક્યોં છોડ દિયા? કૌડિકો તો ખૂબ સંમ્હાલા લાલ રતન ક્યોં છોડ દિયા? જિહી સુમિરન તે અતિ સુખ પાવે સો સુમિરન ક્યોં છોડ દિયા? ખાલસ ઈક ભગવાન ભરોસે તન મન ધન ક્યોં ન છોડ દિયા?
મોરી…લાગી..લટક ગુરુ (૬૨) (રાગ-માલકંસ…. તીન તાલ) મોરી લાગી લટક ગુરુ ચરનનકી ચરન બિના મુઝે કછુ નહિ ભાવે ઝૂઠ માયા સબ સપનનકી….મોહે લાગી ભવસાગર સબ સૂખ ગયાં હૈ, ફિકર નહીં મૂઝે તરનનકી…..મોહે લાગી મીરાં કહે પ્રભુ ગિરધર નાગર ઉલટ ભઈ મોરે નયનનકી…. મોરી લાગી
મેરે તો ગિરિધર ગોપાલ (૬૩) (રાગ -ઝિઝોટી …તાલ-દાદરા) મેરે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કોઇ દૂસરા ન કોઇ સાધો,સકલ લોક જોઇ… ભાઈ છોડ્યાં બંધુ છોડ્યા, છોડ્યાં સગાં હોઇ સાધુ સંગ બૈઢ બૈઢ,લોક લાજ ખોઈ…. મેરે તો ભગત દેખ રાજી હુઇ,જગત દેખ રોઇ અંસુ વન જલ સીંચ સીંચ પ્રેમ -બેલી કોઇ…. દધિ મથ ધૃત કાઢી લીયો,ડાર દઇ જોઇ રાણા વિષકો પ્યાલો ભેજ્યો,પીય મગન હોઇ અબતો બાત ફૈલ પડી, જાણે સબ કોઇ મીરાં એમ લગન લાગી,હોની હો સો હોઈ..
મને ચાકર રાખો જી. (૬૪) (રાગ-માડ તાલ-ધુમાલી) મને ચાકર રાખો જી ગિરિધારી લાલ, ચાકર રાખો જી ચાકર રહસૂ,બાગ લગાસૂ,નિત ઉઠ દરશન પાસુ વૃંદાવન કી કુંજ ગલીનમે, ગોવિંદ લીલાં ગાશું.. ચાકરી મેં દરશન પાસુ, સુમિરન પાઉં ખરચી ભાવ-ભગતિ જાગીરી પાઉં,તીનો બાતા સરસી મોર મુગટ પીતાંબર સોહે,ગલે વૈજન્તિ માલા વૃંદાવનમે ધેનુ ચરાવે,મોહન મુરલીવાલા ઉંચે ઉંચે મહલ બનાઉ,બિચ બિચ રાખું બારી સાંવરિયા કે દરશન પાવું,પહિરી કસુંબી સારી જોગી આયા જોગ કરનકૂ,તપ કરને સંન્યાસી હરિ -ભજનકૂ સાધુ આયે, વૃંદાવન કે વાસી મીરાં કે પ્રભુ ગહિન ગંભીરા,રૃદે રહોજી ધીરાં આધી રાત પ્રભુ દરશન દિન્હોજમુનાજીકે તીરા
માઈમૈંને ગોવિંદ લીનો મોલ. (૬૫) (રાગ-માડ…..તાલ-દાદરા ) માઈ મૈંને ગોવિંદ લીનો મોલ,ગોવિંદ લીનો મોલ કોઈ કહે સસ્તા, કોઈ કહે મહેઘા લીનો તરાજૂ તોલ…. ગોવિંદ લીનો મોલ કોઈ કહે ઘરમે, કોઈ કહે બનમે રાધાકે સંગ કરે કિલ્લોલ…ગોવિંદ લીનો મોલ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, આવત પ્રેમકે ડોલ.. ગોવિંદ લીનો મોલ
ક્યોં સોયા ગફલતકા માતા (૬૬) ક્યોં સોયા ગફલતકા માતા,જાગરે નર જાગરે યા જાગે કોઈ જોગીભોગી,યા જાગે કોઈ ચોરરે યા જાગે કોઈ સંત પિયારા,લગી રામસો ગોંદરે એસી જાગન જાગ પિયારે,જૈસી ધ્રુવ પ્રહલાદ ધ્રુવ કો દીની અટલ પદવી, પ્રહલાદકો રાજરે … મનહૈ મુસાફિર,તનુકા સરા બીચ, તું કિતા અનુરાગ રે રૈન બસેરા કરલે ડેરા,ઉઠ ચલના પરભાત રે…. સાધુ સંગત સતગુરુ સેવા,પાવે અચલ સુહાગ નિત્યાનંદ ભજ રામ ગુમાની,જાગત પૂરન ભાગ રે….. ક્યોં સોયા ગફલતકા માતા જાગ રે નર જાગે
સંત પરમ હિતકારી…..(૬૭) (રાગ-ભૈરવી…..તીન તાલ) સંત પરમ હિતકારી જગત માહી સંત પરમ હિતકારી…… પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ,ભરમ મીટાવત ભારી….જગત માંહી સંત પરમ હિતકારી પરમ કૃપાલુ સકલ જીવનપર, હરિ સમ સબ દુઃખ હારી…. જગત માહી ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી રીત જગતસે ન્યારી…જગત માહી બ્રહ્માનંદ સંતન કી સોબત મિલત હૈં પ્રગટ મુરારી…..જગત માહી
ગુરુ કૃપાજન પાયો મેરે ભાઈ (૬૮) (રાગ-પીલુ….તાલ-દિપચંદી) ગુરુ કૃપાજન પાયો મેરે ભાઈ રામ બીના કછુ જાનત નાહી અંતર રામ હિ બાહિર રામ હી જહાં દેખો તહાં રામ હી રામ હી જાગત રામ હિ સોવત રામ હી સપને મેં દેખો રાજા રામ હી એકા જનાર્દની ભાવહિ નીકા જો દેખો સબ રામ સરિખા ગુરુ કૃપાજન પાયો મેરે ભાઈ રામ બીના કછુ જાનત નાહી
હેં જગ ત્રાતા વિશ્વ વિધાતા (૬૯) (રાગ -ભૈરવી…..તીન તાલ) હેં જગ ત્રાતા વિશ્વ વિધાતા હે સુખ શાંતિ નિકેતન હે પ્રેમ કે સિન્ધો,દીનકે બન્ધો દુઃખ દરિદ્ર વિનાશન હે… નિત્ય અખંડ અનંત અનાદિ પૂરણ બ્રહ્મ સનાતન હે … જગ આશ્રય જગ-પતિ જગ -વંદન અનુપમ અલખ નિરંજન હેં ….. પ્રાણ સખા ત્રિભુવન -પ્રતિપાલક જીવનકે અવલંબન હેં…. હેં જગત્રાતા
આકાશે આન્ધી છાંયી (૭૦) આકાશે આન્ધી છાયી મેહુલિયા જરાં વરસી જા (૩)........ આનંદે આજે મયુરો કૂદતાં ઓ ટહુકી ને પોકારે (૨)..... મેહુલિયા મેઘધનુષ નાં રંગો છાયા . વાદળીએ રંગ છાયાં (૨).... મેહુલિયા માનવ કેરા મનને રીઝાવી ઓ વર્ષાની વાદલડી (૨) મેહુલિયા જરાં વરસી જા……..
જોને.. વાયુનાં વિઝણાઓ વાય રે (૭૧) જોને હો જોને વાયુનાં વિઝણાઓ વાય રે કાને મેઘનો સંદેશો કહીં જાય રે વાદળીઓ આકાશે રાસ લીલા કરતી તાળી દઈ દઈ જોને અંતરે મલપતી પામળીઓ ઢળી ઢળી જાય રે…. જોને વીજ જોને ચમકે પાપણોએ પલકે રેલે રેલે તેજ છાયા અવનીના ફલકે આંગણીએ આભા રેલાય રે…. જોને વને વને ફૂલે ફૂલે વલ્લરીના શાને નવ નવાં ગીત ગુંજે વર્ષાના ગાને ઉરે ઉરે ઊર્મિ ઢોળાય રે…જોને
જો તુમ…તોડો….પીયા (૭૨) જો તુમ તોડો પિયા મેં નાહી તોડું રે તોરી પ્રિત છોડી ક્રીષ્ણા કૌન સંગ જોડું તુમ ભયે તરુવર મૈં ભઇ પંખીયા તુમ ભયે સરોવર મૈં ભઇ મછીયા…. તુમ ભયે ગિરિવર મૈં ભઇ તારાં તુમ ભયે ચંદા મૈં ભઇ ચકોરા…… તુમ ભયે મોતી પ્રભુજી,હમ ભયે ધાગા તુમ ભયે સોના હમ ભયે સુહાગા…… બાઈ મીરાં કહે પ્રભુ બ્રીજ કે બાસી સુનો રે ગોપાલ(૨) સુનો મોરે ઠાકુર મેં તેરી દાસી (૨)....... જો તુમ તોડો પિયા મૈં નાહી તોડું રે તોરી પ્રિત છોડી ક્રીષ્ણા કૌન સંગ જોડું (૨)
કોઈ આઘે આઘે થી વેણું (૭૩) કોઈ આઘે આઘે થી વેણું વાય છે રે મને જાતી રહું જાતી રહું થાય છે લાલ લાલ આંખડીથી સાસુ જુવે છે હોઠ મરડીને નણંદી પગ પછાડે લહેરિયે ચડેલ મારાં,લોચનિયા જોઈ ઉભો નાવલિયો બારણાંની આડે ઘેરાં ઘેનની કટોરી કોઇ પાયછે…. મને જાતી એક એ દુવાર બંધ કીધું તો કેટલાંયે મારગ આ આંખમાં સમાયા ધૂપ થઇ ઉડી હું ચાલી સંભાળો હવે પિંજરામાં રહી ગઈ કાયા હતું છાનું એ છલછલ છલકાય છે..મને જાતી કોઈ આઘે આઘે થી વેણું વાય છે રે મને જાતી રહું જાતી રહું થાય છે
અણગમતું આયખું લઈ લ્યો (૭૪) અણગમતું આયખું લઈ લ્યો ને નાથ મને મનગમતી સાંજ એક આપો કે ઝૂરે મૃગજળમાં ક્યારનો તરાપો….. ખરી પડ્યાં પાંદડાને હાથમાં લઈને મેં આંખોમાં રોપ્યુ એક ઝાડ પંખીના લાડ કદી નીરખ્યા નથી કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ થીજેલા જળમાં આ સુતેલી માછલીને અર્જુન નો મત્સ્યવેધ આપો….. કે ઝૂરે મને આપો એક સાંજ મને આપો એક રાત મને આપો એક એવો આશ્લેષ ફરફરવા લાગે આ સાત સાત જન્મોના તાણીને બાંધેલાં કેશ મારાથી સાવ મને અળગી કરીને નાથ કાયમની કેદ મને આપો……કે ઝૂરે કવિ જગદીશ જોષી
આવ્યો મેહુલીયો આજ. (૭૫) આવ્યો મેહુલીયો (૩)આજ મરકે પેલી વનરાઈને, ચમકે વિજળી આજ તરુઓ મરક્યા મરકી નદિઓ,ગરજ્યો વનનો રાજ…….. આવ્યો ૦ નાચે ઢેલ નેં નાચે મોરલો નાચે કાબરબાઈ નિલમ વરણી ધરતી નાચે, ઘોર ઘટાઓ છાય….. આવ્યો ૦ નાચે કૂદે દેડકરાણા,ગાયે તમરા ગાન નાચે કૂદે નાયે મારો,ભૈલો ભૂલી ભાન…આવ્યો કોયલ ટહુકે ધરતી મહેકે,ડોલે તરુવર પાન ડોલે મારું મનડું આજે થનગન થનગન થાય આવ્યો મેહુલીયો (૩)આજ……….
ઓરે ઓ નિશાના પાયલ (૭૬) ઓરે ઓ નિશાના પાયલ રુનક ઝુનક બાજે હે ઓરે ઓ નિશાના પાયલ રૂનક ઝુનક બાજે આકાશે ગંગા નીર સરિતે, ચાંદની બની ચાંદ સરિતે હોડીમાં સુંદર સૂર બજાવી દૂરે દૂરે ક્યાં જાયે અલી (૨).....ઓરે ઓ ૦ વર્ષારુતુ જ્યારે આવે, મેઘરાજા મલ્હાર બજાવે ત્યારે વિજળી વીણા પરે ઘન આકાશે ગાજે અલી (૨).....ઓરે ઓ ૦ ખિલે પૂનમ ગગન જ્યારે વાદળ ન હોય એકે ત્યારે શ્વેત સાડીએ સુંદરી શોભે જાણે સોળ કળાએ અલી (૨)....ઓરે ઓ ૦
આ નદી નો ઘાટ (૭૭) આ નદીનો ઘાટ,આ પૂનમની રાત જોજે હો ભૂલાય નહીં (૩) ગીત પ્રીતનું ગાયુ આજે જોજે હો વિસરાય નહિં (૨) જોજે ઓ૦ આંખ્યું એ આંખ્યું પીંછાની મન સમજ્યું મનડાની વાણી આ તનમનનો તલસાટ (૨) ને પહેલી મુલાકાત……જોજે ઓ૦ આંખ્યું ની કીકીમાં આવી કામણગારો સંતાયો જીવન ભર છાયેલો રહેશે એની પ્રિત્યુનો પડછાયો આ રાતલડી રળીઆત ને ફૂલોનો પમરાટ……. જોજે હો ૦ જોને પેલા ચાંદલિયા માં લાગ્યો કાળો ડાઘ મારા નાવલીયાનુ મુખ તો ડાઘ વિનાનું લાગે આ વેરણ વનની રાત માથે પડી પ્રીતની ભાળ….જોજે હો ૦ જોજે હો ભૂલાય નહીં (૩)
ડોલરિયો…….ડોલ્યો (૭૮) ડોલરિયો ડોલ્યો ડોલ્યો રે હો વર્ષા રંગભીની(૨) રંગભીની (૩) કોણે પ્રીતીનો વિઝણો ઢોળ્યો રે હો વર્ષા રંગભીની વર્ષા રંગભીની રંગભીની (૩) આછું આછું તારું મુખડું મલકે છાનો આ પ્રીતી અણસાર રે જોને ઝંખાય નહીં,મિલનના વેગમાં હૈયાનાં મંજુલ તાર રે (૨) કોનાં નેણલાનો રંગ ચોર્યો ચોર્યો રે હો વર્ષા રંગભીની વર્ષા રંગભીની રંગભીની (૩) થનગનતું મારું ઉર આ થડકે કીકીમાં કોના અણસાર રે કિયા કેવડિયાના કાંટે હલાવ્યા (૨) હૈયાનાં હીરલાનો હાર રે (૨) કોના કામણમા પ્રેમ રંગ ઢોળ્યો રે હો વર્ષા રંગભીની વર્ષા રંગભીની રંગભીની (૩)
મને સુણવો ગમે તારો સાદ (૭૯) મને સુણવો ગમે તારો સાદ હો ધરતી સુણવો ગમે તારો સાદ….. બંધ બાંધી ખેતરો ને સીંચીશું પાણીડાં જોશું નાં ટાઢ તાપ હાંકી શું ઢોરડા ધાન્યોના દઇશું પ્રસાદ…..મને સુણવો ૦ ડુંગરાની ધાર વિંધી રચશુ મારગડા રોપીશુ વૃક્ષ વેલ સોહે વન વગડા વ્યાપ્યો પૂનમ નો ચાંદ….. મને સુણવો૦ રોપો કપાસ અંગ ઢાંકો સૌ લોકના વાવો અનાજ પેટ ભરવા છે રાંકનાં હૈયે ઝીલ્યો તારો નાદ….. મને સુણવો ૦ સપનોની દુનિયાને સાચી બનાવશું મોટાં મહેલ ઘર નક્કર બનાવશું ઉઠતા રહે તારી યાદ……. મને સુણવો ૦
રે મને એ સાદ કરે છે (૮૦) રે મને એ સાદ કરે છે રે સાદ કરે છે દિલ હરેછે રે મને એ સાદ કરે છે સાદ ન આવે કાન તમારે શોર બકોરે જગ ભરે છે રે મને એ સાદ કરે છે ગામને પાદર રોજ બપોરે ઝાડવાં કેરી ડાળ સાદ કરે છે સાંજને ટાણે,દૂરની ડુંગર માળ…. મને એ સાદ કરે છે……. ભણવા ટાણે સાદ કરે છે,નાનકુ એક તળાવ કામની વેળાં રોજ બોલાવે,એક છે એવો ઢાળ મને એ સાદ કરે છે……. નદીઓ કેરી ભેખડ પેલી, ખેતરો કેરી હાર સાદ કરે છે જંગલ કેડી,કેમ કરું હું વાર મને એ સાદ કરે છે….઼… આભ અડે જ્યાં દૂર જમીને,કોણ છૂપાયું ત્યાં રોજ ઇશારે એ બોલાવે,આવ અલ્યા અહીં આવ…….મને એ સાદ કરે છે ૦
અમે નીલ ફુવારે રમતાં (૮૧) અમે નીલ ફુવારે રમતાં રે મનગમતાં વસંતની ફુલ છાબ બીછાયે બુલ બુલ નાદ સુણંતા પરાગના અસવાર બનીને ગંધ સુગંધ વિહરતાં રે મનગમતાં…અમે ૦ અષાઢની ઘનઘોર ઘટામાં ચમક ચમક ચમકંતા, કાજળ કાળા કેશ કરીને મયુર નૈન નચવંતા રે મનગમતાં…અમે ૦ ઉષા અરુણ નાં કુમકુમ પગલે રંગ સુરંગ વચંતા સાંજ પડે રવિરાજ ઢળે ત્યાં સ્વપ્નાં સાથ રમંતા રે મનગમતાં…અમે ૦
કોણ આજે રહે બંધ બારણે (૮૨) કોણ આજે રહે બંધ બારણે આવ આવશે જગત પ્રાંગણે…. હે હે હે કોણ સાગર હિલ્લોળે વન વન ડોલે વીજ ચડી છે વિરાટ ઝોલે દૂર સીમે નવ નવ મોલે ધરતીનું દિલ કોળે…હે હેં હેં હેં કોણ ૦ વાદળ નાદે ઝરણાં જાગે મત બની ધર સરિતા જાગે જલધારા ના એ ઝંકારે સંજીવન સૂર વાગે… હે હેં હેં હેં કોણ ૦ આભ ખુશી ભવ ધાન સુગંધે ધરતી નભના આ ઉત્સવમાં આવ આવ સૌ સંગે…. હેં હેં હેં હેં કોણ ૦
કોનાં લખું કોનાં નહીં (૮૩) કોનાં લખું કોનાં નહી ગીત હું કોનાં લખું કોનાં નહીં કોનાં ગાવું કોનાં નહીં ગીત હું કોનાં ગાવું કોનાં નહીં કારીગરી માં કામણગારો પહેલો છે કુંભાર ભ ઇ ગાગર ગોળાને લેતો એ ઘાટમાં ટપલે તાલ દઇ દઇ,મૂકતો મોર કળાયલ મહી ચીતરે પીંછી દાતણની લઇ કૂજાની પાવલી ને કોઠીનો રુપિયો તાવડીના બે જૈ. ટકોરા દઈ દઇ, રણકારે લઇ લઇ આવજો મારાં ભૈ, વાત હું કોની કરું કોની નૈ ઢે ઢફ ઢે ઢફ કરતો પીજારો નીકળ્યો પિજણ લૈ પીંજી પીજી ને ભરતો એ શેઠને ગાદલે ટાંકા લૈ ઝૂડતો સોટી નેતરની લૈ……કોનાં ગાવું ૦ ચૂડીની ચીપને સોની એ ટીપતો હથોડી તાલ દૈ દૈ છાણે ચડાવી,ઘૂઘરી રેવતો, લાંબી લાંબી ફુક લૈ લૈ એના ધંધામાં ભાઈબંધી નૈ……. સોનીની સો સો પડે હથોડી, બસ લુહાર નો એક હૈ ધરતી ધ્રુજાવે ધમધમદૈ સાધતો લોઢુ ટંકણ ખાર લૈ દાતરડે કાકર પાડે મજાનાં લણતો મજુર ખેત જૈ કોદાળી કાંસ ને પાનું ચડાવતો પાણીની છાલક લૈ જાણજો એમાં ખરી ચતુરાઇ…… કોનાં લખું કોનાં નહીં સાંભરી કાંસકી વાળી અહીં આંખમાં કાજળ આંજ્યું છે માથું ઓળ્યુ છે મીડલા લૈ ભાલે દામણી લટકી રહી બજર બરાન પારા નઝરિયા રાખતી એ સીવવાની સૂઈ લેતી જા બોનબા લેતી જા બોનબા વેચે મીઠું મીઠું કહીં કાગસી ખંપાળા લીખીયા હૈ કોનાં લખું કોનાં નહીં વાત ભલે અહીંયા અધુરી રહીં જાજા ઝૂહાર કહેજો ગાતા રહી જાય મારાં શિશુવિહાર નાં ભૈ. જયમલ યાદવ
હે જી તારા આંગણિયા (૮૪) હે જી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે હોજી હે જી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું કાપજે રે હોજી….. માનવીની પાસે કોઈ માનવી ન આવે રે હેજી તારા દિવસની પાસે દુઃખિયા આવે રે.. કેમ તમે આવ્યા છો, એમ ન કહેજે રે હેજી એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે… વાત એની સાંભળીને, આડું નવ જોજે રે હેજી એને માથું રે હલાવી હોંકારો દેજે રે.. કાગ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે હેજી એને ઝાંપા રે સુધી મેલવા જાજે રે આવકારો મીઠો આપજે રે હોજી…
જીવન પાઠશાળા (૮૫) આછે સૃષ્ટિ સકળ પાઠશાળા જીવન પાઠ શીખવા છે શીખવા છે ને વળી ઘૂટવા છે…..આ છે૦ ઓલ્યા વહેતાં ઝરણાં કેરાં ગીતો સદૈવ મારે ગુંજવા છે હેજી ગુંજવા છે ને ગણગણવા છે….આ છે ૦ ઓલી વહેલી સરિતાના વેગને જીવન મારે પામવા છે પામવા છે ને પમાડવા છે….આ છે૦ ઓલ્યા સૃષ્ટિ સભર સમદરના મધુર ગાન સુણવા છે, હેજી સુણવા છે ને,સુણાવવા છે….આ.. છે ૦ ઓલ્યા પહાડ તણાં ધૈર્ય ને દૃઢતા જીવનમાં મારે લાવવા છે લાવવા છે ને ટકાવવા છે……આ છે ૦ ઓલ્યા વૃક્ષને નીહાળી સદા મારે જગત કાજ તપવું છે હેજી તપવું છે ને વળી બળવું છે…..આ છે ૦ ઓલ્યા વ્યોમે વિહરનાર પંખીના નાદ મારે માણવા છે હે જી માણવા છે ને, સમજવા છે….આ છે ૦ ઓલ્યા આભે ચમકંતા ચાંદલિયાની ચાંદની ને માણવી છે હે જી માણવી છે ને રેલાવવી છે….આછે૦
કબૂતરો નું ઘૂઘૂઘૂ. (૮૬) કોયલ કૂન્જે કૂ કૂ કૂ ને ભમરા ગુંજે ગૂ ગૂ ગૂને ને કબૂતરો નું ઘૂ ઘૂ ઘૂ ચકલા ઉંદર ચૂં ચૂં ચૂં,ને છછુંદરોનુ છું છું છું કૂજન માં શી કક્કાવારી, હું કુદરતને પૂછું શું ઘુવડ સમા ઘુઘવાટ કરતો,માનવ ઘૂરકે હું હુ હું ને કબૂતરો નું ઘૂ ઘૂ ઘૂ……. લખપતિઓના લાખ નફામાં,સાચું ખોટુ કળવું શું ટંક ટંકની રોટી માટે, રંક જનોને રળવુ શું હરિ ભજે છે હોલો પેલો,પીડિતનો હે પ્રભુ તું ને કબૂતરો નું ઘૂ ઘૂ ઘૂ……. સમાનતાનો સમય થયો, ત્યાં ઉંચુ શું ને નીચું શું ફૂલ્યા ફાલ્યા ફરી કરો કાં,ફણિધરો શાં ફૂ ફૂ ફૂ ને કબૂતરો નું ઘૂ ઘૂ ઘૂ…… પરમેશ્વર તો પહેલું પુછશે, કોઈનું સુખદુઃખ પુછ્યું તુ દર્દભરી દુનિયામાં જઇને,કોઈનું આંસું લુછ્યું તું ગે ગે ફે ફે કરતાં રહેશો, હેં હેં હેં હેં શું શું શું ને કબૂતરો નું ઘૂ ઘૂ ઘૂ……….
વજન કરે તે હારે રે મનવા (૮૭) વજન કરે તે હારે રે મનવા,ભજન કરે તે જીતે તુલસી દલથી તોલ કરોતો,બને પવન પરપોટો અને હિમાલય મૂકો હેમનો, તો મેરુથી મોટો આ ભારે હળવા હરિવરને,મૂલવવો શી રીતે… રે મનવા ભજન કરે તે……. એક ઘડી તને માંડ મળી છે,આ જીવતરને ઘાટે સાચ ખોટના ખાતાં પાડી, એમાં નહીં તું ખાટે સહેલીશ તું સાગર મોજે કે, પડ્યો રહીશ પછીતે,રે મનવા ભજન કરે તે જીતે…… આવ હવે તારા ગજ મૂકી,વજન મૂકીને વરવા નવલખ તારાં નીચે બેઠો,કયા ત્રાજવડે તરવા ચૌદ ભુવનનો સ્વામી આછે, ચપટી ધૂળની પ્રીતે રે મનવા ભજન કરે તે જીતે……..
માંડી તારું…કંકુ ખર્યું ને સુરજ (૮૮) માંડી તારું કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો જગ સાથે જાણે,પ્રભૂતાએ પગ મૂક્યો કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો…….. મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો નભનો ચંદરવો મા એ આંખ્યું માં આંજ્યો મંદિરનો દિવડો થાવા, ચાંદો આભે ઉગ્યો કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો….. માવડીના રથનાં ઘૂઘરાઓ બોલ્યા નભ પર માડીએ અમૃત ઢોળ્યાં ગગનનો ગરબો માંના, ચરણોમાં ઝૂક્યો કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો….….
રાધાનું નામ તમે વાંસળીના સૂર (૮૯) રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વહેતું ન મેલો ઘનશ્યામ સાંજને સવાર નિત નીંદા કરે રે પેલું ઘેલું એ ગોકુળીયુ ગામ……રાધાનું નામ વણ ગુથ્યા કેશ અને અણ આંજી આંખડી ખાલી વેળાંની કરે વાત, સાંજ ને સવાર નિત દિવસને રાતડી મારાં મોહનની પંચાત વળી વળી પુછે છે, કુંજ ગલી પુછે છે કેમ અલી ક્યાં ગાતી આમ વહેતું ન મેલો ઘનશ્યામ રાધાનું નામ કોણે ગૂથ્યુ છે,અલી અંબોડે ફુલ તારે પુછી પુછીને લીયે ગંધ,વ્હાલે અંતરની વાત એતો આંખ્યુંના ફુલ કહેશે, હોઠોની પાંખડીઓ બંધ, મારે મોંએથી સૌ સાહેલિયો ચાહે છે માધવનુ મધ મીઠું નામ વહેતું ન મેલો ઘનશ્યામ………રાધાનું નામ
ઘરમાં રહું ને તોય. (૯૦) ઘરમાં રહું ને તોય ભીંજાવું સોંસરવી એવો વરસાદ ક્યાંથી લાવવો કાજળ કાઢીને મારી ભૂરીછમ આંખનું મેઘને તે કેમ કરી આન્જવો…ઘરમાં હિંચકા ની સાંકળમાં નેવાં જેને મોર તોરણના ટહુકે આકાશને ઝાંઝરીની ઘુઘરીમા લાવી મઢાવુ કેમ ફોરાના સોનલ બોલાશને સુના તે ઓરડામાં કેમ કરી મેઘધનુ કોરાં ગુલમોરને વાવવો. ઘરમાં રહું ઝુમ્મર જડેલી મારી છતમા ઘેરાય, આવી વાદળ શ્રાવણને અષાઢના ઓકળીએ ટપટપ પગલાં મૂકું ને વન ઉભરાએ ભીની લીલાશના વાડામાં વહેતી હો નાનકડી નીક એમાં દરિયો તે ક્યાંથી છલકાવવો….. ઘરમાં ખેતરમાં જાવાને પંથ અધવચ્ચે આવીને છોગાળો એવું મુને આતરે, કાંડું વછોડી કહું ‘ઉભે મારગ નહીં ‘ ઘરમાં આવીને ગીત છેડજે કેટલું તે મહેંકે મારી કાયા અબોટી એમાં માટીનો તોર ક્યાંથી લાવવો……ઘરમાં
મેરે પીયા મૈં કછુ નહિ (૯૧) મેરે પીયા મૈં કછુ નહિ જાનુ મૈં તો ચૂપ ચૂપ ચાહ રહી……. મેરે પીયા મેરે પીયા તુમ કિતને સુહાવન તુમ બરસોં જી મૈં મેહા સાવન મૈં તો ચૂપ ચૂપ નાહ રહી………. મેરે પીયા. મેરે પીયા તુમ અમર સુહાગી તુમ પાયે મૈં બહું બડભાગી મૈં તો પલ પલ ચાહ રહી……. મેરે પીયા
સરોવર…..તીરે……શબરી..બૈઠી (૯૨) સરોવર તીરે શબરી બેઠી,રટે રામનું નામ એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ વડલા નીચે ઝૂંપડી એની,નહીં માતા નહીં બંધુ બેની એકલડી એક ધ્યાન લગાવી, ગાયાં કરે ગુણગાન એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ રૂષીના વચનો હૈયે રાખી,દૂરદૂર બહું નજરું નાખી ફળ ફૂલ લાવે,ભોગ ધરાવે કરતી એનું કામ…. એક દિન આવશે સ્વામી રાત દિવસને વરસો ગયાં છે, શબરી બાઇ હવે ઘરડાં થયાં છે ઝગમગે એક આશાની જ્યોતિ સુકાયા હાડ ને ચામ….. એક દિન આવશે એક દિ વનમાં વેણું વાગે વસંત સેના નીકળી લાગે શીતલ મંદ સુગંધી વાયુ વાયા કરે ઠામોઠામ…….. એક દિન આવશે દૂરથી આવતાં પ્રભુને જોયાં લપટી ચરણ આંસુડે ધોયાં ફુલડાં વેરતી મારગમાં એ લઇ ગઇ પોતાને ધામ….એક દિન આવશે ખળકતે તેણે રુપ નિહાળી આવી મળ્યાં પ્રભુ લાંબે ગાળે હૈયું હરખે આંસુ ન અટકે શબરી થઈ સૂમસામ….એક દિન આવશે પ્રભુએ એને ટાઢક દીધી લક્ષ્મણે ભક્તિ એની જોઇ લીધી સ્વાગતમાં જળપાન કરાવ્યાં એણે ભોજનની નહિ હામ…એક દિન આવશે છાબડી બોરની આગળ મેલી ચાખી ચાખી મીઠાં આપે ઘેલી પ્રેમ થકી આરોગ્યા પ્રભુએ ત્યાંજ કીધો વિશ્રામ……એક દિન આવશે પંપાસરની ભીલડી આતો અમર એનાં પ્રેમની વાતો રામ ગીયા રાવણને હણવા શબરી ગઈ સ્વધામ. …. એક દિન આવશે
બેન વગડે બોલે છે નામ. (૯૩) બેન વગડે બોલે છે નામ માધવનું બેન ખડવનની સળી સળીમા સળવળતું નામ મારાં માધવનું….. બેન ઝૂલે વડવાઇએ નામ માધવનું બેન થડથડ પર છુપાતુ મલકે છે નામ મારાં માધવનું….. બેન થાળે ઠલવાય નામ માધવનું બેન ક્યારે છવરાય નામ માધવનું બેન ખેતરનાં ડૂંડાંમા ડોલે છે નામ મારાં માધવનું…… બેન લણતા લણાયુ નામ માધવનું બેન ખડક્યુ ખળામાં નામ માધવનું બેન વાડે વેરાતુ વહી આવે છે નામ મારાં માધવનું….. બેન દોહયુ મટુકીમાં નામ માધવનું બેન બાંધ્યું બગીચે નામ માધવનું બેન પાથરણું પાથર્યું ને પ્રસરે છે નામ મારાં માધવનું………. બેન પીંજરે પોકારે નામ માધવનું બેન ખીલે ખેંચાય નામ માધવનું બેન બારણાંની તડમાથી સૂસવતુ નામ મારાં માધવનું…………… બેન મળતાં મળ્યું છે નામ માધવનું બેન અનુભવનું ધામ નામ માધવનું બેન બોલાવું કોકને ને પડઘામા નામ મારાં માધવનું……….. મુકુંદરાય પારાશર્ય
વનરાનુ હું તો સંતો ફુલડુ (૯૪) વનરાનુ હું તો સંતો ફુલડુ, સાધુ મને સાધુ કરી જાઓ, વેલ્યેથી ઉતારી હૈડે ધરો, વાંચો મારાં ભીતર કેરો ભાવ……. હે વનરાનુ હું તો સુકું ઈધણુ સાધુ તમે ધૂણીયુ લગાવો કાયાને પ્રજાળી ઢગલો કરું, ભભૂતિ અંગડે લગાવો……વનરાનું હે વનરાની હુંતો કડવી તુંબડી સાધુ મને વાદીડો લઇ જાશે મારું માથડુ કોરીને ધરો મીઠડાં પાણીડાં નીત પાશે……. વનરાનુ હે કોરા રે કાગળની હું ચબરખી દેહયુ મારી વાસીદે વહી જાશે મારાં ઉરમાં પાડો બે આંસુડાં તો એ જગમાં વંચાશે ……. વનરાનુ હે સુથારે ઘડેલી હું તો ચાખડી સાધુ તમે પગડામા પહેરો ઝીલું કાંટાને ઝીલું કાંકરા ફળે કાગ કેરો ફેરો……વનરાનુ
રાણા નો રંગ (૯૫) રાણાનો રંગ મને લાગ્યો ન લાગ્યો ત્યાં કાનાનો રંગ ગીયો લાગી કાયામાં કામ હજી જાગ્યો ન જાગ્યો ત્યાં રુદિયામાં રામ ગિયો જાગી માડીની સાથે હું માજોલીમા બેસીને મંદિરીએ રોજ રોજ જાતી નેણની કટોરી ભરી સાવરીઓ પીઉં એની મસ્તીમાં થાઉ મદમાતી પીધાં ધરાઉ નહીં પાણીથી પાતળીઓ બાંકે બિહારી વરણાગી……. રાણા નો રંગ રાણાને હાથ મારો સોંપ્યો એ પહેલાં મેં કાનાને હૈયું દીધું સોંપી પ્રીત તણી વેલની ન ધરતી બદલાય ઇ તો એક થળે રોપી ઈ રોપી કાન જેવા કંથકના કંકણ પહેરીને થઈ ગઈ હું અમર સુહાગી……રાણા નો રંગ
રેશમિયુ…….ઘાસ…..બની (૯૬) રેશમિયુ ઘાંસ બની ઉગે વરસાદ એનો લીલેરો લીલેરો રંગ એનો લીલેરો લીલેરો રંગ મોરલાના ટહુકારે ખેતરનાં ચાસ ચાસ (૨) છલકી ઉઠે છે અંગ અંગ હો…… ઝરણાંના ગીત થયાં છૂટ્ટા નેં પાણી તો પાગલશા દેતાં છલંગ….લીલેરો લીલેરો રંગ અંદર ને બહાર બધે થૈ થૈ થૈ થાય અને ધરતીનાં કોળે મિજાજ વૃક્ષોને ફુટે એક સામટી લીલાશ અને સંધ્યા નાં પંચરંગી સાજ વાવણીના ગીત ગાતી,નારીના હૈયાનાં આજે અનોખાં છે ભંગ….લીલેરો લીલેરો રંગ સુરજના તેજ હવે લેવાયાં છેક અને સિચણના દિન હવે ખૂટ્યાં.. સૂક્કા રે ભઠ એવાં ઉભેલાં થડિયામાં કૂણાં કૂણાં ફણગાઓ ફૂટ્યાં, રાત બધી જાગેલી ગુલમોરી આંખો માં મ્હોર્યો છે એકલો ઉમંગ…લીલેરો લીલેરો રંગ
મારે તે ગામડે એકવાર આવજો (૯૭) મારે તે ગામડે એક વાર આવજો હે આવો ત્યારે મને સંદેશો કહાવજો…. હે મારા માખણિયા(૨) મીઠાં મીઠાં ચાખજો… મીઠાં માખણથી ભરીદે મટકી મારી આજ મન મોહન આવો તમે,માખણ ખાવા કાજ સુના સુના તે ધામ રાધાના શ્યામ વીના સૂનું સૂનું છે ધામ આજે ઘનશ્યામ વીના અંતરનાં દ્વાર કહો ક્યારે ઉઘાડશો મીઠી મીઠી મોરલી ક્યારે વગાડશો હે જમનાને તીરે રાસ ક્યારે રચાવશો…. હે…. મારે તે ગામડે એક વાર આવજો વાગ્યાં મૃદંગ સૂર જાગ્યાં ઉમંગ સંગ આવ્યાં પ્રસંગ રંગ ભીનાં મારાં માખણિયા મીઠાં મીઠાં ચાખજો હે મારે તે ગામડે એકવાર આવજો……
છાનું રે છપનું કંઇ થાય નહીં (૯૮) છાનું રે છપનું કંઇ થાય નહીં થાય નહીં ઝમકે નાં ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છુપાય નહીં ઝાંઝર ને સંતાડી રાખ્યું રખાય નહીં છાનું રે છપનું કંઇ થાય નહીં…. આંખ્યું પચાવીને આંખનાં રતનને પડદામાં રાખીને સાસુ નણંદ ને ચંપાતા ચરણોએ મળવું મળાય નહીં ઝમકે નાં ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં… નણંદી ને નેપૂર બે એવાં અનાડી વ્હાલાં પણ વેરી થઈ ખાય મારી ચાડી આવેલાં સપનાંનો લ્હાવો લૂંટાય નહીં ઝમકે નાં ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં હ છાનું રે છપનું કંઇ થાય નહીં……..
માઝમ રાતે નીતરતી નભની ચાંદની (૯૯) માઝમ રાતે નીતરતી નભની ચાંદની અંગે અંગ ધરણી ભીંજાય…… સુનો રે મારગ ને ધીમો ધીમો વાયરો એનાં જોબનિયા ઘેલાં ઘેલાં થાય આભલા ઝબૂકે એનો કંઠ રે સુંદર હો ગીત કહીં ઉણું રેલાય હે એને જોઈ ને આંખ કલંકિ થાય…… કેડે બાંધીતી એણે એક વાંસળી એમાં ભેંટ ભરેલ અણમોલ એક ડગલું એક નજર એની એનો એક કૂરબાનીનો કોલ હે.. ઝૂલે રે ફુલ ફાગણનો ફોલ ફુલ વેલ….. નેણમાથી નવલા રંગ નીતરે રે એનો છેલણહારો છે દૂર હશે કોઈ બડભાગી વાલીડો પ્રિતમ જેને હૈડે કોરે કપૂર હે સપનાની ઇ કુંજ કેરો મયુર……. માઝમ રાતે નીતરતી નભની ચાંદની અંગે અંગ ધરણી ભીંજાય……
છેલાજી રે મારે હાટું (૧૦૦) છેલાજી રે મારે હાટું પાટણથી પટોળાં મોંઘાં લાવજો એમાં રુડાં રે મોરલીઆ ચીતરાવજો.. પાટણ ઓલા પાટણ શહેર ની રે મારે થાવું પદમણી નાર ઓઢી અંગ પટોળું રે એની રેલાવું રંગ ધાર હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે……પાટણ ઓલી રંગ નીતરતી રે મને પામરી ગમતી રે એને પહેરતાં પગમાં રે પાયલ છમ છમ તી રે નથડી લવિગીઆ નેં ઝુમખામા મોંઘાં મોતી મઢાવજો રે…પાટણ
મારે પાલવડે બંધાયો (૧૦૧) મારે પાલવડે બંધાયો જશોદા નો જાયો આખા રે મલકનો મણિધર મોહન એક નાનીશી કાખે સંતાયો જશોદા નો જાયો એવો રે બાંધ્યો કે છૂટ્યો ન છુટે આંખ્યુંના આંસુ ભલે ખૂટ્યાં ન ખુટે આજ ચિત્તનાથ હાથ માંરે આવ્યો જશોદા નો મારે કાંકરિયા ને મટકી ફૂટે મારગ આવી મારાં મનડાં નિત લૂંટે મને લૂંટતા એ પોતે લૂંટાયો જશોદા નો સ્તંભ વીના આખું આકાશ લટકાવ્યું મહિ ચંદ્ર સુરજ તારાનું તોરણ ટીગાડ્યુ સૌને ટિગાડનાર લટકંતા લાલ મારાં પાલવને કોરે ટીગાયો જશોદા નો જાયો મારે પાલવડે બંધાયો જશોદા નો જાયો
ઉંચી તલાવડીની કોર (૧૦૨) ઉંચી તલાવડીની કોર પાણી ગ્યાતા પાણી ભરતાં રે જોયો સાયબો બોલે અષાઢી ના મોર પાણી ગ્યાતા પાણી ભરતાં રે જોયો સાયબો……. હે ગંગા જમની બેડલું ને કીનખાબી ઈંઢોણી નજરું ઢાળી હાલુ તોયે લાગે નજરું કોની વગડે ગાજે મુરલી નાં શોર પાણી ગ્યાતા પાણી ભરતાં રે જોયો સાયબો હે ભીંજી ભીંજી જાય મારાં સાળુડાની કોર આંખ મજીથી ઘેરાણી જાણે બન્યું ગગન ઘનઘોર છાનો નાં રે આ જુનો દોર પાણી ગ્યાતા પાણી ભરતાં રે જોયો સાયબો…. ઉંચી તલાવડીની કોર પાણી ગ્યાતા પાણી ભરતાં રે જોયો સાયબો
નહીં…મેંલુ રે તારાં ફળીયામાં (૧૦૩) નહીં મેંલુ રે તારાં ફળીયામાં પગ નહીં મેલું છોને લાગ્યું છબીલા મને તારું ઘેલું….. જાણું છું ચિતડાને લાગ્યો તારો ચટકો જાણું છું કંઠ તારો સાકરનો કટકો છોને રુપ હોય તારું અલબેલુ અલબેલુ નહીં મેલું રે તારાં ફળીયામાં પગ નહીં મેલું નાક કટુ મન છોને દોડુ તારી વાહે આજ થકી હું તો નહીં આવું તારી પાહે તને ગમતું ગવન પહેરું નહીં મોર ચિતરેલુ નહીં મેંલુ રે તારાં ફળીયામાં પગ નહીં મેલું
હવે સખી નહિ બોલું (૧૦૪) હવે સખી નહિ બોલું (૩) રે કદાપી નંદકુવરની સંગે (૨) હો મુને શશીવદની કહીં છેડે ત્યારની દાઝ લાગી છે રે મારે અંગે હવે સખી નહિ બોલું (૩) રે ચંદ્ર બિંબમા લાંછન છે વળી રાહુ ગળે ખટ માથે રે પક્ષે વધે ને પક્ષે ઘટે કળા નિત્ય ન પૂર્ણ પ્રકાશે રે હવે સખી નહિ બોલું (૩)..રે.... દયાના પ્રિતમને કહે સખી શું શશી મુખ સરસુ સુખ પાશે કોટી પ્રકારે હું નહીં આવું એવાં પુરુષથી ચડાશે રે હવે સખી નહિ બોલું (૩) રે….
માલા રે માલ (૧૦૫) માલા રે માલ લહેરણિયુ લાલ ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ કે નવી તે વહુ ના હાથ માં રૂમાલ લપટી ને ચપટી દેતી રે તાલ ને શરમ ને શેરડે શોભતાં રે ગાલ તાવડીયો ચાંદલો ચોડ્યો રે ભાલ નવી તે વહુ ના હાથ માં રૂમાલ……. રાખે રાખે ને ઉડી જાય રે ઘુમ્મટો હરખાઇ જાય એનો ફુલ ગૂથ્યો ફુમતો ડોકમાં મહેકતી મોગરાની માળ ને આંખ આડે આવતાં વીખરાયા વાળ નવી તે વહુના હાથમાં રૂમાલ……. એનાં પાંપણના પલકારા વિજલડીના ચમકારા એનાં રુદિયામાં રોજ રોજ વાગે વાલમજીના એકતારા હિલ્લોળે હાથ ડોલરની ડાળ ને જાતી જોબનિયાને આંખે મશાલ કે નવી તે વહુ ના હાથ માં રૂમાલ……
મારી વેણીમાં ચાર ચાર ફૂલ (૧૦૬) માંરી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે સોહે સોહામણી રે ઝૂલ પહેલું ફૂલ જાણે મારા સસરાજી શોભતા જાણે પેલું મોગરાનુ ફૂલ, એની સુવાસે મ્હેકે ઘર ઘરનો ઓરડો ગંભીર નેં સૌમાં અતુલ….. માંરી વેણીમાં ચાર બીજું ફૂલ જાણે મારા સાસુજી આકરાં જાણે પેલું સુર્યમુખી ફૂલ સુરજ ઉગતાંની સાથે માંડતું એ મ્હેકવા સાંજ સુધી કાઢતું એ ભૂલ…મારી વેણીમાં ત્રીજું ફૂલ જાણે મારી નણદી પેલી નાની જાણે પેલું ચંપા નું ફૂલ જ્યારે જુઓ ત્યારે ખીલ્યું ને ફાલ્યું મસ્તીમાં રહેતું મશગુલ….. માંરી વેણીમાં ચોથું ફૂલ જાણે મારા હૈયાનાં હારનું જાણે પેલું રાતરાણી ફૂલ દિવસે નાં બોલે એ મોટાંના માનમાં રાતડિયે બોલે બુલબુલ…. માંરી વેણીમાં
ધમ ધમક ધમ ધમ ધમ (૧૦૭) ધમ ધમક ધમ ધમ ધમ સાંબેલું અલક મલક નું અલબેલુ સામ્બેલુ જનમ જનમ થી વહુને માથે ભાંગેલું સાંબેલું……. જેવી ઘઉંમાં કાંકરી,નણંદ મારી આકરી હલે ન પેટનું પાણી,એવી મારી જેઠાણી સાંબેલું…..઼ જેવી ફૂટે ધાણી, એવી મારી દેરાણી જેવો કૂવો ઊંડો,જેઠ એવો ઊંડો સાંબેલું…….. બોયછોને બટકો દિયર વટનો કટકો લીલી લીલી વાડીઓને સસરો એમાં ચાડીઓ સાંબેલું…… એવો બાંધો સાસુ તણો, પાણીમાં જેમ ફૂટે તણો મીઠો મધનો શીરો,એવો નણંદનો વીરો સાંબેલું…… ધમ ધમક ધમ ધમ ધમ સાંબેલું અલક મલક નું અલબેલુ સાંબેલું
તારી આંખનો અફીણી (૧૦૮) તારી આંખનો અફીણી, તારાં બોલનો બંધાણી તારાં રૂપની પૂનમનો પાગલ એકલો (૨) આજ પીઉં દર્શનનું અમૃત,કાલ કસુંબલ કાવો તાલ પૂરાવે દિલની ધડકન,પ્રિત બજાવે પાવો તારી મસ્તીનો મતવાલો આશક એકલો (૨).... પાંખો ની પરખે પરબડી આંખો જુએ પીયાયો અદલ બદલ તનમનની મોસમ,ચાતકનો ચીતરાવો, તારાં રંગ નગરનો રસિયો નાગર એકલો તારાં રુપની પૂનમનો પાગલ એકલો…..
મેંદી તે વાવી માળવે ને એનો (૧૦૯) મેંદી તે વાવી માળવે રે એનો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો….. નાનો દિયરિયો લાડકો ને કાંઇ લાવ્યો મેંદીના છોડરે…. મેંદી રંગ વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને ભાભી રંગો તમારાં હાથરે….. મેંદી રંગ લાગ્યો હે લાંબો ડગલો મૂંછો વાંકડી શીરે પાઘડી રાતી અરે બોલ બોલતો તોળી તોળી છેલ છબીલો ગુજરાતી તન ખોટું પણ મન મોટું છે ખમીરવંતી જાતી અરે ભલે લાગતો ભોળો હું છું છેલ છબીલો ગુજરાતી………. હાથ રંગીને વીરા શું રે કરું રે એનો જોનારો પરદેશ રે મેંદી રંગ લાગ્યો………
ગોકુળ ગઢથી ગોવાળણ (૧૧૦) ગોકુળ ગઢથી ગોવાળણ ઉતરી રે મથુરામાંથી નીસર્યા કાન રે ગરબી ગાયે તે જોવા આવજો રે…. મારાં પ્રભુજીને ઉતારા ઓરડા રે રાણી રાધાને મેડીના મોલ રે….. ગરબી મારાં પ્રભુજીને દાંતણ દાડમી રે રાણી રાધાને કારેલી કડ રે……ગરબી મારાં પ્રભુજીને ભોજન લાપશી રે રાણી રાધાને સાકરીઓ કંસાર રે….. ગરબી મારાં પ્રભુજીને મુખવાસ એલચી રે રાણી રાધાને પાન પચાસ રે……ગરબી મારાં પ્રભુજીને પોઢણ ઢોલિયા રે રાણી રાધાને હિંડોળા ખાટ રે….. ગરબી
ઘમ્મર ઘમ્મર ઘુમે વલોણું (૧૧૧) ઘમ્મર ઘમ્મર ઘુમે વલોણું મારું ઘમ્મર ઘમ્મર ઘુમે……. રુમક ઝુમક રુમ ઝુમે વલોણું મારું (૨) ગોરમટીની રંગ રસીલી,ગોળી મારી ગોળ રુમઝુમ એમાં રવાઇ ઘુમે,ઘુમે રેશમ દોર ને તરે ઘુમે રેશમ દોર……ઘમ્મર ઘમ્મર ચાંદો ઘુમે સુરજ ઘુમે, ઘુમે ધરતી ગોળ વચ્ચે નવલખ વિરાટ ઘુમે,રંગ ભર્યાં રસબોળ મહિડા ઘુમે ઝાકમઝોળ……. કાયા ઘુમે છાયા ઘુમે,હૈડા ઘુમે હિલ્લોળ બારે મેઘ સમંદર ઘુમે, એવાં રેલ હિલોળે મહિડા છલકે છાકમ છોળ………
એ બાયુ વ્રજમાં વાતું એવી (૧૧૨) એ બાયુ વ્રજમાં વાતું એવી થાય છે રે એ કે છે કાનો મથુરામાં જાય છે રે એ કે છે કાનો ગોકુળમાંથી જાય છે રે રથ જોડીને અખરુટ આવીયા રે એતો સાચાં સંદેશા લાવિયા રે……. કોઈ દહાડો હરિ નથી દુભવ્યા રે એ તોયે આટલાં ઉદાસી કાં થીયાં રે……. હાલો સૈયરુ અરજ ઘણી કરીએ રે હાથ જોડીને પ્રભુજીને રાખીએ રે…….. એમ સર્વે ગોપી ત્યાં ટોળે મળી રે એ દાસ જે મનનાં નાથને ઘેરી વળી રે……
એ…રુડાં ગરબે રમે રે (૧૧૩) એ રુડાં ગરબે રમે રે દેવી અંબિકા રે કાંઇ વાગે છે ઘુઘરીના ઘમકાર રે આકાશેથી ઇન્દ્ર જેવા આવિયા રે સાથે રાણી ઇન્દ્રાણીને લાવીઆ રે….. આકાશેથી બ્રહ્મા જોવા આવિયા રે એ સાથે બ્રહ્માણીને લાવિયા રે…… કૈલાસેથી શીવ જોવા આવિયા રે એ સાથે સતી પાર્વતી ને લાવિયા રે…… અયોધ્યાથી રામ જોવા આવિયા રે એ સાથે સતી સીતાજીને લાવિયા રે…… વૃંદાવન થી કૃષ્ણ જોવા આવિયા રે એ સાથે રાણી રાધાજીને લાવિયા રે….. એ ગરબો જોવા ગજાનંદ આવિયા રે એ સાથે રિધ્ધી સિધ્ધીને તેડી લાવિયા રે… હે રુડાં ગરબે રમે રે દેવી અંબિકા રે એ કાંઇ વાગે છે ઘુઘરીના ઘમકાર રે…હ
કાન તારી મોરલીએ જીરે (૧૧૪) કાન તારી મોરલીએ જીરે,ગરબો ઘેલો કીધો હે એવાં સરવા સાદની રે ગુઢા રાગની જીરે મોરલી ક્યાં રે વાગી,જીરે વિજોગણ ક્યાં રે વાગી હે કાન તારી મોરલીએ જીરે, મારાં મન હર્યા એવા સરવા સાદની રે સમી સાંજની જીરે વિજોગણ ક્યાં રે વાગી……. કાન તારી મોરલીએ મોહીને સૈયરનો સાથ મેલ્યો એવાં સરવા સાદની રે મધરાતની જીરે વિજોગણ ક્યાં રે વાગી….. કાન તારી મોરલીએ મોહીને, રોતાં બાળ મેલ્યાં એવાં સરવા સાદની રે ગુઢા રાગની જીરે વિજોગણ ક્યાં રે વાગી….. હે કાન તારી મોરલીએ મોહીને મા ને બાપ મેલ્યાં એવાં સરવા સાદની રે રુડાં ઢાળની જીરે મોરલડી ક્યાં રે વાગી,જીરે વિજોગણ ક્યાં રે વાગી………..
દાદા હો દીકરી (૧૧૫) દાદા હો દીકરી વાગડમાં નવ દેશો હો સૈઇ વાગડની વઢિયારી સાસુ, દોહ્યલી રે દિયે દળાવે મને,રાતડીએ કંતાવે રે સૈઇ પાછલે રે પરોઢિયે પાણીડાં મોકલે રે……દાદા ઓશીકે ઈંઢોણી મારે શું પાગતે સીચણિયુ રે સૈ સામેરે ઓરડિયે વહુ તારું બેડલું રે….. દાદા ઘડો ડૂબે નૈ મારું સિચણિયુ નવ પોગે રે સૈ ઉગી ને આથમણી કુવા કાંઠડે રે….. દાદા ઉડતાં પંખીડા વીરા સંદેશો લઈ જાજે રે સૈ દાદા ને કેજો કે દિકરી કૂવે પડે રે….. દાદા દાદા ને કેજો મારી માંડીને નવ કેજોરે સૈ માડી છે માયાળું આંસુડાં સારશે રે …. દાદા કૂવે ન પડશો દિકરી અફીણીઆ નવ ખાશોરેસૈ અજવાળી આઠમના આણા આવશે રે….દાદા
કુંજલડી રે સંદેશો અમારો (૧૧૬) કુંજલડી રે સંદેશો અમારો જઇ વ્હાલમને કહેજો જીરે કુંજલડી રે સંદેશો અમારો સામા કાંઠાના અમે પંખીડલા ઉડી ઉડી આ કાંઠે આવ્યાં જીરે…. કુંજલડી ૦ કુંજલડીને વ્હાલું મીઠું મહેરામણ હેજી મોરને વ્હાલું ચોમાસું રે……. કુંજલડી ૦ રામ લક્ષ્મણને સીતાજી વ્હાલા હેજી ગોપીઓ ને વ્હાલો કાનુડો રે…કુંજલડી ૦ પ્રીતિ સાગરનાં અમે રે પંખીડા પ્રીતમ સાગર વીના સૂનાં જી રે.. કુંજલડી હાથ પરમાણે ચુડલો રે લાવજો ગુજરીમાં રતન ઝડાવજો જીરે…કુંજલડી ડોક પરમાણે ઝરમર લાવજો તુલસીએ મોતીડાં બંધાવજો જીરે…કુંજલડી પગ પરમાણે કડલા રે લાવજો કાબીયુમા ઘુઘરી ઝડાવજો જીરે…કુંજલડી ભાલ પરમાણે ટીલડી રે લાવજો નથડીએ હીરલા જડાવજો જીરે…કુંજલડી
સોના વાટકડી રે કેસર (૧૧૭) સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમીઆ લીલો છે રંગનો છોડ રંગમાં રોળ્યાં વાલમીઆ હાથ પરમાણે ચૂડલી સોહે રે વાલમિયા કામ્બીઓની બબ્બે જોડ રંગમાં રોળ્યાં વાલમિયા….. પગ પરમાણે કંડલા સોહે રે વાલમિયા ગુજરી ની બબ્બે જોડ રંગમાં રોળ્યાં વાલમીઆ…. ડોક પરમાણે ઝરમર સોહે રે વાલમિયા તુલસીની બબ્બે જોડ રંગમાં રોળ્યાં વાલમીઆ નાક પરમાણે નથડી સોહે રે વાલમિયા ટીલડી ની બબ્બે જોડ રંગમાં રોળ્યાં વાલમીઆ દુહો…… હે ….મારી સોરઠ ધરા જગ જુની ને ગઢ જૂનો ગીરનાર હે સાવજડા સે જળ પીવે એના નમણાં નર ને નાર
અમે મૈયારા રે ગોકુળ ગામનાં (૧૧૮) અમે મૈયારા રે ગોકુળ ગામનાં મારે મહિ વેચવાને જાવા મૈયારા રે ગોકુળ ગામનાં મથુરા ને વાટે મહિ વેચવાને નીસર્યા નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી મારે દાણ દેવા ને લેવાં મૈયારા રે ગોકુળ ગામનાં યમુનાને તીર કાનો વાંસળી વગાડતો ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો મારે જાગી જોવું ને જાવું મૈયારા રે ગોકુળ ગામનાં માવડી જશોદાજી કાનજી ને વારો (૨) દુખડા દીએ હજાર નંદજીનો લાલો (૨) મારે દુઃખ સહેવા ને કહેવા મૈયારા રે ગોકુળ ગામનાં નરસૈંયાના સ્વામીલાલ નાનકડા કાનજી ઉતારે આતમાથી ભવભવના ભારથી નિર્મળ હૈયાની વાત કહેવા મૈયારા રે અમે મૈયારા રે ગોકુળ ગામનાં….
ઝૂલણ મોરલી વાગી રે (૧૧૯) ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર હાલને જોવાં (૨)જૈયે રે રાજાના કુંવર ચડવા તે ઘોડો હંસલો રે રાજાના કુંવર એ પીતળીઆ પલાણ રે રાજાના કુંવર બાયે બાજુ બંધ બેરખા રે રાજાના કુંવર એ દસે આંગળીએ વેઢ રે રાજાના કુંવર માથે મેવાડા મોળિયારે રાજાના કુંવર એ કીનખાબી સૂરવાલરે રાજાના કુંવર હાથે તે રમવા દડુલીઓ રે રાજાના કુંવર ખંભે ગેંડા કેરી ધાર રે રાજાના કુંવર કાને તે કુંડળ શોભતાં રે રાજાના કુંવર એ કંઠે એકાવન હાર રે રાજાના કુંવર પગમાં રાઠોડી મોજડી રે રાજાના કુંવર એ ચાલે ચટકતી ચાલ રે રાજાના કુંવર ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર હાલને જોવાં જઇએ રે રાજાના કુંવર
ચોખલીઆળી ચુંદડી માં ગરબે (૧૨૦) ચોખલીઆળી ચુંદડી માં ગરબે રમવા આવો ને રસ રઢિયાળી રાતડી માં ગરબે રમવા આવો ને સોળે શણગાર સોહે માડીમા મારું મન મોહે અનંતની ઓઢી ઓઢણીઉ ગરબે રમવા આવો ને ગગન ગોખમાં ગરબે ઘૂમે,રાતડીઉ રળિયાત રે સંગે શોભે નાથ સુધાકર,પુનમ કેરી રાત માડી ગરબે રમવા આવો ને…. ચોખલિયાળી ચોરે ને ચૌટે માં નાં કંકુડા વેરાણા ગરબે ઘુમતી ગોરી કેરાં લહેરણિયા લહેરાયા તાળી દેતાં તાલે માંડી, રુમઝુમ રમતાં આવોને ચોખલિયાળી ચુંદડી માં ગરબે રમવા આવો ને રસ રઢિયાળી રાતડી માં રુમઝુમ રમવા આવોને
કુવા ને કાંઠડે કેવડો ગોવાળિયા (૧૨૧) કુવા ને કાંઠડે કેવડો ગોવાળિયા કેવડો લળી લળી જાય,કેવડો લેને ગોવાળિયા એને વાઢુ તો બે ભર થાય, કેવડો લેને ગોવાળિયા હાથ પરમાણે બલોયા ગોવાળિયા ચુંદડી ફરીને ઘડાવ, કેવડો લેને ગોવાળિયા નાક પરમાણે નથડી ગોવાળિયા ટીલડી ફરીને ઘડાવ, કેવડો લેને ગોવાળિયા પગ પરમાણે કડલા ગોવાળિયા કાબિયુ ફરી ને ઘડાવ, કેવડો લેને ગોવાળિયા કુવા ને કાંઠડે કેવડો ગોવાળિયા કેવડો લળી લળી જાય……
શ્રાવણ વરસે સરવડે (૧૨૨) હો શ્રાવણ વરસે સરવડે, ઝરમરિયો વરસાદ કાના આવે તારી યાદ,કાના આવે તારી યાદ વીજ ઝબૂકે વાદળ વરસે તરવરિયો ઉન્માદ કાના આવે તારી યાદ (૨) જમણી આંખ ગઇ મથુરા ને ડાબી ગઈ ગોકુળમા, હૈયું વૃંદાવન જઇ બેઠું કુંજ ગલીના કુળમાં,કાના આવે તારી યાદ (૨) ગોપી થૈ ઘૂમુ કે કાના બનુ યશોદા મૈયા રાધા થઈ રીઝવુ હું તુજને હે સત પથ રખવૈયા કાના આવે તારી યાદ (૨) હો શ્રાવણ વરસે સરવડે ઝરમરિયો વરસાદ કાના આવે તારી યાદ
અલી પાંદડી આવજે નાવેલી (૧૨૩) અલી પાંદડી આવજે નાવેલી મારું ઘુમટે ઘેરાઇ જાય રે મુખડું અલબેલુ અલી વાદળી આવજે નાવેલી મારી ઝટ પટ ધોવાઈ જાય રે,પાનીઓ રંગેલી અલી માલણ આવજે નાવેલી મારી થરથર કંપે કાય રે, પાંદડીમાં પોઢેલી અલી વિજળી આવજે નાવેલી મારી નિંદર નાસી જાય રે,અધવચ આવેલી
માવડી નો દિવડો. (૧૨૪) માવડી નો દિવો(૨)દલડાની પાંખડી (૨) આજ મારો ગરબો,રાત્યુની ઈ આંખડી…… ગગને ઘૂમે તેજ તારાની ટોળી ચોકે ચમકે સરખી સૈયર ભોળી નવરાત્રીનો ચંદરવો રુડો ભગતિનો ગુંજે રે મધપૂડો…. માવડી શક્તિનાં પૂજન અંતરનાં અરચન માતાના કિરતન, નવરાત્રીનાં નર્તન નવ નવ રાતે નવલાં ગીતડા હોઠે આવે આજે કૂણાં કૂણાં હૈડા…માવડી હુ રે એકલડીને રાત એકલી આજ ટોળે મળી નાર નવેલી રાત્રિનો રંગ જમાવે રે રાસડો ધરતી ઓઢે રે આજ ટીપકીનો સાળુડો.. માવડી નો દિવડો…..……
માંરી રે વાડીનાં ભમરા. (૧૨૫) મારી રે વાડીનાં ભમરા વાડી વેડીશમા વાડી વેડીશમા ને ફૂલડાં ચૂંટીશમાં મારી વાડીમાં ચંપો ને મરવો સુગંધ લેજે પણ ફુલડાં ચૂટીશમા….. મારી વાડી માં ગંગા ને જમુના ન્હાજે ધોજે પણ પાણીડાં ડોળીશમા…. મારી વાડી માં માન સરોવર મોતીડાં લેજે પણ છીપલાં તોડીશમા…. મારી વાડી માં મેનાને કોયલ ટહુકા સાંભળજે પણ પાંજરે પુરીશમા….. મારી રે વાડી નાં ભમરા વાડી વેડીશમા
લોકે ખાધો છે બંટી ને બાવટો (૧૨૬) લોકે ખાધો છે બંટી ને બાવટો રે ઉપર ખાધી છે કળથી કથીર રે ઇન્દર મહારાજ હેઠા ઉતરો રે લોલ ગાયે છોડ્યાં હવે નાના વાછરું રે લોલ લોકે છોડ્યાં છે રોતાં બાળ જો ઈન્દર મહારાજ હેઠાં ઉતરો રે લોલ પકવ્યુ અમે ને તમે પામીયા રે લોલ અમે સુકવ્યા છે રુડાં લોહી રે શાહુકાર ને શેઠ સુણો સાહ્યબા રે લોલ ચણ્યા અમે ને તમે પામિયા રે લોલ ઉંદર ખોદે ને ભોરીગ ભોગવે શાહુકાર ને શેઠ સુણો સાહ્યબા રે લોલ સે’જે સુતેલા તમે સુખિયા રે લોલ ને ખાટે ઝુલતી રુડી નાર રે ધૂતેલા ધાન હવે ધારિયે રે લોલ ધખ્યા ધખ્યા ને ખૂન ધીખિયા રે લોલ ને શેક્યા હાડ માસ ચામ જો ધૂતેલા ધાન હવે ધારિયે રે લોલ લોકે ખાધો છે બંટી ને બાવટો રે લોલ ઉપર ખાધી છે કળથી કથીર રે ઈન્દર મહારાજ હેઠા ઉતરો રે લોલ
આજની….ઘડી…રળિયામણી (૧૨૭) આજની ઘડી રળિયામણી હારે મારો વ્હાલો આવ્યાં ની વધામણી જી રે હારે હુંતો મોતીડાં ના ચોક પૂરાવતી હારે મારાં વ્હાલીડાની આરતી ઉતારતી હોજીરે આજની ઘડી તે રળિયામણી હારે અમે ગ્યાતા વ્હાલમજીને બારણે હારે મે’તા નરસૈંયાના સ્વામી ઉભા બારણે હો જીરે આજની ઘડી રળિયામણી
આશાભર્યા….. ને…. અમે આવિયા (૧૨૮) આશાભર્યા ને અમે આવિયા ને મારે વ્હાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા શરદ પૂનમની રાતડી ને ઓલો ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા….. ઉતારા દેશું ઓરડા ને એને દેશું મેડી કેરાં મોલરે આવેલ આશા ભર્યા…. દાતણ દેશું દાડમી ને દેશું દેશું કરેલી કાબ રે આવેલ આશા ભર્યા….. નાવણ દેશું કુડિયુ ને રે એને દેશું નદી કેરા નીરરે આવેલ આશા ભર્યા….. ભોજન દેશું લાપશી રે એને દેશું રે કઢીએલ દૂધ રે આવેલ આશા ભર્યા…. મુખવાસ દેશું એલચી રે એને દેશું પાન પચાસ આવેલ આશા ભર્યા ……. પોઢણ દેશું ઢોલિયા ને એને દેશું હિંડોળા ખાટ રે આવેલ આશા ભર્યા…..
દળ……હાલ્યા……ને…વાદળ (૧૨૯) દળ હાલ્યા ને વાદળ ઊમટ્યાં ગોકુળમાં ટહુક્યા મોર મળવા આવો સુદીરવર શામળિયા…… હો તમે મળવા તે ના આવો શા માટે તમે છોએ સદાયના ચોર મળવા આવો સુદીરવર શામળિયા….. તમે ગોકુળમાં ગો ધેનુ ચારંતા તમે ભરવાડના ભાણેજ મળવા આવો સુંદર વર શામળિયા…… મે’તા નરસૈંયાના સ્વામી શામળા અમને તેડી રમાડ્યા રાસ મળવા આવો સુંદર વર શામળિયા….
છેલ્લી….. યાચના (૧૩૦) આછે છેલ્લી યાચના આપ પાસે મારા ઊંડા છેક અંતઃસ્થલેથી છેદી નાંખો ક્ષીણતા સર્વ મારી પૂરાં જોરે ખડગ ઝીંકી પ્રભુજી સુખો મારાં જીરવી જાણવાની શક્તિ દેજે દુઃખમાં એહવી કે દુઃખો મારાં શાન્ત મોઢે હસીને પોતેજ પોતાની જ પામે ઉપેક્ષા શક્તિ દેજે ભક્તિની નાથ એવી જેણે મારાં કર્મ સાફલ્ય પામે જેણે મારાં દુન્યવિ સ્નેહ પ્રેમ મહેંકી ઊઠે પુણ્યના પોયણા શા કંગાલોને જ્ઞાન હિણા કરું ના જાલીમોને પાય ઝૂકી પડું ના ઉંચે માથે ક્ષુદ્રતાની વચાળે ચાલું એવી શક્તિ આપો પ્રભુજી
બાજે બાજે એકતારો (૧૩૧) બાજે બાજે એકતારો વૈરાગી નો બાજે અલખ એકતારો બારો નીકળ ભાઈ બારો વૈરાગી નો બાજે અલખ એકતારો…….. સુખનાં દિવાને એક ખૂણે સંકોરતા ક્યાંય ના ઉજાસનો આરો…. વૈરાગી નો જીવતરનો પાતાળી પાયો આનંદનો ને દુઃખની ચણી તે દિવાલો……વૈરાગી નો મુક્તિનો શોર તું મચાવે એમ તારાં પડઘાતા સામે સવાલો….. વૈરાગી નો રોજીંદી દુનિયા છો માંગે હિસાબ ભલે જોને અગમનો ઇશારો….. વૈરાગી નો આઘેના તારાંને ચમકારે ચમકારે બ્રહ્માંડે મારી આવ આંટો જોને કિરણોનો ક્યાંય છે કિનારો…વૈરાગી નો ઉડી ઉડીને વળી ઉડે એવી તો કોઈ પ્રીત કેરી પકડીલે બાંયો ….. વૈરાગી નો ઘરના છાયાની મને વણથંભી વાદળી વાટ મહીં ઘરની જ છાય સાચો આ નેહને સહારો ……વૈરાગી નો
જેને વ્હાલા સે વિજોગ (૧૩૨) જેને વ્હાલા સે વિજોગ રે જેને પીયુસે વિજોગ રે સુખેથી આ મન કોઇ દિ’સુવે નહીં લોચનીયા લોચે, હેજી કોમલ મુખને કારણ રે આ તન રેવે નહી દીન તો કરીને ગયાં છોને દયાનાથ રે…. સુખેથી પતિ વિના ઝુરે જેનો,પિયુડો પરદેશમાં રે વિરહ વિપતથી જેના તનમાં લાગેલો તાપરે સુખેથી આ મન કોઇ દિ'સુવે નહીં…. પુતરને પોઢાડી જેની જનેતા ભૂલી ગઇ પારણું બાળકને બળાપે જેને કોટિક બેસે કર્મ રે સુખેથી આ મન કોઇ દિ'સુવે નહીં….. વેળેથી વિખૂટી જેમ ઝૂરે જળની માછલી રે તરછોડી જાતાં ઓ ત્રિકમ તમને ખોટ રે સુખેથી આ મન કોઇ દિ'સુવે નહીં….. દાસ સવો કહે છે હેજી વિજોગની આ વિનંતી વ્હાલાને મળવાને જેણે દોડીને કાઢી દોટ રે સુખેથી આ મન કોઇ દિ'સુવે નહીં…..
એક તુટેલું બીન. (૧૩૩) એક તુટેલું બીન, બીજું મન ગમગીન હો…બોલે તોયે શું,ન બોલે તોયે શું નિર્જન વગડાની વાટે, એક વાદળ વરસ્યું ના વરસ્યું નિર્ભર સરવરિયાની પાળે એ કોઈ સૂરે તરસ્યું નાં તરસ્યું એક તડપતી મીન,બીજુ પંખી પાંખો વિણ હો..બોલે તોયે શું,ન બોલે તોયે શું….. જેનો બેસુરે તૂટ્યો તાર, આધારે નિરાધાર હોઠે ન આવે, હૈયાની વાણી આંસુ કરે ઉચ્ચાર હો…બોલે તોયે શું ન બોલે તોયે શું…. એક ચાતક છુરે જમીન બીજો શ્રાવણ વર્ષા દિન હો…બોલે તોયે શું ન બોલે તોયે શું….
છીયે દુઃખિયા રે અમેતો (૧૩૪) છીયે દુઃખિયા રે અમેતો, નથી સુખિયા મારી રે દાઝેલ રે દેહુના, અમે છીયે દુઃખિયા જોગણ થઈ ને મેંતો જનમ ગુમાવ્યો મારી રે દાઝેલ રે દેહુના અમે છીયે દુઃખિયા…. એવાંપરદેશી હારે મારે પ્રીત્યું રે બંધાણી હે રોઈ રોઈ ખોઈ મેંતો માંરી અખિયાં મારી રે દાઝેલ રે દેહુના અમે છીયે દુઃખિયા… બાઇ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર હે.. હરિને ભજીને અમે થાશું સુખિયા મારી રે દાઝેલ રે દેહુના અમે છીયે દુઃખિયા….
મારી બંસીના બોલ બે. (૧૩૫) મારી બંસીના બોલ બે વગાડી તું જા મારી વિણાની વાણી બજાવી તું જા ઝંઝાના ઝાંઝર ને પહેરી પધાર પીયા કાનનાં કમાડ મારા ઢંઢોળી જા પોઢેલી પાંપણ નાં પડદાં ઉઘાડી જરા સોનેરી સોણલું બતાવી તું જા….. મારી ઘાટે સંતાણી મારી હોડી વછોડી જા સાગરની સેરે ઉતારી તું જા મનના માલિક તારાં મોજાંનાં હલેસે ફાવે ત્યાં એને હંકારી તું જા…મારી
સહજ મીલે સો સોના (૧૩૬) સહજ મીલે સો સોના રે મનવા સહજ મીલે સો સોના મૈંને પાયા સો સહ તેરા તેરા હૈ જો વો સબ મેરા ફીર ક્યું હંસના રોના રે મનવા સહજ મીલે સો સોના બાહિર પાયા ભીતર ખોયા ભીતર દેખા, સબકુછ પાયા ક્યા પાના ક્યા ખોના રે મનવા સહજ મીલે સો સોના
હજી વ્હાલમને આવવાની વાર (૧૩૭) હજી વ્હાલમને આવવાની વાર તમે જંપો બે પોપચાં લગાર મારી સાથે કાં રાત ભરી જાગો? હજી વ્રેહથી વિન્ધાય અંગ આખુ તમે શીદને રડો લ્યો છાના રાખું રે કેમ મારી પીડા ઉછીની તમે માંગો……હજી ગણતા થાકુ છું હુંતો આભના તારલીઆ તમે કીકીમાં કેમ રહો ઝીલી આવુ ઠેલાતુ હવે વ્હાણુ ને આજ મારી રાતરાણી કેમ નથી ખિલિ હજી કિરણોને જંપવાને વાર તમે જંપો બે પોપચાં લગાર મારી સાથે કાં રાત ભરી જાગો…… વ્હાલમને આવવાની વેળા થશે ને ને મારી રાતલડીના ઉઘડશે ભાગ એને હૂફાળે સંગ જાગવાની ઝંખનાનો ગુજરશે જ્યારે એક રાગ ત્યારે પળમાં બીડાશે બેઉં દ્વાર તમે જંપો બે પોપચાં લગાર મારી સાથે કાં રાત ભર જાગો. હરિન્દ્ર દવે
રમતું ‘તુ રાત દિન. (૧૩૮) રમતું’તુ રાત દન જીભે જેનુ નામ ઇ જીવતો ને જાગતો,જો આવી મળે આમ તો ઝબ્બ લીધો ઝાલી, હવે છોડે ઇ બીજા સઈ અમી નહીં?અમી નહીં? કરડી સુગાળવી નજરે નિહાળી રિયા આવતાં ને જાતાં સહુ લોગ ને હસી હસી હારે, અમે જુઠી મરજાદના ઓઢણ ઉતાર્યા છડે ચોક રે ઊભી બજાર બીચ,વિટ્યો કાળો કામળો કે ઔર કો મલીર હવે ઓઢે ઈ બીજા સહી અમી નહીં? અમી નહીં? ઘેર ઘેર થાય ભલે વાતું વગોવણીની જીવને ન છોભ જરી થાતો જગના વેવારથી વેગળો તે વ્હાલપનો જોઇ બીજો બાંધ્યો છે નાતો ભવભવના ભાગ લીધા આકીલે લાડ કે ચાંદલો બીજાનો હવે ઓઢે તે બીજા સહી અમી નહીં?અમી નહીં? પ્રદ્યુમ્ન તન્ના
આપણે પોતેજ થઈ જઈએ. (૧૩૯) આપણે પોતે જ થઈ જઈએ ભીનાશને ઓગાળી દઇએ આકાશને….. ઓગાળી દઇએ આકાશને પહેલા વરસાદની માટીની ફોરમને ભરીએ અંતરની સુવાસને…. ઓગાળી.. કોરાં બહાર શા આપણે છતાંય રહે ભીતરની ભોમકા તો લીલી લાંબા લચ રણ જેવી આપણી હથેળીમાં લઇએ વરસાદ ને ઝીલી નાસી ન જાય ક્યાંક કેદ કરી લઇએ ચાલો આપણે આ કાયમી લીલાશને ઓગાળી દઇએ આકાશને…… સુરજને ઉગવાની વેળા નો રાગ થઈ વાગીએ સમયની શરણાઇમા આપણું મિલન તો હોય એવું મિલન અંત જેનો ન આવે જુદાઈમા આપણાં પ્રવાસના મારગમાં વાવીએ મહેકંતી મનની મીઠાશને ઓગાળી દઇએ આકાશને……..
એક પા લહેરે (૧૪૦) એક પા લહેરે દરિયો આણી કોર મધુરી ધરતી ફોરે જાય છેડાલગ સીમમાં ઉઠે ડમરી આરોપાર આ સુરજ તડકા ઢોળે જાય છેડાલગ છેડાલગ આપણે લીલું ઘાસ (૨) ને લીલાં ઘાસ ને એવી મંછા કે આકાશ ભરી દઉ હેત કરી લઉ હરણાં ને,બે વાત કરી લઉ, વાયરા સાથે નાચ કરી લઉ, હાથ ધરો તો હાથ ઝાલી લઉ એવડો કે આ જીંદગી જોડે જાય છેડાલગ… જળની એવી રીત (૨) કે એના ઉરમાં જલે વિજળી તો વરસાદ કરી દે પંડનુ આખુ પોત બળી ને ગીત બને એ પળને જરી યાદ કરી લે પળમાં ઝાલી પળને કોઈ સાચવે તો એ પળમાં પહોંચી જાય છેડાલગ…એક પા૦ ધ્રુવ કુમાર ભટ્ટ
યાયાવર ગાન. (૧૪૧) દરિયાની છાતી પર ઢોળાતુ જાય એવું યાયાવર ગાન છીએ આપણે સમદરને પાર જેના સરનામાં હોય એવા વણ જાણ્યાં નામ છીએ આપણે હોવું તો વાદળીઆ શ્વાસ જેવી વાત જેમ ધરતીને સાંપડી સુગંધ આપણો તો કલબલનો એવો પ્રવાસ જેની એકે દિશા ન હોય બંધ સમદરની છોળ જેમ સમંદરમાં હોય એમ આપણો મુકામ છીએ આપણે યાયાવર ગાન છીએ આપણે…… પાંખમાં ભરીને ચાલો આખું આકાશ કોઈ તગતગતા સરોવરમાં ઢોળીએ ભાગતા કિનારાનું ભાંગે એકાન્ત એવી કલબલતી કોઈ વાત બોલીએ માળામાં હોય નહીં આપણને સાદ સાવ ટૂંકા રોકાણ છીએ આપણે યાયાવર ગાન છીએ આપણે……
બારબાય બાર જેવી (૧૪૨) બારબાય બાર જેવી બાથરૂમો હોય અને પચ્ચી બાય ચોવીના ઓરડા એવી મોટી મહેલાતુને ટક્કર મારે તે મારા ચાર પાંચ નળિયાનાં ખોરડાં……. ઓરડા ને આડ નહીં,ફરતે દિવાલ નહીં નજરુંની આડે નહીં જાળિયુ તકતીમાં નામ જેવી ખોટી જંજાળ નહીં ચોપન દિશામાં એની બારિયુ બંધન ગણો તો પણે આંબલીના ઝાડ હેઠળ છોકરાએ ટાગેલા દોરડા…. મારાચાર ઘરમાં બેસું ને તોયે સુરજની શાખ દઇ ચાંદરણા તાળી લઈ જાય છે કેમનું જીવાય કેવી રીતે મરાય એવી વાયરાઓ વાતો કહી જાય છે એકવાર ફફડે છે હોઠ અને મહેંકે છે ભીંતે ચીતરેલ બધાં મોરલા…મારાં ચાર પાંચ ધ્રુવ કુમાર ભટ્ટ
આલ્લે આતો ખરેખરી થઈ (૧૪૩) આલ્લે આતો ખરેખરી થઈ તમે મજામાં અમે મજામાં કૌતુક જેવી વાત બની ગઈ અમે મજામાં તમે મજામાં નામ ઠામ ને નાણું ભાણું ગોઠવવામાં રાત પડી ગઈ જાતને આગળ ધરતા ધરતા આખે આખી જાત મરી ગઈ અંદર ખાને કબર બની ગઇ અમે મજામાં તમે મજામાં…… જાગ્યાં ત્યાંથી સૂતા સુધી માં હસ્યા મહીનુ સાચ કેટલું મન તો ઠાલું હળાહળાછે સાવ તૂટેલા કાચ જેટલું હાથ મિલાવો ટેવ પડી ગઈ અમે મજામાં તમે મજામાં…….. ધ્રુવ કુમાર ભટ્ટ
ઓચિંતુ કોઇ મને રસ્તે મળે (૧૪૪) ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને કદિ ધીરેથી પુછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપર થી કુદરતની રહેમ છે… ફાટેલાં ખીસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ એક્લો ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યાં કરે છે મને રોજ તાળું વસાય નહીં એવડી પટારીમા આપણો ખજાનો હેમખેમ છે આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપર થી કુદરતની રહેમ છે……. આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી સુરજ તો ઉગે ને આથમીએ જાય મારી ઉપર આકાશ એમ નેમ છે આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપર થી કુદરતની રહેમ છે……… ધ્રુવ કુમાર ભટ્ટ
શું રે થયું છે મને હું રે શું જાણું (૧૪૫) શું રે થયું છે મને હું રે શું જાણું મને વ્હાલું લાગે છે તારું મુખ જોઉ જોઉં જોઉં તોયે જોતાં ધરાવું નહીં ભવભવની હાય બળી ભૂખ………. ક્યાં રે ઊગ્યો ને ક્યાં આથમ્યો રે દન મારો ક્યારે ઢળી મધરાત? તારી તે મુરતી ને ને કેતા ન કેતા મારી પૂરી ન થાય હજી વાત……. શું રે થયું છે કોક કોક વાર તારી કાયા અલોપ બને કોક વાર બાહુમાં કેદ જોગ ને વિજોગ હવે ક્યારે જોખાવુ મારા નૈણા ભૂલી ગયા ભેદ….. શું રે થયું છે મ આરે અવતાર ભલે વાદળીઓ વહી જતી કેવાં તે સુખ ને દુઃખ? આખો જન્મારો તને આંખોમાં રાખું મને વ્હાલું લાગે છે તારું મુખ….. શું રે થયું છે મને હું રે શું જાણું મને વ્હાલું લાગે છે તારું મુખ. મકરંદ દવે
યે દોલત ભી લે લો (૧૪૬) યે દોલત ભી લે લો યે શોહરત ભી લે લો ભલે છીન લો મુજસે મેરી જવાની મગર મુઝકો લૌટાદો બચપન કા સાવન વો કાગઝ કી કસ્તિ વો બારીશકા પાની (૨)..... મુહલ્લે કી સબસે પુરાની નીશાની વો બુઢિયા જીસે બચ્ચે કહતે થે નાની વો નાની કી બાતોમે પરિઓકા ડેરા વો ચહેરે કી ઝુરીઓમે સદિઓકા ફેરા ભૂલાયે નહીં ભૂલ સકતા હૈ કોઈ વો છોટી સી રાતે વો લંબી કહાની (૨)....... કદિ ધૂપમે અપને ઘરસે નીકલના વો ચિડિયા વો બૂલબૂલ વો તીતલી પકડના વો ગૂડિયા કી શાદિમે લડના ઝગડના વો ઝૂલો સે ગીરના વો ગીરકે સંભલના વો પીપલ કે છલનો કે પ્યારે સે તોફે (૨) વો તૂટી હુઇ ચૂડીઓકી નિશાની વો કાગજ કી કસ્તિ વો બારીશકા પાની……
હમ…..ખોજ ખોજ….ગયે (૧૪૭) હમ ખોજ ખોજ ગયે હાર હાર ગીરીવર નિકુંજ બન ડાર ડાર હમ ખોજ ખોજ ગયે હાર હાર કૌન સી નગરી મેં બસે મોરે મોહન જાઉં કહાં તજી પ્રેમ નિકેતન હુઈ દેર અબ ખોલો દ્વાર……હમ સા ગ મ ધ ની સા આરોહ સા નિ ધ મ ગ સા અવરોહ રાગ માલકૌંસ
વાતે વાતે તને વાંકું પડે (૧૪૮) વાતે વાતે તને વાંકુ પડ્યું ને મેં તો વાતો ની કુંજ ગલી છોડી દીધી શબ્દો ને પંથ તો કોને નડ્યું ને મેંતો વાતો ની કુંજ ગલી છોડી દીધી આંખોમાં વાદળાંને શ્વાસોમાં વાયરા પણ અડકો તો ભોમ સાવ કોરી તારા તે કામ લગી આવી ઢોળાઇ ગઇ હોઠ સમ અમૃત કટોરી પંખીની પાંખ મહીં પીંછું રડ્યું મેં તો વાતો ની કુંજ ગલી છોડી દીધી….. હવે ખળખળતા ટળવળતા અંધારા જાય તે અણધાર્યો તૂટી પડ્યો સેંથો પાસે રહીને મને લાગે છે પ્રેમ (૨) હવે કેટલાએ જનમોનુ છેટું પડ્યું સપનાંને વેદનાનું વૈકુંઠ જડ્યું ને મેં તો વાતો ની કુંજ ગલી છોડી દીધી…. જગદીશ જોષી
એકવાર હું ને મીરા મથુરામાં ગ્યાતા (૧૪૯) એકવાર હું ને મીરા મથુરામાં ગ્યાતા ઘુઘરને ઘમકારે ઘેલાં ઘેલાં થ્યા’તા હાથમાં લાકડીઓ હતી પગમાં ચાખડીઓ હતી મંદિરની ઓસરીમાં,રાત અમે રહ્યા’તા…એક૦ કાળા કાળા કૃષ્ણ હતાં,ધોળી ધોળી ગોપીઓ બોરી કાળી બંડી ને, માથે કાન ટોપીઓ રાસની રમઝટમાં અમે કાન ગોપી થ્યા’તા…. ભજનોની ધૂન હતી, હું મોહ્યો’તો ગીતમાં મીરાં તો જોતી હતી માધવને ભીંતમાં પથરા પણ સાદ પાડી રહ્યા’તા…. એકવાર હું ને મીરા મથુરામાં ગ્યાતા
સાંવરિયો રે મારો સાંવરિયો (૧૫૦) સાંવરિયો રે મારો સાંવરિયો હુંતો ખોબો માંગું ને દઈ દે દરિયો જાણે અત્તર ઢોળાયું છે રુમાલ માં એથી લદબથ ભીંજાણી હું વ્હાલમાં મારા વ્હાલમનુ નામ મારું નાણું મારાં જીવનું ગુલાલ જેવુ ગાણું જાણું રે એણે ખાલી ગળામાં ટહુકો ભરિયો કોઈ પૂછે કે ઘર તારું કેવડું? મારો વ્હાલમજી બાથ ભરે એવડું આંખ ખટકે ઉજાગરાથી રાતી ઝીણાં ધબકારે ફાટફાટ છાતી છબિલો માંરો સાવ ભોળો ને બહાવરિયો રમેશ પારેખ
પાસ પાસે તોયે કેટલાં જોજન (૧૫૧) પાસ પાસે તોયે કેટલાંજોજન દૂરનો આપણો વાસ જેમકે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ રાત ‘દિનો સથવાર તે સામે મળવાનું તો કોઈ દા’ડો સુખ મળતું નથી આવકારનુ વન અડાબીડ બારણું ખોલી ફળિયામાં સળવળતું નથી આંસુને યે દઇ દીધો છે ભવનો કારાવાસ….. પાસપાસે તો એ ઝાડથી ખરે પાંદડું એમાં કેટલાં કિરણ આથમ્યા નું સંભારણું હશે આપણી વચ્ચે “આવજો”ની કોઈ ભીત હશે કે યાદ જેવું કોઈ બારણું હશે? પડખે સુતાં હોય ને લાગે શમણાંનો સહવાસ જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ પાસપાસે તો એ કેટલાં જોજન દૂરનો આપણો વાસ
પાન લીલું જોયું ને તમે યાદ (૧૫૨) પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં જાણે શ્રાવણમાં આભનો ઉઘાડ થયો રામ એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં…… કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં જાણે પગરવની દુનિયાનો શોર થયો રામ એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં હરિન્દ્ર દવે
ગઢને હોંકારો તો કાંગરા એ દેશે (૧૫૩) ગઢને હોંકારો તો કાંગરા એ દેશે પણ ગઢમાં હોંકારો કોણ દેશે રાણાજી તને ઉંબરે હોંકારો કોણ દેશે આઘે આઘે થી તેને આવ્યાં છે કહેણ જઇ વ્હાલમશુ નેણ મીરાં જોડશે હવે તારો મેવાડ મીરાં છોડશે…… આઠે અકબંધ તારા ભીડ્યા દરવાજાના ફૂલ જેમ ખૂલશે કમાડ વેગીલી સાંઢણીઓ વહી જશે દૂર, મૂકી ધૂળ મહીં ઊડતો મેવાડ કિનખાબી પહેરવેશ કોરે મૂકીને મીરાં કાળું મલીર એક ઓઢશે…હવે તારો ૦ પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઈ લેણદેણ તૂટ્યાં નું શૂળ ડમરી જેવું રે સહેજ ચડતું દેખાશે પછી મીરાં વિખરાયા ની ધૂળ મીરાં વિનાનું સુખ ઘેરી વળશેને રાજ રુંવે રુંવે થી તને તોડશે…હવે તારો ૦ રમેશ પારેખ
રામ સભામાં અમે રમવાને ગ્યાતા (૧૫૪) રામ સભામાં અમે રમવાને ગ્યાતા પહલી ભરીને રસ પીધો રે હરિ નો રસ અમે પુરણ પાયો….. પહેલો પીયાલો મારા સદગુરુ એ પાયો બીજે પીયાલે થઈ છું, ઘેલી રે ત્રીજો પીયાલો મારા રોમેરોમ વ્યાપ્યો ચોથે પીયાલે રસ રેલી રે….. રામ સભામાં ૦ રસબસ એકરૂપ રંગ રસિયા સાથે વાટ ન સુઝે બીજી વાટે રે મોટા જોગેશ્વર જેને નજરે ન આવે એ મારા મંદિરીઆમા મ્હાલે રે…રામ સભામાં અખંડ હેવાતણ મારાં, સદગુરુ એ દીધાં અખંડ સૌભાગી અમને કીધાં રે ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી દાસી પરમ સુખ પામી રે…. રામ સભામાં
બા…….એકલા…….જીવે (૧૫૫) બા એકલા જીવે,બા સાવ એકલા જીવે એકલતાના વરસો એને ટીપે ટીપે પીવે બા સાવ એકલાં જીવે….. બા નાં ઘરમાં વેકેશન, જ્યાં માળો બાંધી રહેતું રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વહેતું દોડાદોડી પકડાપકડી સહુ પકડાઇ જાતાં ભાઇભગીની ભેળાં બેસી,સુખનો હિંચકો ખાતાં સુખડીમા ઘી રેડી રેડી,બા સહુને ખવડાવે ઉડવાનું બળ આપી,પાછી ઉડવાનું શીખવાડે સુખનો સુરજ,છાનો માનો, જલતો બાના દીવે બા સાવ એકલાં જીવે…… કાળ કુહાડી ફરી, કપાયાં વેકેશનના ઝાડ કોઈ હવે પંખી ન ફરકે,ચણવા માટે લાડ સુનકાર ને સંનાટ્ટાઓ, ઘરમાં પહેરો ભરતા બાના જીવતરની છત પરથી ઘણાં પોપડા ખરતા સુખડીનો પાયો દાઝેલો, શેમાં એ ઘી રેડે બાના સૌએ સપનાં તોડ્યાં,કોણ બાને તેડે ફાટેલાં સાળુડા સાથે, કૈંક નીસાસા સીવે બા સાવ એકલા જીવે….. કમસે કમ કો’ટપાલ આવે તાકે આંખો રોજ નીચું ચાલી જાય ટપાલી, ખાલી થાતો હોજ દાદાજી ના ફોટા સામે, કૈંક સવાલો પુછે, ફ્રેમ થયેલા દાદા એની આંખો ક્યાંથી લુછે શબરીજીને ફળી ગયા,એ બોર અને એ રામ બાના આંસુ બોરબોર,પણ ન ફરકે એ રામ મુકેશ જોષી
હરિ…..આમ…..છેટા છેટા (૧૫૬) હરિ આમ છેટા છેટા ન રહીએ કોક દિ તો ભક્તોનાં થોડાં થઇએ નયણાં દીધાં પણ દર્શન ન દીધાં ઊચેરે ગગનને ખોરડે બેસણાં રે કીધાં સમજું ને ઝાઝું શું કહીએ…. હરિ આમ ૦ મનનું મંદિર મેંતો એવું રે સજાવ્યું આંસુના ફુલડાં નું આસન બિછાવ્યુ તનનો તંબુરો ઘૂંટી લઇએ…હરિ આમ ૦ અવિનાશ વ્યાસ
સહજ… મળ્યું….તે લીધું (૧૫૭) સહજ મળ્યું તે લીધું મેંતો સહજ મળ્યું તે લીધું ખળખળતા ઝરણાંનું પાણી,અમૃત જાણી પીધું મેંતો સહજ મળ્યું તે લીધું ….. આવળ બાવળનાં ફુલોમા ફુલ ગુલાબી દીઠાં વનવગડામાં ભમતા લાગે, ચણીબોર પણ મીઠાં ક્ષણ ક્ષણ જીવને ડંખે એવું,કામ ન એકે કીધું મેં તો સહજ મળ્યું તે લીધું …. ચપટી મળ્યુંતે સીરપર ધાર્યું,મણનીલાલચ છોડી આતમને અજવાળે મેંતો,ધરમ ધજાઓ ખોડી આડો અવળો મારગ મેલી, જાવું છે ઘર સીધું મેં તો સહજ મળ્યું તે લીધું….. લાલજી કાનપરિયા
ગગન વાસી ધરા પર બે ઘડી (૧૫૮) ગગનવાસી ધરાપર બે ઘડી શ્વાસો ભરી તો જો જીવનદાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો સદાયે ષેશ હૈયા પર શયન કરનાર હો ભગવંત ફક્ત એકવાર કાંટાળી પથારી પાથરી તો જો.. જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો નથી આવાત સાગરની,ભવસાગરનીવાતો છે અવરને તારનારા તું સ્વયં એને તરી તો જો ન્યોછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલી છે જાગીર વફાના શ્વાસ ભરનારા,મરણ પહેલાં મરી તો જો જીવનદાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો
ધુણી રે ધખાવી બેલી (૧૫૯) ધુણી રે ધખાવી બેલી અમે તારા નામની અમે તારા નામની,અલખ નાં રે ધામની ધુણી રે ધખાવી બેલી અમે તારા નામની ભૂલો રે પડ્યો રે હંસો, આંગણે ઊડીને આવ્યો તન મન થી તરછોડાયો,મારગ મારગ અથડાયો હે ગમ ના પડે રે એને, ઠાકર તારાં નામ ની ધુણી રે ધખાવી બેલી અમે તારા નામની કોને રે કાજે જીવડા, ઝંખના તને રે જાગી કોની રે વાટ્યું જોતા,ભવભવની ભાવટ ભાંગી તરસ્યું રે લાગી એને, ઠાકર તારા નામની રે ધુણી રે ધખાવી બેલી અમે તારા નામની અવિનાશ વ્યાસ
સુન મેરે ભાઈ રે (૧૬૦) સુન મેરે ભાઈ રે,સુન મેરે બંધુ (૨) કબીરા બીગડ ગયો બીગડ ગયો બીગડ ગયો પારસકે સંગમે લોહા જો બીગડ ગયો બીગડો(૨)હો તો ઐસો બીગડો બીગડો(૨)હો તો કંચન ભયો…. કબીરા ૦ દહીં કે સંગમે દૂધ જો બીગડો બીગડો (૨)હો તો ઐસો બીગડો બીગડો (૨)હો તો મખ્ખન ભયો…કબીરા ૦ ગણીકાકે સંગમે કબીરા બીગડ ગયો બીગડો(૨)હો તો ઐસો બીગડો બીગડો (૨)હો તો કંચન ભયો….. કબીરા ૦
મહેકમા મહેક મળી જાય તો (૧૬૧) મહેકમા મહેક મળી જાય તો મૃત્યુ ન કહો તેજમાં તેજ ભળી જાય તો મૃત્યુ ન કહો રાહ જુદો જ જો ફંટાય તો મૃત્યુ ન કહો સ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો દીર્ઘ યાત્રાની જરુરતથી સત્ય થઇ જઇને એક મંઝીલની લગન આંખે ઉતરવા દઇને ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને આવજો કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો ભેદની આંખે ન જણાયા તે તત્વો કળવા જે અગોચર છે અસ્તિત્વને હરદમ મળવા દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા દ્રષ્ટિ જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નીરખવા માટે માનવીની સૃષ્ટિની સીમાને પરખવા માટે દીલના વિસ્તારની દુનિયામાં વસવા માટે કોઈ મહેફિલથી ઉઠી જાય તો મૃત્યુ ન કહો મહેંક માં મહેંક મળી જાય તો….. હરિન્દ્ર દવે
ભાઇ મારો સાથીડો રીસાણો (૧૬૨) ભાઇ મારો સાથીડો રીસાણો એને કોણ મનાવા જાય કાચી માટીનાં ઘાટ ઘડુલા, તે પણ ફૂટી જાય પરદેશીની પ્રીતડી તે કાંઇ પળમાં તૂટી જાય ભાઇ મારો સાથીડો રીસાણો એને પીંજરમાંથી પોપટ હાલ્યો, પીંજર ઝોલાં ખાય સરખી મળી સાહેલડી કાંઈ અવળાં મંગળ ગાય……ભાઇ મારો સાથીડો રીસાણો એને પાંચ તત્વકા પીયુ હમારા, તે છોડ્યાં કેમ જાય જ્ઞાન ગરીબી ર્હદયમા રાખીલે, થનાર હોય તે થાય……ભાઈ મારો સાથીડો રીસાણો એને સદગુરુ કાં સ્મરણ કરીલે,રદય કમળ સુધી જાય. કહત કબીરા સુનો ભાઈ સાધો વૈકુંઠવાસી થાય ભાઇ મારો સાથીડો રીસાણો એને કોણ મનાવા જાય……કબીર
ગરવ કીયો સોઈ નર હાર્યો (૧૬૩) ગરવ કીયો સોઈ નર હાર્યો સીયારામ જીસે ગરવ કીયો સોઈ નર હાર્યો…. ગરવ કીયો એક રતનાગર સાગરે, નીર ખારો કરી ડાર્યો, સીયારામ જીસે ગરવ કીયો સોઈ નર હાર્યો…. ગરવ કીયો એક ચકવા ને ચકવીએ રૈન વિયોગ કરી ડાર્યો સીયારામ જીસે ગરવ કીયો સોઈ નર હાર્યો…. ગરવ કીયો એક અંજની કેરે પુત્રએ પાવ ખોડો કરી ડાર્યો સીયારામ જીસે ગરવ કીયો સોઈ નર હાર્યો… ગરવ કીયો એક હરણાકંસ રાજાએ નોર વધારી ને માર્યો સીયારામ જીસે ગરવ કીયો સોઈ નર હાર્યો…. ગરવ કીયો એક લંકાપતિ રાવણે મુકુટ કાઢી ડાર્યો સીયારામ જીસે ગરવ કીયો સોઈ નર હાર્યો… ગરવ કીયો એક આવળ ફુલડે લઇ ચમાર તાર્યો સીયારામ જીસે ગરવ કીયો સોઈ નર હાર્યો કહત કબીર સુનો ભાઈ સાધો શરણે આવ્યો વાકો તાર્યો સીયારામ જીસે ગરવ કીયો સોઈ નર હાર્યો….. કબીર
હરિ એટલું તો વેણ મારું રાખજો (૧૬૪) હરિ એટલું તો વેણ મારું રાખજો મને વાટ્યું જોવાનાં કોલ આપજો ખાલી નજરુની જેમ વેરાતી ઉભી છું ખાલીખમ અવરવની ઓરડી શબરીની આંખ થઈ ,ઝૂર્યા કરુંછું નથી બોરાં બચ્યાં કે નથી બોરડી તમે ફોરમના પડછાયાં વાવજો હરિ એટલું તો વેણ મારું રાખજો….. સગપણમાં એક સાંજ વરસાદી હોય હોય ઉપરથી વિજળીના કડાકા તનમનમાં એમ છતાં જીરવાતા હોય હરિ લેણદેણ ખૂટ્યાના ધ્રાસકા તમે એટલો સંદેશ મારો કાપજો હરિ એટલું તો વેણ મારું રાખજો….. હરિહર જોષી
એકલાં જ આવ્યા મનવા (૧૬૫) એકલાં જ આવ્યા મનવા એકલાં જવાના સાથી વિના સંગી વિના એકલાં જવાના કાળજાની કેડીએ કાયા ન સાથ દે કાળી કાળી રાતડીએ છાયા ન સાથ દે છાયા ના સાથ દે ભલે, કાયાના સાથ દે ભલે પોતાનાજ પંથે, પોતાના વીનાના સાથી વિના સંગી વિના એકલાં જવાનાં…… આપણે એકલા ને કિરતાર એકલો એકલા જીવોને તારો આધાર એક્લો એકલા રહીએ ભલે,વેદના સહીએ ભલે એકલા રહીને ભેરુ થાઓરે બધાનાં સાથી વિના સંગી વિના એકલાં જવાના….
દયાના સાગર થઇ ને (૧૬૬) દયાના સાગર થઇ ને કૃપા રે નિધાન થઇને છોને ભગવાન કહેવડાવો, મારાં રામ તમે સીતાજી ને તોલે ન આવો….મારા રામ કાચાં રે કાન તમે, ક્યાં ના ભગવાન? અગ્નિ પરીક્ષા કોની કીધી? તારો પડછાયો થઇ ને વગડો એ વેઠ્યો એને લોકોની વાતોએ ત્યાગી દીધી પતિ થઈ પત્નીને ઓળખતાં ન આવડ્યું છોને ઘટઘટના જ્ઞાતા કહેવડાવો પણ રામ તમે સીતાજીને તોલે ન આવો… તમથી એ પહેલાં અશોક વનમાં સીતાજી એ રાવણને હરાવ્યો દૈત્યોની વચમાં નીરાધાર નારીએ દસ માથાવાળો ત્યાં ન ફાવ્યો મરેલાને માર્યો એમાં કર્યું શું પરાક્રમ અમથો વિજય નો લૂંટો છો લ્હાવો પણ રામ તમે સીતાજીને તોલે ન આવો મારાં રામ તમે સીતાજીને તોલે ન આવો
સ્નેહથી ભીંજાવી બાપુ (૧૬૭) સ્નેહથી ભીંજાવી બાપુ પ્રેમથી ભીંજાવી આ તમારી લાડલી નેં સ્નેહથી ભીંજાવી ઉઠતાંની સાથ તમે હસતાં હસાવતાં વાત વાતમાં સત્ આચરણ શીખવતાં હે…. ધીંગામસ્તી બાપુ સાથ સાથ માણતાં આ તમારી લાડલી નેં સ્નેહથી ભીંજાવી…..
.ઘેરૈયા… અમે…..ઘેરૈયા (૧૬૮) હે ઘેરૈયા અમે ઘેરૈયા,ફગફગતા ફાગણના ફાગે ફાગ રાગ બજવૈયા હો (૨)ઘેરૈયા૦ અંગ ઉમંગે, રસના રંગે,કેસુડાની માળા પહેરી, બન્યાં નંદના છૈયા હો (૨) ઘેરૈયા રુતુ છંટાતી ધરા ભીંજાતી,રસ મસ્તી માં પ્રાણ પ્રાણની પ્યાસ છીપાતી ઉડે ઉડે ચુંદડિયા રે જગ ઘેલાં ઘેરૈયા હો હો હો હો હો (૨) ઘેરૈયા….હે ઘેરૈયા અમે ઘેરૈયા.. ભાસ્કર વોરા કવિ
હો હો અમે સૌ આજ બન્યાં ઘેરૈયા (૧૬૯) હો હો અમે સૌ આજ બન્યાં ઘેરૈયા વિધ વિધ રંગે રંગી લીધાં અમ કાયા અમ હૈયા….હો હો અમે વસંતના રંગે રંગાઈ,વન વન રે’તા જો મલકાઈ અમે રહી જઈશું શું કોરાં?એજ ધરાના છૈયા હો હો અમે સૌ આજ……….. જે રંગે રંગાયે છે આકાશ જેનો લાગે ધરતી ને આ પાસ એવાં રંગે એકમેકને રંગી બનીઆ ભૈયા હો હો અમે સૌ આજ…… અમ દિલ ભરિયા જેહ ઉમંગે ઉડે તે આ અનેક રંગે લાગે એ સહુ અંગે અંગે અમે બન્યાં રંગીલા હો હો અમે સૌ આજ બન્યાં ઘેરૈયા પ્રહલાદ પારેખ
હોળીનો રંગ લ્યો ને (૧૭૦) રંગ લ્યો ને રંગ લ્યો ને હોળીનો રંગ લ્યો ને જીવન ને રંગે ભરી દ્યોને, હોળીનો રંગ લ્યો ને વગડે તો ફુલડાં ના લુમખે લુમખા આબે મંજરીઓના ઝૂમખે ઝૂમખાં ચાલો કુદરતનો સાજ પહેરી લ્યોને હોળીનો રંગ લ્યો ને…. રંગ લ્યો ને રંગ લ્યો ને કરતી કિલ્લોલ જુઓ પંખીની સેના ટહુકે કોયલ બોલે પોપટ ને મેના કોઈ એને જઇ વાત એ કહો ને, હોળીનો રંગ લ્યો ને, રંગ લ્યો ને રંગ લ્યો ને… શેરીમાં ફરતી’તી, વાનરની ટોળી જઈ ને પીચકારી માં રંગ લે ઘોળી કહે હોળીનો પૈસો દ્યોને, હોળીનો રંગ લ્યો ને રંગ લ્યો ને રંગ લ્યો ને હોળીનો રંગ લ્યો ને સોમાભાઈ ભાવસાર
ઓલો. ફાગણીઓ. ...સાજ સજી (૧૭૧) ઓલો ફાગણીઓ (૨) ઓલો ફાગણીઓ સાજ સજી આયો મારે મન ભાયો,હોળીને સંગ લાયો… ઓલો ૦ ઘેરદાર કેડિયું,કંસુબાનુ ફેટિયુ ચૂડીદાર ચોરણીને,કાળી કામણ લાયો.ઓલો ૦ ડાંગ એની કડિયાળી, મૂંછ એની અણિયાળી હરણાં શી ફાળ ભરી,દોટ દેતો આયો.. ઓલો ફુલ કેરાં હારલા,હાર કેરાં છોગલા કેસુડાની કલગી ને જાણે મોટો રાયો.. ઓલો ધાણી નેં દાળિયા, ખજૂર ને હારડા ઘઉ કેરી ડૂડીઓની,ફાટ ભરી લાયો.. ઓલો મન મારું મોકળું,ડિલ મારું ડોલતું હૈયે હુલ્લાસ ભરી, ફાગણિયો ફાવ્યો.. ઓલો શામજીભાઈ જમોડ
ભ…..જ….ન કરો રક્ષા વિપદ માંહી (૧૭૨) કરો રક્ષા વિપદ માંહી,ન એવી પ્રાર્થના મારી વિપદથી ના ડરું કો’દી, પ્રભુ એ પ્રાર્થના મારી ચહું દુઃખ તાપથી શાંતિ,ન એવી પ્રાર્થના મારી સહુ દુઃખો શકું જીતી, પ્રભુ એ પ્રાર્થના મારી મને છળ હાનીથી રક્ષો,ન એવી પ્રાર્થના મારી ડગુ ન આત્મપ્રતિતીથી, પ્રભુ એ પ્રાર્થના મારી તું લે શિર ભાર ઉપાડી ન એવી પ્રાર્થના મારી ઉપાડી હું શકું સહેજે પ્રભુ એ પ્રાર્થના મારી પ્રભુ તું પાર ઉતારે ન એવી પ્રાર્થના મારી તરી જવા ચહું શક્તિ, પ્રભુ એ પ્રાર્થના મારી સુખી દિને સ્મરું ભાવે, દુઃખી અંધાર રાત્રીએ, ન શંકા તું વિષે આવે, પ્રભુ એ પ્રાર્થના મારી
આજ મીલ…સબગીત (૧૭૩) આજ મીલ સબ ગીત ગાઓ ઉસ પ્રભુ કે ધન્યવાદ જીસકા યશ નિત ગાતે હૈ ગંધર્વ મુનિગણ ધન્યવાદ…….આજ૦ મંદિરોમે કંદરોમે પર્વતોકે શિખર પર દેતેહૈ લગાતાર સો સો બાર મુનિવર ધન્યવાદ કરતે હૈ જંગલ મેં મંગલ , પક્ષી ગણ હર સાખ પર ગાતેહૈ આનંદ મીલ કર,ગાન સ્વર ભર ધન્યવાદ કૂપમે તાલાબમે,સિન્ધુકી ગહરી ધારમે પ્રેમ રસમે ત્રુપ્ત હો, કરતે હૈં જલચર ધન્યવાદ આજ મીલ સબ ગીત ગાઓ (૨) ઉસ પ્રભુ કે ધન્યવાદ………
હરિ આવો આવો આવો (૧૭૪) હરિ આવો આવો આવો સુના આ જીવનનાં વનમાં વસંત બનીને આવો.઼…… ફૂલડે ફૂલડે પ્રભુ પરમ પૂરતો, પરિમલ બનીને આવો.઼…. હરિ આવો મેઘ બની ઘનશ્યામ પધારો ઉરની પ્યાસ બુઝાવો, પ્રાણ પપીહા ટવળે તવવીણ એને કાં તરસાવો……હરિ આવો આકુળ અંતર કેરી કવિતા અંતરતમ બની આવો યુગ યુગથી પ્રભુ રાહ નિહાળું હરિવર હાવાં આવો……. હરિ આવો મનસુખલાલ ઝવેરી
પ્રાતઃ…ભયો…(૧૭૫) પ્રાતઃ ભયો મન મોહન પ્યારે પ્રિતમ શું રહ્યા પોઢી રે…… વારંવાર કરુંછું વિનંતી,જગજીવન કર જોડી રે ઘરઘરથી ગોવાળા આવ્યાં, દર્શન કાજે દોડીને આંગણ ઉભી વ્રજની બાળા, મહિ વલોવવા છોડીને….. પ્રાતઃ ભયો બહુરુપી દરવાજે બેઠા શંકર નેજા ખોડી રે મુખડું જોવાં આતુર નયન …….. પ્રાતઃ ભયો ભૈરવ રાગ ગુણીજન ગાવે તાન મનોહર તોડી રે બ્રહ્માનંદના નાથ બિહારી ઉઠ્યા આળસ મરડી રે……. પ્રાતઃ ભયો
મોકો…. કહાં. ઢૂઢે……બંદો (૧૭૬) મોકો કહાં ઢૂઢો બંદો,મૈતો તેરે પાસમે ના તિરથમે,ના મૂરતમે,ના એકાન્ત નિવાસ મેં ના મંદિરમે,ના મસ્જિદમે, ના કાશી કૈલાસમે…. ના મે જપમે, નાં મેં તપમે,ના મેં વ્રત ઉપવાસમે ના મે ક્રિયાકરમમે રહેતા, નહીં ત્યાગ સંન્યાસમે ખોજીકો તુરત મિલ જાવું,એક પલકી તલાશમે કહે કબીર સુનો ભાઈ સાધો,સબ શ્વાસોકી શ્વાસમે મેં હું સ્વાસ ઉચ્છવાસ મેં, મેં તુમ્હારે વિશ્વાસમે મેં તો તેરે પાસમે……….
મથુરામાં….. સાંભળ્યું કે….. ચાંદની (૧૭૭) મથુરામાં સાંભળ્યું કે ચાંદની ખીલી છે શ્યામ વૃંદાવન રોજની અમાસ આજ હવે એજ ધુળ માથે ચડાવીએ કે કાલ જ્યાં રમ્યાતા રુડો રાસ…મથુરામાં ૦ ચંદનનાં વનમાં એક સાપ ગયો ડંસી હવે સૌરભનુ લેશના ઓસાણ શ્યામની સંગાથે બધું સગપણ ગયું કોઈની રહી ન ઓળખાણ, કોઈ જરાં ફુલને સુઘાડી જુઓ ક્યારનોએ અટકી ગયો છે મારો શ્વાસ.. મથુર ગમતી ગલીઓમાં હવે સળ નાં સૂઝે ન વાગે રમતી સાહેલીઓના ઝાંઝર આજ હવે છૂટાં તરણાંએ નથી હાથ વગા એકઠાં કરીને જે બાંધ્યું તું ઘર ઉદ્ધવની સાથે એક મોરપીંછ મોકલજે બીજી ન કોઈ કરું આશ…મથુરામાં ૦ …….
કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા (૧૭૮) કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા કાનુડો માંગ્યો દેને આજની રાત અમે રંગભર રમશું પરભાતે પાછો માંગી લેને જશોદા મૈયા કાનુડો માંગ્યો દેને….. તલભાર અમે ઓછો ન કરીએ હે ત્રાજવડે તોળી પાછો લેને જશોદા મૈયા કાનુડો માંગ્યો દેને….. કાબીયુને કડલાં, અણવટ વીછીયા હે હાર હૈયાનો, માંગી લેને જશોદા મૈયા કાનુડો માંગ્યો દેને…. બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર ચરણ કમળ ચિત્ત લેને જશોદા મૈયા કાનુડો માંગ્યો દેને…….
ખૂબ….. જેનું….નામ……. લીધું (૧૭૯) ખૂબ જેનું નામ લીધું, આખરે આવ્યાં જ તે ગામમાં નહીં ઠેઠ ઘરના ઉંબરે આવ્યાં જ તે મન કહ્યું માને નહીં ને, બુધ્ધિ ચકરાવે ચડી એટલે સીધા બરાબર,અંતરે આવ્યા જ તે… મંદિરોનાં બંધ તોડી ને હઠાવી પંડિતાઇ વાવણી કરતાં અબૂધ ને,ખેતરે આવ્યાં જ તે… સાવ સહેલાને ભલા, અઘરું કરી મૂકો નહીં આ હવા,આ તેજ, આ ટહુકા પરે આવ્યાં જ તે……ખૂબ જેનું નામ લીધું આખરે આવ્યાં જ તે……મકરંદ ભાઈ દવે
બહેન……મારે….. વહેવું (૧૮૦) બહેન મારે વહેવું ના વહેવું શું કરું રે બહેન મારાં ઝરણાંને દરિયો ગળી જાય બહેન મારે ઉડવું નાં ઉડવું શું કરું રે બહેન મારી પાંખો આકાશ ગળી જાય એવા અંતરની વાતો શું કરું રે (૨) બહેન મારે ખીલવુ ના ખીલવું શું કરું રે બહેન મારું ફુલડુ ફોરમ બની જાય એવા અંતરની વાતો શું કરું રે (૨) બહેન મારે ગાવું ના ગાવું શું કરું રે બહેન મારું ગીતડુ ગોવિંદ લઇ જાય એવાં અંતરની વાતો શું કરું રે (૨) બહેન મારે જીવવું ના જીવવું શું કરું રે બહેન મારો જીવ માધવ લઇ જાય એવા અંતરની વાતો શું કરું રે (૨) બહેન જેને મારું ગણું તેં એનું થઈ જાય એવાં મારાં પણાને શું કરું રે એવાં મારાં પણાને શું કરું રે એવાં ભીતરની વાતો શું કરું રે (૨) એવાં અંતરની વાતો શું કરું રે મુકુંદરાય પારાશર્ય
હજીયે ન જાગે મારો આતમરામ (૧૮૧) હજીયે ન જાગે મારો આતમરામ સમંદર ઘૂઘવે છે દૂર વાયુ સુસવે ગાંડોતૂર સમજુ ન ભરતી કે આતે આવેછે તૂફાન.હજી૦ શઢસંધા ફડફડે,દોર ધીંગા કડકડે હાજરસૌ ટંડેલએક મારાં સૂનાં છે સૂકાન..હજી વ્હાણ રાખું નાગરેલુ્, વેપાર શી રીતે ખેડું સવાયા થાશે કે જાશે મારાં મૂળગા યે દામ… હવે તો થાય છે રે મોડું વિનવું હું પાયે પડું હવે તો થાવા બેઠો છે,ફેરો આ નકામ જાગો જી જાગો જી, મારાં આતમરામ હજીયે ન જાગે મારો આતમરામ રામનારાયણ પાઠક
ગઢને……. હોંકારો તો કાંગરા (૧૮૨) ગઢને હોંકારો તો કાંગરાએ દેશે પણ ગઢમાં હોંકારો કોણ દેશે રાણાજી તને ઉંબરે હોંકારો કોણ દેશે આઘે આઘે થી એને આવ્યાં છે કે'ણ જઇ વ્હાલમશુ નેણ મીરાં જોડશે હવે તારો મેવાડ મીરાં છોડશે…….. આઠે અકબંધ તારા બીડ્યા દરવાજાનાં ફૂલ જેમ ખૂલશે કમાડ વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી ધૂળ મહીં ઊડતો મેવાડ કિનખાબી પહેરવેશ કોરે મૂકીને મીરાં કાળુ મલીર મીરાં ઓઢશે….. હવે તારો પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઇ લેણદેણ તૂટ્યાં નું શૂળ ડમરી જેવું રે સ્હેજ ચડતું દેખાશે પછી મીરાં વિખરાયા ની ધૂળ મીરાં વિનાનું સુખ ઘેરી વળશે ને રાજ રુંવે રુંવે થી તને તોડશે…. હવે તારો રમેશ પારેખ
તડકો……પડ્યો….તો…ચાલ (૧૮૩) તડકો પડ્યો તો ચાલ ઝીલીએ અંગ અંગ અંગારે ઓગળે ભલે ને તોયે મુખથી તો આહ નહીં બોલીએ….. તડકો ભવને મારગ કદિ આપણેય માંણી હશે લીલુડાં લીમડાની છાય ચાલ આજ આપણે વેઠીને દૂજાને ઢાળી દીએ રે પડછાયા દૂજાનુ સ્મિત હશે આપણું એ સ્મિત ચાલ(૨) આંસુથી ઉનાળા ઠારીએ…તડકો પડ્યો ૦ કંચન હઇશું તો ભલી કિંમત અંકાશે ને નહીંતર તો રાખ થઇ જાશું રાખ થઈ કોકનું જો અંતર અજવાળશુ તોયે રે ધન્ય થઈ જાશું હૈયે અડાડીને તડકાની હૂંફ હવે (૨) આપણેય ફૂલ સમુ ખીલીએ…. તડકો પડ્યો ૦ મોહન દાડીકર
સંગમાં રાજી રાજી (૧૮૪) સંગમાં રાજી રાજી આપણ એક બીજા ના એક બીજા ના સંગમાં રાજી રાજી બોલવા ટાણે હોઠ ખૂલે નહીં નેણ તો રહે લાજી….. સંગમાં ૦ લેવાને જાય ત્યાં જીવન આખુય તે છલકાય દેવાને જાય છલોછલ ભરિયુ શું ઠલવાય એવી એ (૪)આપ લે ને અવસરીએ પાગલ કોણરે કહે પાજી……સંગમાં ૦ વિતેલી વેળની કોઈ આવતી ઘેરી યાદ ભાવીના સોણલાનો એ રણકે ઓરો સાદ આ અષાઢી (૪)આભના વાદળ વીજ શા વારી ઝરતાં રે જાય ગાજી…. સંગમાં ૦
મારી રાત દિવસ ની ઘટના (૧૮૫) મારી રાત દિવસ ની ઘટના એક જ તારી એક તમારી દિવસ રાત ની ઘટના એક સનાતન રટણા…મારી રાત દિવસ ની ૦ સુરજ ઉગે ને કિરણ કિરણ પર હોય તમારું નામ તારાઓની રજકણ ઓથે કોણ છુપાયુ આમ અમે તમારી માછલીઓ ને અમે તમારાં સપનાં…. મારી રાત દિવસ ની ૦ પળ પળ નો આ વહે કાફલો અહો તમારે દેશ ભુલેચૂકે પળ છૂટી પડે તો એ પળ છે પરદેશ અમે શ્યામ ને સોગંદ દીધાં મીરાંના ઘૂઘરના….. મારી રાત દિવસ ની ૦
પરથમ…પરણામ…મારાં (૧૮૬) પરથમ પરણામ મારાં માતાજી ને કહેજો રે માન્યું જેણે માટીને રતનજી ભૂખ્યા રહી જમાડ્યા અમને જાગી ઉઘાડ્યાં એવાં કાયાનાં કીધેલા રે જતનજી……. બીજા પરણામ મારાં,પીતાજીને કહેજો રે ઘરથી બતાવી જેણે શેરીજી બોલી બોલાવ્યા અમને,દોરી હલાવ્યા ચૌટે ડુંગરે દેખાડી ઊંચે દેરી જી……… ત્રીજા પરણામ મારાં, ગુરુજીને કહેજો રે જડ્યા કે ન જડિયા, તોયે સાચાં જી, એકનેય કહેજો એવાં સહુનેય કહેજો જે જે અગમ નિગમ ની બોલ્યા વાચાજી…… ચોથા પરણામ મારાં,ભેરુઓને કહેજો રે જેની સાથે ખેલ્યા જગમાં ખેલજી ખાલી માં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યા હસાવી ધોવરાવ્યા અમારાં મેલજી….. પાંચમા પરણામ મારાં,વેરીડાને કહેજો પાટુએ ઉઘાડ્યાં અંતર દ્વાર જી અજાણ્યાં દેખાડયા, અમને ઘેરી ઉલેચાવ્યા જેણે, ઊંડા ઊંડા આતમના અંધાર જી…… છઠ્ઠા પરણામ મારાં, જીવનસાથી ને કહેજો સંસાર તાપે દીધી છાંય જી પરણામ ઓછા એ પડે પરણામ વધારે પડે આતમના કહેજો એક સાઈ જી…….. સાતમા પરણામ ઓલ્યા મહાત્મા ને કહેજો રે ઢોરના કીધાં જેણે મનેખજી હરવા ફરવાના જેણે મારગ ઉઘાડ્યાં રુડાં હારોહાર માંરી ઊંડી મેખજી….. છેલ્લા પરણામ અમારા,જગતને કહેજો જેણે લીધા વીના આલિયુ સર્વસ્વ જી આલ્યુ ને આલશે, ને પાળ્યાને પાળશે જ્યારે ફરી અહીં ઉતરશે અમારો હંસજી……. શેષ
માંગવું શું તે હું જાણું ન માલિક (૧૮૭) માંગવું શું તે હું જાણું ન માલિક આપવું હોય તે આપજે સહેજે માંગતા મુને ન આવડે કાંઇ તું જ જાણી કરી જુગતુ દેજે મન માને નહીં માંગતા માલિક મરને માથડે વાવજે કાંટા કેમ કરી વળી ચિતવુ હૈયે વરસાવે જે ચંદન છાંટા જેવી છે તેવી આ જાતને માલિક સાવ ખુલ્લા દિલે સામને રાખું ફાવે તે ફેકજે દીન દયાળુ મીઠું કે કડવું કાઈ ન ભાખુ ચાહે તો મુને મારજે માલિક ચાહે તો અમી નાં ઘૂંટડે પાજે ચાહે તો ભોમા ભંડારજે માલિક ચાહે તો માંરો સારથી થાજે હું તે શું જાણું કે કારવુ માલિક હું તે શું મારું ગિનાન ગણાવું તારું આપ્યું સૌ આંખ અડાડી ધન્ય ઘડી ધન ભાગ વધાવુ મૂંગા મૂંગા તારે ચરણે માલિક હોંશે હોંશે કુરબાન છે કાયા ઓગળી પીગળી જાઉ તારામાં પ્રાણ રહે નહીં દેશ પરાયા માંગતા કાંઇ ન આવડે માલિક શીખવી દે તું માગવું સારું અદકું એથી તું મુજમાં બેસી તું જ માગીલે ગમતું તારું મકરંદ દવે
હું તો ઝાંઝવાનું બાંધેલું ઝાડ (૧૮૮) હું તો ઝાંઝવાનું બાંધેલું ઝાડ (૨) મારાં ખરવાના ખરતા નથી પાન મારાં પડછાયે વળગ્યું વેરાન(૨) હું તો ઝાંઝવાનું બાંધેલું ઝાડ….. આટલું તો ઊભો ને આટલાં તો વેઠ્યા મેં તરણાતી ધરતી નાં તાપ ફૂલ નહીં ફૂટ્યાં તો શૂળથી એ શણગારી હસતું આ રાખ્યું મેં આભ ભુલુ પડીને કોઈ ટહુકી ન જાય અહીં વાસંતી લોક સહુ સાવધાન (૨) હું તો ઝાંઝવાનું બાંધેલું ઝાડ….. ભાર મારો મૂળિયાં ને,થડિયાને ડાળને ભાર મારો ધરતી ને આભને સપનું એ લીલપનુ ચમકે તો લાગે છે આંસુનો ભાર માંરી આંખને ભૂલું પડીને રખે વરસી કો જાય અહીં દરિયા ના દેશ બધાં સાવધાન (૨) હું તો ઝાંઝવાનું બાંધેલું ઝાડ…….
નિશ્ચે કરો રામનું નામ (૧૮૯) નિશ્ચે કરો રામનું નામ નથી જોગી થઈ ને જાવું નથી કરવાં ભગવાં કામ,નથીભેગું કરી ને ખાવું ગમેતો તમેભગવાં કરજો,ગમે તો ઉજળાં રાખો નહીં દુભવો સામા જીવને,સુખ સામાનું તાકો.. નથી રામ ભભૂતી ચોળ્યે, નથી ઉંધે શિરે ઝોળ્યે નથી નારી તજી વન જાતાં જ્યાં લગી આપ ન ખોળે……. જંગલમાં મંગલ કરી જાણે,મંગલ જગત જેને કડવું મીઠું, મીઠું કડવું, રામજી વશ છે તેને પય ઓથે જેમ ધૃત રહ્યુંછે,તલ ઓથે જેમ તેલ કહે નરભો રઘુવર છે સઘળે,એવો એનો ખેલ મધ્ય કાલિન કવિ નરભેરામ
વૈષ્ણવ નથી થયો તું રે (૧૯૦) વૈષ્ણવ નથી થયો તું રે,શીદ ગુમાનમાં ઘૂમે હરિજન નથી થયો તું રે,શીદ ગુમાનમાં ઘૂમે હરિજન જોઈ હૈયું નહરખે,દ્રવે ન હરિગુણ ગાતાં કામધામ ચટકી નથી પટકી,ક્રોધે લોચન રાતાં તુજ સંગે કોઈ વૈષ્ણવ થાયેતો તું વૈષ્ણવ સાચો તારાં સંગનો રંગ ન લાગે, ત્યાં લગી તું કાચો પર દુઃખ દેખી રદય ન દાઝે,પર નિદા નથી ડરતો વહાલ નથી વિઠ્ઠલથી સાચું,હઠે ન હું હું કરતો પરોપકારે પ્રિત ન તુજને સ્વાર્થ છૂટ્યો છે નહીં કહેણી તેવી રહેણી ન મળે, કાં હા લખ્યું એમ કહેની ભજવાની રુચિ નથી મન નિશ્ચે નથી હરિનો વિશ્વાસ જગત તણી આશા છે જહાં લગી, જગત ગુરુ તું દાસ મન તણો ગુરુ મન કરશે તો સાચી વસ્તુ જડશે દયા દુઃખ કે સુખ માન પણ સાચું કહેવું પડશે
બહેન મારે બહેન મારે વહેવું ના વહેવું શું કરુ રે, બહેન મારાં ઝરણાં ને દરિયો ગળી જાય એવાં અંતરની વાતો શું કરું રે (૨) બહેન મારે ઉડવું નાં ઉડવું શું કરું રે બહેન માંરી પાંખો આકાશ ગળી જાય એવાં અંતરની વાતો શું કરું રે….. બહેન મારે ખીલવું નાં ખીલવું શું કરું રે બહેન મારું ફૂલડુ ફોરમ બની જાય એવાં અંતરની વાતો શું કરું રે…. બહેન મારે ગાવું નાં ગાવું શું કરું રે બહેન મારું ગીતડુ ગોવિંદ લઇ જાય એવાં અંતરની વાતો શું કરું રે…. બહેન મારે જીવવું નાં જીવવું શું કરું રે બહેન મારો જીવ માધવ લઈ જાય એવાં અંતરની વાતો શું કરું રે…. બહેન જેને મારું ગણુ તે એનું થઈ જાય બહેન એવાં મારાં પણા ને શું કરું રે એવાં અંતરની વાતો શું કરું રે એવાં ભીતરની વાતો શું કરું રે……મુકુંદરાય પારાશર્ય
જરા….. ધીરે ધીરે ગાડી હાંકો (૧૯૧) જરા ધીરે ધીરે ગાડી હાંકો મેરે રામ ગાડી વાલે જરા હલકે ગાડી હાંકો, મેરે રામ ગાડી વાલે જરા હોલે હોલે ગાડી હાંકો મેરે રામ ગાડી વાલે હેજી ગાડી મારી રંગરંગીલી,પહિયા હૈં લાલ ગુલાલ હાકણ વાલી છેલછબીલી,બૈઠન વાલા રામ ભૈયા ધીરે ધીરે ગાડી હાંકો મેરે રામ ગાડી વાલે જરા હલકે ગાડી હાંકો, મેરે રામ ગાડી વાલે જરા હોલે હોલે ગાડી હાંકો, મેરે રામ ગાડી વાલે ગાડી અટકી રેત મેં મેરી મઝલ પડી હૈં દૂર ધર્મી ધર્મી પાર ઉતર ગયે,પાપી ચકના ચૂર ભૈયા ધીરે ધીરે ગાડી હાંકો મેરે રામ ગાડી વાલે હેજી દેશ દેશકા વેદ બુલાયા,લાયા જડી ઔર બૂટ્ટી જડી બુટ્ટી તેરે કામ ન આઈ જબ રામ કે ઘરકી તૂટી ભૈયા ધીરે ધીરે ગાડી હાંકો મેરે રામ ગાડી વાલે જરા હલકે ગાડી હાંકો મેરે રામ ગાડી વાલે જરા હોલે હોલે ગાડી હાંકો, મેરે રામ ગાડી વાલે
જરા ધીરે બજાવ તારી બંસરી (૧૯૨) જરા ધીરે બજાવ તારી બંસરી એના બોલે (૨) આ હૈયું દીધું ભરી જરા ધીરે બજાવ તારી બંસરી……. બંસી ધીરે બજાવ મારાં શ્યામ મારું હૈયું ન હાથ રહે હારુ રે હામ તારા સાદે(૨) હું આજ બની બાવરી જરા ધીરે બજાવ તારી બંસરી….. પોતાના આજ બધાં લાગે પરાયાં મનડાંમાં એક એવી વસી તારી માયા મારાં નયનોની (૨) નીંદ હુંતો વિસરી જરા ધીરે બજાવ તારી બંસરી…. પૂનમનો ચાંદ જાયે રમતો આકાશે ભર્યા મારા અંતર તે એવાં ઉજાસે આવું આવું હે શ્યામ,તારા ગુંજે રે ગાન મારું અર્પે (૨) ના હૈયું કેમે કરી જરા ધીરે બજાવ તારી બંસરી…. ગુંજે રે બોલ એનાં વનરાની વાટે એના રેલાયે સુર, રે કાલિંદીના ઘાટે એવાં હૈયાં (૨) તે લીધાં શાને હરિ જરા ધીરે બજાવ તારી બંસરી….
હું……ધોબણ ગામની…….(૧૯૩) હું ધોબણ ગામની ધબાક ધબાક ધોઉં કપડાં થાય કપડાંનો થોક, થોડાં દિન થાય લોક વાટ જુએ મારા બાપડા….. હું ધોઉં કપડાં પેલા પેટવાળા શેઠના પહેરણમા અત્તરની શીશી મળી, મને કીધું કે ધોબણ તું પહેરણમા નાખજે જાજી ગળી ભાઇ મોટાં ની વાતનાં મોટા વડ..ધોઉં કપડા પેલા ઇસ્કુલના મહેતાનુ ધોતિયું શાહીને ધાબે ભર્યું એણે છોકરાં ભણાવી ભણાવીને એવું શું એ લખ્યું એની બૈરીને સાડલે બાર થીંગડાં…ધોઉં કપડાં પેલા સ્ટેશન માસ્તરના ખીસ્સામાંથી ખોટી આની જડી એને ધોતા જો બટન તુટ્યું તો આવી બન્યું એતો સ્ટેશન ઈ સ્ટાફના વડા…ધોઉં કપડાં
મારા ભોળા દિલનો (૧૯૪) મારા ભોળા દિલનો હાયરે સ્વીકાર કરી ને ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને બિમાર કરીને…..મારા ભોળા દિલનો મેં વિનવ્યુ વારંવાર હવે દિલ સાફ કરી દે કોઈ ભૂલ હોય તો મારી મને માફ કરી દે ના ના કહી ના હા કહી,મુખ મૌન ધરી ને ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર.. એક બોલ પર એના મેં જીંદગી વારી એ બેકદરને ક્યાંથી કદર હોય અમારી આ જોઇ તને રોઇને દિલ મારું કહે છે શું પામ્યું જીંદગી ભર ચાહ ભરીને ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર.. છોને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે બન્ને દિલોના પ્રેમનાં રણકાર બાકી છે સંસારના વ્યવહારનાં વેપાર બાકી છે બંને દિલોના મળવાં હજુ તાર બાકી છે અભિમાનમાં ફુલાઈ ગયા જોયું નાં ફરીને ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર…
હે કરુણાના કરનારા તારી (૧૯૫) હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી હે સંકટનાં હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી મેં પાપ કર્યાં છે એવાં, હું ભૂલ્યો તારી સેવા મારી ભૂલોના ભુલનારા…. તારી કરુણાનો.. હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી અવળી સવળી કરનારા…તારી કરુણાનો.. હે પરમ કૃપાળુ વ્હાલા, મેં પીધાં વીષના પ્યાલા વિષને અમૃત કરનારા તારી કરુણાનો……..
પંખીડાને આ પીંજરું (૧૯૬) પંખીડાને આ પીંજરું જુનું જુનું લાગે બહું એ સમજાવ્યું તોયે નવું પીંજરું માંગે ઉમટ્યો અજંપો એને,પંડના રે પ્રાણનો (૨) અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો અણદીઠે દેશ જાવા લગન એને લાગે બહુએ સમજાવ્યું તોયે નવું પીંજરું માંગે સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝૂલો હીરે ઝડેલ વિજણો મોતીનો મોંઘો અણમોલો પાગલ ના બનીએ ભેરુ, કોઈ ન રંગ લાગે બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું.. માન માન ઓ પંખીડા,આ નથી સાજન રીત આવું જો કરવું તું તો,કરવી નોતી પ્રીત રે ઓછું શું આવ્યું સાથી, સથવારો ત્યાગે બહુ એ સમજાવ્યું તોયે નવું પીંજરું માંગે
મેં….. બંસરી……તુમ્હારી…(૧૯૭) મેં બંસરી તુમ્હારી મમ શ્યામ બની આવો અથવા તો રાધિકાના ઘનશ્યામ બની આવો હું શોકમાં ડૂબી ને ઝુરુ અશોક વનમાં સીતાને શોધનારા,મમ રામ બની આવો અથવા તો રાધિકાના ઘનશ્યામ બની આવો મીરાં એ ભક્તિ કીધી,રાણાએ ત્યજી દીધી એ ઝેરના પીનારા,મમ કૃષ્ણ બની આવો અથવા તો રાધિકાના ઘનશ્યામ બની આવો નરસિંહ મહેતાની હૂંડી, રુપિયા છે સાતસો ની હૂંડી સ્વીકાર નારા શામળશા બની આવો અથવાતો રાધિકાના ઘનશ્યામ બની આવો
નવ જવાન જાગ આજ (૧૯૮) નવ જવાન જાગ આજ તેરા ઇન્તિહાનહૈ માયા મમતા છોડદે તું ત્યાગહી મહાન હૈ સ્વતંત્રતા મીલી હૈ, પૂરી હુઇ તેરી કામના હિંમત સે કામ લે તું કર મુસીબતોકા સામના પ્રાણ પર ભી ખેલ જા,જો પ્યારી તુજકો આનહૈ……નવ જવાન ૦ આગે કદમ બઢાએ જા,તૂ રાષ્ટ્રકા નિશાન લે તોપ ભી હો સામને, તૂ અપના સીના તાનલે કહ રહા જહાં તુજે નાદાન હૈ નાદાન હૈ નવ જવાન ૦ એક સા કદમ તૂ અપના જો બઢાએ જાયેગા હૈ યકિન મંજીલ પે જલ્દી પહોચ જાયેગા રુકના તેરા કામ નહીં ચલના તેરી શાન હૈ નવ જવાન ૦ યહ જગત અસાર હૈ,માયાકા બાઝાર હૈં યહ મનુષ્ય દેહ નહીં મિલતી બાર બાર હૈ વીરો કાં રહતા સદા દુનિયા મે અમર નામ હૈ નવ જવાન જાગ આજ તેરા ઇન્તિહાન હૈ કવિ રમેશ ગુપ્તા *****_******_*****_ કરના હૈ નિર્માણ (૧૯૯) કરના હૈ નિર્માણ હમેં નવ ભારતકા નિર્માણ હમેં હમારે દેશ કી જગમૈ બઢાનીહોગી શાન યહીં હમારી સબ ધરતી હો ખેતોસે હરિયલી ફૂલ ફૂલોસે ઝૂમ રહી હો બન બન ડાલી ડાલી નદી નહર સરવર બરસાકે જલસે બરસે ધાન કરના હૈ નિર્માણ હમે૦ હિમગિરિકે ઉંચે શિખરો પર ફૂલ ચઢાને જાયે રત્નાકરકે અતલ નીલ નીર ખોજકે રત્નો પાયે ગાયે બન કુંજો કી મનહર સુંદરતાકે ગાન કરના હૈ નિર્માણ હમે૦ કોઇ ન ભેદ રહે આપસમે હમ સબ ભાઇ ભાઇ ભારત કે સબ સંતાનોમે સચ્સી પ્રેમ સગાઈ સત્ય અંહિસાકે પ્રણસે પથ્થરમે પ્રગટે પ્રાણ કરના હૈ નિર્માણ હમે૦ કવિ પિનાકીન ત્રિવેદી
મુક્ત આજ હિન્દ હૈ (૨૦૦) મુક્ત આજ હિન્દ હૈ બંધ સર્વ ટૂટતે સુનહલે પ્રભાતમે મુક્ત કિરણ ફૂટતે હા!હા હા હા હા હા !-મુક્ત૦ આઝાદ હિંદ હૈં સકલ વીર મિલકે બોલો હિન્દ મૉ કી જય હા હા હા હા હા હા -મુક્ત૦ યુગ યુગો કી બેડિયા, શતાબ્દીઓકી નિંદ તૂટ ગઈ સર્વ આજ,જાગ ઉઠા હિન્દ આઝાદ હિંદ હૈં, હિન્દકે સિપાહીઓ કો નહિં કિસીકા ભય હા હા હા હા -મુક્ત૦ આજકા સ્વતંત્ર હિન્દ,સર ઉઠાયે ચલ રહા જગતકે ગુલામ રાષ્ટ્રકે લિયે મચલ રહા આઝાદ હિંદ હૈં વિશ્વકી સ્વતંત્રતા કી ઉદિત આશહૈ હા હા હા હા હા હા -મુક્ત૦ કવિ નારાયણ દેસાઈ
દેશ હમારા ધરતી અપની (૨૦૧) દેશ હમારા ધરતી અપની હમ ધરતી કે લાલ નયા સંસાર બસાયેગે નયા ઇન્સાન બનાયેગે સો સો સ્વર્ગ ઉતર આયેંગે સુરજ સોના બરસાયેગે દૂધ પૂતકે લીયે પહિનકર જીવનકી જયમાલ રોજ ત્યોહાર મનાયેગે નયા સંસાર બસાયેગે દેશ હમારા ધરતી અપની ૦ સુખ સપનોકે સ્વર ગુંજેગે માનવકી મહેનત પૂજેગે નયી ચેતના નયે વિચારોકી હમ લીયે મશાલ સમયકો રાહ દિખાયેગે નયા સંસાર બસાયેગે દેશ હમારા ધરતી અપની ૦ એક કરેંગે મનુષ્યતાકો સીંચેગે મમતા સમતાકો નયી પૌધકે લિયે બદલ દેંગે તારોકી યે ચાલ નયા ભુગોલ બનાયેગે નયા સંસાર બનાયેગે દેશ હમારા ધરતી અપની ૦
હમ ભારત માતાકે પ્યારે (૨૦૨) હમ ભારત માતાકે પ્યારે હમ ધરતી કે તારે હમ નહીં બનેગે આ કૂવારા હમ બનેગે દેશ દુલારે પઢલિખ કર હોંશિયાર બનેગે કરેંગે દેશકી સેવા ભારત માતાકો દિખલાયે હમ સેવાકા મેવા હમ નહીં બનેગે આવારા ૦ હાથમે હાથ પકડકર આગે બઢેગે હમ મતવાલે હમ નહીં બનેગે બુઝદિલ કાયર બનેગે હિંમતવાલે હમ નહીં બનેગે આવારા ૦ કરતે હૈ હમ આજ પ્રતિજ્ઞા પહેનેગે હમ ખાદી પ્યારી હમારી ભારત માતા અમર રહે આઝાદી હમ નહીં બનેગે આવારા૦
અમે લીધી પ્રતિજ્ઞા (૨૦૩) અમે લીધી પ્રતિજ્ઞા પાળશુ રે ભલે કાયાના કટકા થાય.. અમે ૦ ભલે વરસે વરસાદ મહા જુલ્મનો રે ભલે થવાનું હોય તે થાય……….. અમે ૦ અમે ગુજરાતનું નામ નહીં બોળશુ રે ભલે માથું ને ધડ જુદા થાય………. અમે ૦ અમે કીધાં કેસરિયા પ્રેમથી રે ભારતની રાખવા લાજ……….. અમે ૦
ભલે નાના નાના બાળ (૨૦૪) ભલે નાના નાના બાળ અમે આજે રે કાલ અમે મોટા થાશું ને જગ દોરશુ ખડતલ શરીર મન મોટું બનાવશું હૈયામાં હિત બધી દુનિયાનું રાખશું સાચાં માનવ બનીને જીવતર જીવશું અમે મોટા થાશું ને જગ દોરશુ….. ભલે ઊંચનીચ ભેદો આ દુનિયાનાં ટાળવા નાતો જાતને ધર્મ વાડાઓ તોડવા બધી શક્તિ અમારી વિશ્વ ચરણે ધરશુ અમે મોટા થાશું ને જગ દોરશુ…. ભલે જગના અંધારાં ને દૂર દૂર હાંકવા સાચાં તે જ્ઞાનનો દિવો પ્રગટાવવા અમે જાતે સળગી ઘેર ઘેર ઘુમશુ અમે મોટા થાશું ને જગ દોરશુ…. ભલે પૈસાનાં જોરે આજ માનવી મપાય છે કોઇ કરે કામ કોઈ બેસીને ખાય છે કરી સર્વોદય સાચો સમાજ રચશુ અમે મોટા થાશું ને જગ દોરશુ….. ભલે
અય મેરે વતન કે લોગો (૨૦૫) અય મેરે વતન કે લોગો જરાં આંખ મેં ભરલો પાની જો શહીદ હુએ હૈં ઉનકી જરા યાદ કરો કુરબાની અય મેરે વતન કે લોગો તુમ ખૂબ લગાલો નારા યહ શુભ દિન હૈ હમ સબકા લહરા લો તિરંગા પ્યારા પર મત ભૂલો સીમા પર વીરો ને હૈ પ્રાણ ગવાએ ્ કુછ યાદ ઉન્હેં ભી કરલો જો લૌટકે ઘરનાં આયે……અય મેરે જબ ઘાયલ હુઆ હિમાલય, ખતરે મૈ પડીઆઝાદી જબ તક થીં સાંસ લડે વો ફિર અપની લાશ બિછાદી હો ગયે વતનપે નિછાવર વો ફીરથે કિતને ગુમાની…. જો શહીદ ૦ જબ દેશમે થી દિવાલી વો ખેલ રહેથે હોલી જબ હમ બૈઠે થે ઘરોમૈ વો ઝેલ રહે થે ગોલી થે ધન્ય જવાનો અપને થી ધન્ય વો ઉનકી જવાની…. જો શહીદ ૦ શેરોકી તરહ ઝપટે થે ભારત કે બહાદુર બેટે ઇસ મુલ્ક કી લાજ બચાને મર ગયે બરફ મેં લૈટે સંગીન પે ધરકર માથા સો ગયે વીર બલિદાની……જો શહીદ હુએ ૦ કોઇ શીખ કોઇ જાટ મરાઠા કોઇ ગુરખા કોઈ મદ્રાસી સરહદ પર મરને વાલા હર વીર થા ભારત વાસી જો ખૂન ગીરા પર્વત પર વહ ખૂન થા હિન્દુસ્તાની… જો શહીદ હુએ ૦ થી ખૂન સે લથપથ કાયા ફીર ભી બન્દૂક ઉઠા કે એકને દશ દશકો મારાં ફિર મર ગયે હોંશ ગવાકે જબ અંત સમય આંયાં તો કહ ગયે કી અબ મરતે હૈ ખુશ રહના દેશ કે પ્યારો અબ હમ તો સફર કરતે હૈ તસવીર નયનમે ખીચો ક્યા લોગ થે વે અભિમાની.. જો શહીદહુએ ૦
ડંકો વાગ્યો લડવૈયા (૨૦૬) ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે શૂરા જાગજો રે કાયર ભાગજો રે માથું મેલો સાચવવા સાચી ટેકને રે…ડંકો… તોડી પાડો સરકારી જુલ્મી કાયદા રે જુલ્મી કાયદા રે જુલ્મી કાયદા રે…ડંકો… ભારત મુક્તિને કાજે કાયા હોમજો રે કાયા હોમજો રે કાયા હોમજો રે…. ડંકો…. ડંકો વાગ્યો ભારતની બહેનો જાગજો રે બહેનો જાગજો રે અંગ્રેજ ભાગજો રે.. ડંકો..
ખિદમતે મુલ્ક મેં જોકી(૨૦૭) ખિદમતે મુલ્ક મેં જો કી મર જાયેગે નામ ઝિન્દો મે અપના વે કર જાયેગે યે ન પૂછો કિ મરકે કિધર જાયેંગે વો જીધર ભેજ દેગા ઉધર જાયેંગે દેશ સેવા મેં કોઇ દોચાર નહીં દેખ લેના હજારો કે સર જાયેંગે વો અછૂતોકો દિલસે લગા હી લીયો વરના વો લાલ ગૈરોસે મિલ જાયેંગે ચાહે માંનો ન માંનો ખૂશી આપકી હમ મુસાફિર હૈ કલ અપને ઘર જાયેંગે
વંદે વંદે મા ભારતી (૨૦૮) વંદે વંદે મા ભારતી હમારી રે પુણ્ય ભૂમિ મા ભારતી હમારી રે હિમગિરિ શિખર જોગી જાગતાં જડે પંચ આબવારી સિન્ધુ સાગરે મળે બ્રહ્મપુત્રા ગંગા એકધારી રે…વંદે વંદે મા વન વને ને કુંજ કુંજ કોકીલા વસે મયુર મયુરી ઠેરઠેર ગલકતા દીસે સિંહ સિંહણના જૂથ રહે જારી રે.. વંદે વંદે મા મૃત્યુ ને હઠાવનાર બ્રહ્મચર્ય જ્યાં ગૃહસ્થ ધર્મ દેવને વસાવનાર જ્યાં શોભે શોભે યુગલ નર નારી રે…. વંદે વંદે મા શીર પડેને ધડ લડે એ શોર્ય ગીત જ્યાં આત્મ બળે અમરતાના કીર્તિ ગીત જ્યાં ખંડે ખંડે ગવાય જીત તારી રે…વંદે વંદે મા
હમ હોંગે કામિયાબ (૨૦૯) હમ હોંગે કામિયાબ હમ હોંગે કામિયાબ હમ હોંગે કામયાબ એક દિન હો હો મનમેં હૈં વિશ્વાસ પૂરાં હૈ વિશ્વાસ હમ હોંગે કામિયાબ એક દિન હમ ચલેગે સાથ સાથ,ડાલકે હાથો મેં હાથ હમ ચલેગે સાથ સાથ એક દિન, હો હો મનમેં હૈં વિશ્વાસ, પૂરાં હૈ વિશ્વાસ હમ હોંગે કામિયાબ એક દિન હોગી શાંતી ચારોં ઓર, હોગી શાંતી ચારોં ઓર , હોગી શાંતી ચારોં ઓર એક દિન હો હો મનમેં હૈં વિશ્વાસ પૂરાં હૈ વિશ્વાસ હમ હોંગે કામિયાબ એક દિન હમેં સત્ય મુક્ત કરેગા, હમેં સત્ય મુક્ત કરેગા હમેં સત્ય મુક્ત કરેગા એક દિન હો હો મનમેં હૈં વિશ્વાસ પૂરાં હૈ વિશ્વાસ હમ હોંગે કામિયાબ એક દિન નહિં ડર કીસીકા આજ નહિ ડર કીસીકાઆજ નહિં ડર કીસીકા આજ એક દિન હો હો મનમેં હૈં વિશ્વાસ પૂરાં હૈ વિશ્વાસ હમ હોંગે કામિયાબ એક દિન
આવો આવો નવ જવાન (૨૧૦) આવો આવો નવ જવાન મુક્ત અવાજે ગાવો ગાન માનવતાની એક્જ શાન જીવન સાચું જીવી જાણ થોડું લઈને જાજુ દેવું સદા સુખી સંતોષી રહેવું હૈયે રાખી એક્જ ધ્યાન માનવતાનાં દેવાં દાન………આવો નાના મોટા કો નહીં ગણવા પ્રેમ ત્યાગથી જીવન વણવા બીજાને કાજે બલિદાન દેવા છોડીને અભિમાન……આવો દેશ હિતને હૈયે ધરવું સગવડ સામે ના કદી જોવું કો પર જો કરીએ અહેસાન ચૂપ રહેવું દાબી જબાન…઼આવો ઐક્ય શાંતિ ને આબાદી ભારત મા હો કો ન પ્રમાદી એક જ રાખી એજ નિશાન જય જય બોલો હિન્દુસ્તાન…. આવો
. ‌. સાબરમતી કે સંત (૨૧૧) દેદી હમેં આઝાદી બીના ખડક બીના ઢાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ આંધી મેં ભી જલતી રહી ગાંધી તેરી મશાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ રઘુપતિ રાઘવ રાજારામ…… ધરતી પે લડી તૂને અજબ ઢંગકી લડાઈ દાગી ન કહી તોપ ન બંદૂક ચલાઈ દુશ્મન કે કિલે પર ભી ન કી તૂને ચડાઈ વાહ રે ફકીર ખૂબ કરામત દિખાઈ ચૂટકી મેં દુશ્મનોકો દિયા દેશસે નિકાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ રઘુપતિ રાઘવ રાજારામ…… શતરંજ બિછાકર યહાં બૈઢાથા જમાના લગતા થા મુશ્કીલ હૈ ફિરંગી કો હટાના ટક્કર થી બડે જોર કી દુશ્મન ભી થા દાના પરંતુ તૂં ભી થા બાપુ બડા ઉસ્તાદ પુરાના મારાં વો કસકે દાવ કિ ઉલ્ટી સભીકી ચાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ રઘુપતિ રાઘવ રાજારામ ….. જબ જબ તેરા બિગુલ બજા જવાન ચલ પડે મજદૂર ચલ પડે કિસાન ચલ પડે હિન્દુ ઔર મુસલમાન શીખ પઠાણ ચલ પડે કદમો પે તેરે કોટી કોટી પ્રાણ ચલ પડે ફૂલોકી સેજ છોડકે દૌડે જવાહરલાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ રઘુપતિ રાઘવ રાજારામ…… મનમેં થી અહિંસા કી લગન તનપે લંગોટી લાખો મેં ઘૂમતા થા લીયે સત્ય કી સોટી વૈસે તો દેખને મૈં થી હસ્તિ તેરી છોટી લેકિન તુઝપે ઝુકતીથી હિમાલયકી ભી ચોટી દુનિયામે તૂ બેજોડ થા ઈન્સાન બે મિશાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ રઘુપતિ રાઘવ રાજારામ…..
ધન્ય ધન્ય હો ગાંધી બાપુ (૨૧૨ ) ધન્ય ધન્ય હો ગાંધી બાપુ ધન્ય તેરી કુરબાનિ ભૂલ નહીં સકતી હૈ દુનિયા તેરી અમર કહાની હમ સબ તેરે કાતિલ હૈં હમ ખૂની તેરે બાપુ દાગ કભી યે ધો ન સકેગા સારી કોમકે આંસુ પાપ કભી યે ધો ન સકેગા ગંગાકા ભી પાની ધન્ય ધન્ય હો ગાંધી બાપુ….. યે તેરા હીખૂન નહિ હૈ ખૂન હે માનવતા કા ખૂન અમન કા આઝાદીકા દુખિયારી જનતાના સબકી આંખમે આંસુ હૈં સબકે મુખપર વૈરાની ધન્ય ધન્ય હો ગાંધી બાપુ……… તું અંધિયારે ભારત મે ઉજિયાલા લેકર આયા ઘર ઘર જાકે તૂને આઝાદી કા દિયા ઝલાયા તૂજસે હી હમને અપની યે કિંમત હૈ પહચાની ધન્ય ધન્ય હો ગાંધી બાપુ……. તૂને સીના તાનકે શાહી તાકતકો લલકારા છોડો ભારત છોડો ભારત ગૂંજ રહાથા નારા જેલોમે બન ગઈ બૂઢાપા તેરી વીર જવાની ધન્ય ધન્ય હો ગાંધી બાપુ…… તેરી કિંમત પૂછે કોઈ આજ વો નોઆખલી સે કૈસા ફૂલ હૈ તૂટા અપની ગુલશન કી ડાલી સે તૂને સબકા સુખદુઃખ બાટા સબકી પીડા જાની ધન્ય ધન્ય હો ગાંધી બાપુ……. જલતી આગમૈ કૂદકે તુને ફુટકી આગ બુઝાઈ અપની જાન ગવાકે લાખો કી હૈ જાન બચાવી આખર સચકી જીતહુઈ ઔર હાર જૂઠને માની ધન્ય ધન્ય હો ગાંધી બાપુ….. અમર રહેગા અમર રહેગા મૌતસે જો લડતાહૈ આઝાદી કે નામ પે મરનેવાલા કબ મરતાં હૈ જબ તક દુનિયા હૈ ગુંજેગી તેરી અમૃત બાની ધન્ય ધન્ય હો ગાંધી બાપુ…… ્
ગાઓ મનભર મોહન ગીત (૨૧૩)) ગાઓ મનભર મોહન ગીત…..ટેક ભારતમાના પુનિત ઉછંગે દેવદીધી ચિનગારી સંગે જનમ ધરીને જીવનજંગે ખેલ્યા મોહન અદ્ભુત રીત ગાઓ મનભર મોહન ગીત….. જીવનનાં મંગળ આરંભે યૌવનના ઊછળતાં રંગે વૃધ્ધ વયે ભરપૂર ઊમંગે પીરસ્યું જીવનનું નવનીત..…..ગાઓ મનભર એક સમે એ મોહન નાના ચોર બન્યા ને બહુ શરમાણા તાત કને જઈ ચતુર સુજાણા ભૂલ કબૂલી એ મહાવીર…..ગાઓ મનભર અન્ય સમે અજ્ઞાન પઠાણે શીરપર ઘા લીધો એ ટાણે માન્યો નાના ભાઈ પ્રમાણે જાગી એને અંતર પ્રીત……….ગાઓ મનભર સ્વરાજના વાહણાઓ વાયાં ને વાદળ ઘનઘોર છવાયાં કોમ કોમનાં હ્રદય ઘવાયાં ત્યાં રેલી સંજીવન પ્રીત………ગાઓ મનભર રામ વસ્યા તા હ્રદય ભવનમાં પ્રેમ છલોછલ એ અંતરમાં ભેદ કદી ના જનમ્યો મનમાં માનવતાનું મંગળ ગીત……ગાઓ મનભર અંત ઘડી અણધારી આવી હત્યારાએ ગોળી ચલાવી રામ રામ પ્રેમે ઉચ્ચારી મૃત્યુ જીત્યા એ જીવનવીર……ગાઓ મનભર રામ રુષિ મુનીઓના ત્રાતા કૃષ્ણ તણી મહાભારત ગાથા સત્ય અંહિસા મંત્ર વિધાતા મોહન દીન દુઃખી જન મીત….ગાઓ મનભર રેંટિયા મા રામ નિહાળ્યા સર્વોદય નાં મંત્ર ઉચ્ચાર્યા ભેટ ધરી એ માનવરાયા જીવન પથ અજવાળે નીત…..ગાઓ મનભર યુગ યુગના મંથન માનવનાં પ્રગટાવે આ જગ મંદિરમાં વિરલા મોહન શા મનુ કુળમાં ઇષ્વરનુ શિવ સુંદર ગીત……ગાઓ મનભર સત્ય વિના જગ સૂનું બાબા પ્રેમ વિના અતિ ઉણુ બાબા સેવા વિહિન અલૂણુ બા બા ગાંધીનું એ ગૌરવ ગીત…….ગાઓ મનભર
કોણ જાણે કેમ ધરતી (૨૧૪) કોણ જાણે કેમ ધરતી જાગીને જાગ્યાં પાણી ને પવન આભ ગોરંભમા ચેતના જાગીને જાગ્યાં મુઝાએલા મન જાગ્યાં વન વગડા ઝાડી જાગી ઉઠી દુબળી માંડી કોણે સૂતેલાં આ સૌને જગાડ્યા ને કોણે કીધો છે પુકાર કોણ ભાંગેલાનો ભેરુ બની ગ્યો? ને કોણ બન્યો તારનાર? કોને હૈયે રામજી જાગ્યો? કોણે ભાગ સૌમાં માંગ્યો? કોણે કીધું ભાઇ સાંભળોવ્હાલાં, ધરતી દેછે સાદ? કોણે કીધું તારું હૈયું ખોલીને,દૈને થા તું આબાદ? નાના મોટા ભેદને ટાળ્યા પાણા જેવા મન પલાળ્યા કોને સાદે રાય રંક રીઝાણા ને કોણે કીધો શુભ મંત્ર? કોણે કીધું ભાઇ એવું બનાવો રુડું રુપાળુ તંત્ર હૈયે ચાંપી કોણે હેત દીધાં? કોણે દુઃખડા હળવાં કીધાં? કોણે ગરીબને ઝુપડે જઇને ઉપાડી લીધાં બાળ જેમાં ક્યાંય દુઃખ જડેના જેમાં કોઇ નૈન રડેના વ્હાલો મારો કોણ છે એવો જાણે ગાંધી બાપુ જેવો? પોતડી પહેરીને એતો ચાલ્યો જાય અનંતની વાટ થાકે નહીં મારો વ્હાલીડો એને નથી જરીકેય ઠાઠ કોની વાણી ચેતનદાતા? કોને દેખ્યે વધતી શાતા? હાથ લંબાવીને હેતથી કહેછે,લાવો આપો મારો ભાગ માનવતાનાં મૂળને ગોતું, ગોતું છું એનો તાગ આપો આપો ધરતી આપો હૈયે ભૂખ્યાં ભાઇને થાપો માનવતાએ પ્રેમનું કીધું કે હાલ લઈને અવતાર બેય ભેળાં થઇ માનવકુળનાં બની ગયાં તારનાર વિનોબાજી સંતને નામે ફરે આજ ગામડે ગામે
સત યુગનો સંત દ્વાર (૨૧૫) સત યુગનો સંત દ્વાર આવિયો રે તને કરતો આહવાન (૨) હૈયાના દ્વાર આજ ખોલજો કરો પ્રેમ તણું દાન (૨) ભૂમિદાન મંત્ર સંત લાવીયો…….! ધ્રુવ પાણી પ્રકાશ ને હવા વહે રે, બધી પ્રભુની છે દેણ (૨) ભૂમિ એ ભેટ ભગવાનની વદે સંત મધુર વેણ (૨) ભૂમિ દાન મંત્ર સંત લાલિયો……સત યુગનો રાજસૂય યજ્ઞ કંઈક સાભળ્યા રે બહુ પોથી પુરાણ (૨) સંતે પ્રજાસૂય માડિયો, પ્રજા દેતી બલિદાન (૨) ભૂમિ દાન મંત્ર સંત લાવીયો……..સત યુગનો ક્રાંતિની કથા કંઇક કારમી રે લાલ લોહી લુહાણ (૨) પ્રેમ થકી ક્રાંતિ આજ દીઠડી, થાય સર્વે સમાન,(૨) ભૂમિ દાન મંત્ર સંત લાવીયો……..સત યુગનો ,
તારા ગામને કુટુંબ કરી (૨૧૬) તારા ગામને કુટુંબ કરી માનજે હો બંધુ તારા ગામને કુટુંબ કરી માનજે તારા દેશને કુટુંબ કરી માનજે હો બંધુ તારા દિલડાના દેવને જગાડજે. ઘટ ઘટમાં બેઠાં એવા પ્રિતમ પ્રભુજીને અંતરના નેણથી નિહાળજે, દુઃખમાં ડૂબેલામા નીચે પડેલામા, એરે શામળિયાને ભાળજે……. હો બંધુ તારા આરે કુટુંબમાં કોઈ ભૂખ્યું સૂએ છે ને દુઃખે જાગે છે સારી રાત જે, એરે જોવાનો તારો ધર્મ ભૂલે ના બાપુ, એને ઉજાગરે તૂં જાગજે………હો બંધુ તારા તનડાને ઢાંકવાને કપડું મળે નહીં, છાજેય નહિ જેને છાપરે, મુખડા માં મૂકવાને ટૂકડો મળે નહીં, એવાં ભાડું ને હૈયે તારે રાખજે…હો બંધુ તારા સુખડુ વહેચ્યેથી વધે,દુખડુ વહેચ્યેથી ઘટે, દુખડા વહેંચીને જીવન માણજે ધામ ધરા ને ધન મળ્યું જીવનમાં તુંને સહુમાં વહેંચીને જીવી જાણજે…હો બંધુ તારા
રામ તણાં ખૂલ્લાં ખેતર(૨૧૭)) રામ તણાં ખૂલ્લાં ખેતરને રામ તણાં રખવાળા રે, બાબાજી નો બોલ પડે ત્યાં અજવાળાં અજવાળાં રે! રામ તણાં….. જમીનને જકડી બેઠેલાં, મડાગાંઠ જે મારી સો સો માથાં સોંઘા કરતાં,ઓળ ઘોળ ઓવારી હેત ભરેલાં હાથે બાવે તોડી નાખ્યાં તાળાં રે….. રામ તણાં૦ ઇશ્વર ઉતાવળો થાતો ને,તાતો કાળ તકાદો જીવ બને કાં જડસુ જ્યારે ચેતન કરે ચૂકાદો કાળમીંઢ થઈ ને કાઢો મા દિલ કેરાં દેવાળાં રે!....રામ તણાં ૦ ભૂમિ સંપદ વહેંચીભોગવો,સુખદુઃખ સહિયારા ભૂલ્યાંભૂંડાઅસલ આપણે માધવનાં મહિયારા ગોકુળ જેવા ધમકે પાછાં ગામ ગામ હરિયાળા રે…. રામ તણાં કુરબાનીનો રંગ કસુંબલ,ધરે ધરાની ધૂળ નેકી કરડે ડાલ નદીમે,હોજા હળવો ફૂલ, પાગલ બાબા ને આ પગલે, મતવાલા મરમાળા રે…. રામ તણાં ને
એનું જીવન કાર્ય અખંડ(૨૧૮)) એનું જીવન કાર્ય અખંડ તપો, અમ વચ્ચે બાપુ અમર રહો, એના જીવન મંત્ર તણો ચરખો, અમ ભારત માં ફરતો જ રહો. અમ જીવનમાં અમ અંતરમાં એની ઉજ્વલ જ્યોત જ્વલંત રહો અમ દેશના દૈન્યને દુર્બળતા, એની પાવક આતમ જ્વાળ રહો…એનુ જીવન એના સત્યનો સૂર્ય સદાયે તપો અમ પાપ નિરાશાના મેલ દહો એના પ્રેમ અહિંસાના પૂર પ્રભુ અમ ભારતના સહું ક્લેશ વહો…. એનું જીવન એણે જીવતાં રામ સદાય રટ્યા એતો રામ બનીને વિદાય થયા લઘુ માનવમાં મહિમા ભરવા નિજ લોહી અશેષ વહાવી ગયા…એનું જીવન ,
બાળગીત ૧. મારે જાવું છે શિશુવિહાર, રમવાને આવે બહાર ડાહી નો ઘોડો એન ઘેન,ઘરે પડતું નથી ચેન જાવા દેને મોટી બેન,...... મારે જાવું છે ૦ નહીં બેસું અદપ બીડી,દોટ દઇ ચડું સીડી કરું લાઠી લેઝીમ જોડી…. મારે જાવું છે ૦ લેવા લપસણાની લ્હાણ,મન પર આવે ઘોડા તાણ, રમીશું ચલક ચલાણ…મારે જાવું છે ૦ એનાં નાનાં મોટાં ઝુલે, મારું હૈયું જોને ફુલે, ભમરાનું મન ગુલે….. મારે જાવું છે ૦ નહીં નાનાં મોટાં કોઈ,એની ઘણી રીતો જોઈ રમવાની સારી સોઈ….. મારે જાવું છે ૦
વંદે વંદે મા ભારતી ૨ વંદે વંદે મા ભારતી હમારી રે પુણ્ય ભૂમિ મા ભારતી હમારી રે હિમગીરી શીખર જોગી જાગતાં જડે પંચ આભ વારી સિન્ધુ સાગરે મળે બ્રહ્માપુત્રા ગંગા એક ધારી રે….. વંદે વંદે મા ૦ વનવનેને કુંજ કુંજ કોકીલા વસે મયુર મયુર ઠેરઠેર ઝળકતા દિસે સિંહ સિંહણના જૂથ રહે જારી રે.. વંદે વંદે ૦ મૃત્યુને હરાવનાર બ્રહ્મચર્ય જ્યાં ગૃહસ્થ દેવને વસાવનાર જ્યાં શોભે શોભે યુગલ નર નારી રે…વંદે વંદે મા ૦ વંદે વંદે મા ભારતી હમારી રે પુણ્ય ભૂમિ મા ભારતી હમારી રે
મારા ઘરમાં ચકીબાઈ ૩ મારા ઘરમાં ચકીબાઈ આવી ગયા અને નાની ચરક એક મેલી ગયા ફદુક ફદુક કૂદતાં આવ્યાં નાની ડોક ડોલાવતા આવ્યાં ચકક ચકક કૂદતાં આવ્યાં ફરર કરી ઉડી ગયા અને નાની ચરક એક મેલી ગયા…મારા ઘરમાં મારા ઘરમાં કુરકુર ભાઇ આવી ગયાં અને કાદવના પગલાં મેલી ગયાં બબ્બે પગથિયાં ઠેકતા આવ્યા ડિલના વાળ ખંખેરતા આવ્યા ડાઉફ ડાઉફ ભસતાં આવ્યાં ઝુલાવી જીભને ચાલી ગયા એનાં કાદવના પગલાં મેલી ગયાં.. મારા ઘરમાં મારા ઘરમાં મંગીમામી આવી ગયા અને મીઠાઇનો પડિયો મેલી ગયા લીલી સાડીએ લ્હેરતા આવ્યા ભાણો ભાણો બોલતા આવ્યા સોડમાં કંઇક સંતાડતા આવ્યા ઠુમકી ભરીને એતો ચાલી ગયા અને મિઠાઈનો પડિયો મેલી ગયા…મારા ઘરમાં
ભલે નાના નાના બાળ ૪ ભલે નાના નાના બાળ અમે આજે રે કાલ અમે મોટા થાશું ને જગ દોરશુ ખડતલ શરીર મન મોટું બનાવશું હૈયામાં હીત બધી દુનિયાનું ધારશુ સાચાં માનવ બની વિશ્વ ચરણે ધર્યું અમે મોટા થાશું ને જગ દોરશુ.. ભલે ઊંચનીચ ભેદો આ દુનિયાનાં ટાળવા નાતો જાતોને ધર્મ વાડાઓ તોડવા બધી શક્તિ અમારી વિશ્વ ચરણે ધરશુ અમે મોટા થાશું ને જગ દોરશુ…ભલે જગના અંધારાં ને દૂર દૂર હાંકવા સાચાં તે જ્ઞાનનો દિવો પ્રગટાવવા અમે જાતે સળગી ઘેર ઘેર ઘુમશુ અમે મોટા થાશું ને જગ દોરશુ…ભલે પૈસાનાં જોરે આજ માનવી મપાય છે કોઈ કરે કામ કોઈ બેસીને ખાય છે કરી સર્વોદય સાચો સમાજ રચશુ અમે મોટા થાશું ને જગ દોરશુ…ભલે
ગોળુડો ઘાટ ૫ સુરજને ચાંદાનો, ડુંગળીના કાંદાનો શેઠીયાના ફાન્દાનો ,ગોળુડો ઘાટ માણસનાં માથાંનો, ઘંટીના હાથાનો, બ્રાહ્મણના ભાથાનો,ગોળુડો ઘાટ પુરી બટેટાનો,દૂધી ટમેટાનો, મોરબિયા ફેટાનો,ગોળુડો ઘાટ કૂવાનાં ખીલાનો, બીલીનાં બીલાનો સાધુના ટીલાનો,ગોળુડો ઘાટ ઘુમ્મટથી દેરાનો,માળા મંજીરાનો તબલાં તંબુરાનો,ગોળુડો ઘાટ ટેબલ ને ખડિયા નો પત્રાળા પડિયાનો દુબળા ના હડિયાનો,ગોળુડો ઘાટ ગોળી ને ગોળા નો, ચોળીને ચોળાનો આંખો નાં ડોળાનો,ગોળુડો ઘાટ બોરો ના ઠળિયા નો, ઢોલકના તળિયા નો ઘાંચી ના ફળિયા નો,ગોળુડો ઘાટ ગાડી નાં પૈડાં નો ઘરમાં ચાદરણાનો ખિસ્સે ચકરડા નો,ગોળુડો ઘાટ પેન્સિલ ને પેનોનો,ફણિધરની ફેણોનો જુઠ્ઠા ના વેણો નો ગોળુડો ઘાટ
હું રે બનું બેન ૬ હું રે બનુ બેન સુરજનો ઘોડલો ચાંદાની હરણી તું થા રે બેન હું તારો ભાઈ ને તું મારી બેન હું રે બનું બેન વાડીનો મોરલો આંબા ની કોયલ તું થા રે બેન હું તારો ભાઈ ને તું મારી બેન હું રે બનું બેન રુડો ડોલરીઓ મીઠી ચમેલી તું થા રે બેન હું તારો ભાઈ ને તું મારી બેન હું રે બનું ભાઈ બાની ઈંઢોણી બા નું સીચણીયુ તું થા રે ભાઈ હું તારી બેન ને તું મારો ભાઈ હું રે બનું ભાઈ બાપુ ની લાકડી બાપુ નો ડગલો તું થા રે ભાઈ હું તારી બેન ને તું મારો ભાઈ
આપો આપો ૭ આપો આપો બે સુંદર પાંખ મને મારે પંખી ભમે તેમ ભમવું છે વન વાડી બગીચે રમવું છે ઼…આપો આપો મારે ઊંચેરા આભમાં ઉડવું છે પેલા તારા રમે તેમ રમવું છે .. આપો આપો પેલા ઝાડોની કુંજમાં છૂપવુ છે મારે પંખીનું ગીતડુ ગાવું છે.. આપો આપો હાથ ચાંદા સૂરજને ધરવા છે મારે દીવા ગગનનાં ગણવા છે..આપો આપો
શેરીમાં રમતાં રે બાળ ૮ શેરીમાં રમતાં રે બાળ છૂક છૂક ગાડી (૨) નાનાં નાનાં ભૂલકાંની છૂક છૂક ગાડી (૨) અમીબેન એન્જિન બને,ગમીબેન ગાર્ડ લાંબી લાંબી લંગર ચાલે, ગાડી લાંબી થાય ધક્કા મૂક્કી કરતી ચાલે છૂક છૂક ગાડી…… કમલભાઈએ કોલસા પૂર્યા, પપ્પુ નાંખે પાણી ખટખટ કરતું એન્જિન ચાલે, ડબ્બા લેતું તાણી સીતાબેને સીટી મારી, છૂક છૂક ગાડી…… લીલી ઝંડી દેખાડો તો, ગાડી ઉપડી જાય લાલ ઝંડી દેખાડો તો ગાડી થંભી જાય સચીબેને સિગ્નલ આપ્યું, છૂક છૂક ગાડી….. અવનીબેનના ઘર પાસે,સ્ટેશન આવી જાય એન્જિન આવી ઊભું રહે તો ડબ્બા છૂટ્ટા થાય નાચે કૂદે ખેલે બાળ, છૂક છૂક ગાડી….. શેરીમાં રમતાં રે બાળ છૂક છૂક ગાડી છૂક છૂક ગાડી, નાનાં નાનાં ભૂલકાંની છૂક છૂક ગાડી છૂક છૂક ગાડી
બટુક બેન ૯ નાની મારી બટુક બેન ટમટમ ટમકે એનાં નેણ જાતી બાલ વાડી એ (૨) એનાં કાળાં ભમ્મર કેશ વળી વરણાગિયો વેશ આન્જી આખડીઓમા મેશ જાતી બાલ વાડી એ…….(૨) હૈયે ભરી ભરીને હામ ચાલે ઠૂમક ઠૂમક ચાલ રમતી બાલ વાડી એ હો જાતી બાલ મંદિરે……(૨)
બા મને ચપટી વગાડતાં ૧0 બા મને ચપટી વગાડતાં આવડી ગઈ બા મને મુન્ની રમાડતાં આવડી ગઈ મારી ચપટી વાગે છે પટ પટ પટ જાણે ફૂટે બંધુકડી ફટ ફટ ફટ પેલી બિલાડી ભાગે ઝટ ઝટ ઝટ બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ બા મને મુન્ની રમાડતાં આવડી ગઈ તુ કપડાં ધુએ છે ધબ ધબ ધબ હું પાણીમાં નહીં કરું છબ છબ છબ મારી ચપટી ભીંજાય જાય ડબ ડબ ડબ બા મને ચપટી વગાડતાં આવડી ગઈ બા મને મુન્ની રમાડતાં આવડી ગઈ
વાનર ભાઈ મંકોડી ૧૧ અમે વાનર ભાઈ મંકોડી, જાતાં છત્રી ઓઢી કદીક ડાળે કદીક માળે, કરતાં દોડા દોડી.. અમે સૌ પ્રાણીમાં અમે તો ભૈયા, છૈયે બહું નખરાળા ખીખીખીખી હસતાં ને વળી કરતાં કોઈના ચાળા પૂછડે પૂંછડું જોડી કરતાં ઘોડાં ઘોડી કદીક ડાળૈ કદીક માળે કરતાં દોડા દોડી અમે ૦ ઉંધે માથે ગુલાંટ ખાતાં, કરતાં હૂપાહૂપ તોફાની ભાઇ ટોળી અમારી કોઈ ન રહેતું ચૂપ કોઈનાં શીકા તોડી કોઈની મટકી ફોડી કદીક ડાળે કદીક માળે કરતાં દોડા દોડી અમે વાનર ભાઈ મંકોડી જાતાં છત્રી ઓઢી કદીક ડાળે કદીક માળે કરતાં દોડા દોડી
પંખીને કેવી મજા ૧૨ કેવી મજા કેવી મજા પેલા પંખીને કેવી મજા એને રોજ રોજ રજા રજા રજા મન ફાવે ત્યાં ઉડવાનું,ઝાડે ઝાડે ઘૂમવાનુ મનગમતાં ગીત ગાવાની, કેવી મજા …….. પેલા પોપટ પંખીને કેવી મજા પણ પાંજરે પુરાય તો પગ એનાં બંધાઇ જાય પાંખ એની ખોટી થાય ચેતન સાવ સુકાઈ જાય પણ છોડી મૂકે તો કેવી મજા પેલા પંખીને કેવી મજા કેવી મજા ભાઇ કેવી મજા
એ….જાય એ…..જાય ૧૩ એ જાય એ જાય જાય રે લાકડી ના ટેકે માજી જાય રે સામે મળ્યા રુચિરભાઇ રુચિરભાઈ કહે અભભભ પોટલી, આવડી મોટી શાની રે સામે મળ્યા રીતુબેન, રીતુબેન કહે હું કહું કે હું કહું,ફુલ પાંદડાં ભર્યા બહુ….. સામે મળ્યા મનનભાઇ, મનનભાઇ કહે ના ના ના ના હું કહું, કેળાં જમરૂખ ભર્યા બહુ સામે મળ્યા ગબુબેન ગબુબેન કહે ખોટું ખોટું સાવ ખોટું, એમાં છે તરબૂચ મોટું સામે મળ્યા નીકુભાઇ,નીકુભાઇ કહે ખોટી ખોટી વાત ખોટી, એમાં છે લાડવાની પોટલી જુઓ માજી બેઠા છે, છાનામાના બેઠા છે પલાંઠી વાળીને બેઠાં છે,માળા લઈને બેઠા છે રામનું નામ લે છે, સીતારામ બોલે છે ઘુમટો તાણીને બેઠા છે, આમ તેમ જુવે છે માજીએ પોટલી ઉઘાડી ધીરે ધીરે ઉઘાડી વોય વોય નીકળી બિલાડી 🐈 🐈 🐈…. એ જાય એ જાય જાય રે
પંખી નાનું થાવું ગમે ૧૪ પંખી નાનું થાવું ગમે, ઊંચે ઊંચે ઊડવું ગમે ઘરમાં નાં પુરાવુ ગમે………. ઝરમર મેહુલો થાવું ગમે, વાદળમાં તો દોડવું ગમે, મને ગડબડ ગડબડ ગાજવુ ગમે….. ખેતરમાં તો પડવું ગમે ખોરડા ઉપર પડવું ગમે મને ટપટપ પડવું ગમે પંખી નાનું થાવું ગમે……
હું તો દોડું ત્યાં ધરતી ૧૫ હું તો દોડું ત્યાં ધરતી ધમધમતી મારાં પગ કેરી ઝાંઝર રુમઝુમતી…. પેલાં ઉંડે પતંગિયા રંગરંગી ક્યારે દોડીને થાઉ એની સંગી જરી દોડું ત્યાં ધરતી ધમધમતી…. પેલાં આભલે વાદળી વરસી જતી એની પાછળ પડું તેમ સરકી જતી બૂમ પાડું ત્યાં ધરતી ધમધમતી….. મારે આંગણે મોરલે કળા કરી મને જોવાની કેવી મજા પડી જરી નાચું ત્યાં ધરતી ધમધમતી…. ઊગ્યો ચાંદો ને રાત થઈ અજવાળી અમે ભાઇ બહેન રમતાં સાત તાળી વીરો કૂદે ત્યાં ધરતી ધમધમતી…. હું તો દોડું ત્યાં ધરતી ધમધમતી
રમકડાં લ્યો રમકડાં ૧૬. રમકડાં લ્યો રમકડાં, જાત જાતના લ્યો રમકડાં નાની ને મોટી ઢીંગલી લેજો બેનીને રમવા ઘુઘરો લેજો ભાઇને વગાડવા વાજાં રે…….઼…. નાનાં નેં મોટાં ચાવીથી ચાલતાં પાણીમાં તરતાં રમકડાં….. જાતજાતના પાટા ઉપર સીધી આગગાડી દોડે એન્જિનમા નીકળે ધુમાડા……. જાતજાતના લ્યો રમકડાં
ઘોડા ગાડી મા બેસો ૧૭. ઘોડા ગાડી ઘોડા ગાડી ઘોડા ગાડી મા બેસો મારા માડી માં માં તુજને દૂર દેશ લઈ જાઉં સિન્ધુ ગંગા યમુના નદીના,નીર તુજે બતલાઉ લાવું બંગ દેશની સાડી……ઘોડા ગાડી મા ૦ માં માં તુજને ચંદ્રલોક લઈ જાઉં રવિ,સોમ, મંગળ,બુધ, ગુરુ ને શુક્ર શનિ બતલાઉ એ સાત ગ્રહોની જોડી…. ઘોડા ગાડી મા ૦ બાજુ બાજુ રુચિરભાઇ બાજુ બાજુ બાજુ નિસર્ગભાઇ બાજુ માં માં તુજને પરિલોક લઇ જાઉં રંગબેરંગી પાંખો વાળી, એક પરિ લઈ આવું તેને બનાવું મારી નાની લાડી….. ઘોડા ગાડી
શિંગોડા શિંગોડા અમને આપો ૧૮. શિંગોડા શિંગોડા અમને આપો થોડાં એક પછી એક આવો નહિતર પડી જાશો મોડા, મોડા મોડા મોડા… એક શિંગોડુ એવુ મારુ આખો દિવસ રડતું, બા બા બાપુ કરતુ મમ્મી મમ્મી પપ્પા કરતુ બોલોજી તમને ગમતુ?ના ના ના ના… શિંગોડા એક શિંગોડુ એવુ મારુ આખો દિવસ બાજતુ, બટકાં ભરતું, ચુટલા ભરતું,સૌની સાથે બાજતુ બોલોજી તમને ગમતુ?ના ના ના ના…શિંગોડા એક શિંગોડુ એવુ મારુ આખો દિવસ હસતું ભલેને સુખ હોય, ભલેને દુઃખ હોય ભલેને ખાધું હોય, ભલેને ભૂખ્યું હોય તોયે રહેતુ હસતુ બોલોજી તમને ગમતું હા હા હા હા…શિંગોડા
. ખાતી નથી પીતી નથી ૧૯. ખાતી નથી પીતી નથી ઢીંગલી મારી બોલતી નથી બોલ બા બોલ એને કેમ બોલાવું (૨) ડોલમાં બેસાડી એને નવડાવુ ચંપાના ફૂલની વેણી ગુથાવુ તો પણ તે બોલતી નથી…. ખાતી નથી પહેરાવું ઝાઝરી ને રેશમી ઝભલું સોનાના પાટલે જમવા બેસાડુ તો પણ તે ખાતી નથી….પીતી નથી પંખી બતાવું ડાળીએ ઝુલતાં મેના પોપટ ને મોરલા ટહુકતા તો પણ તે નાચતી નથી…ખાતી નથી ખાતી નથી પીતી નથી ઢીંગલી મારી બોલતી નથી બોલ બા બોલ એને કેમ બોલાવું
ચાલોને રમીએ હોડી હોડી (૨૦) ચાલોને (૩) રમીએ હોડી હોડી વરસ્યો વરસાદ ખૂબ, આજે મુશળધાર ઝરણાં નાનાં જાય દોડી દોડી…ચાલોને ૦ બાપુનાં છાપાં નક્કામા થોથાં કાપી કૂપી ને કરીએ હોડી….. ચાલોને ૦ સાદી ને શઢવાળી નાની ને મોટી મૂકીએ પવનમાં છોડી છોડી….. ચાલોને ૦ ખાલી ભરેલી ઊંધી વળે તો પાંદડાં ને ફૂલ ભરું તોડી તોડી…ચાલોને ૦ જાશે દરિયા પાર પરિઓના દેશમાં સૌથી પહેલી દોસ્ત મારી હોડી……ચાલોને ૦ ચાલો ને ચાલોને ચાલોને રમીએ હોડી હોડી હોડી હોડી હોડી હોડી
પાટા ઉપર ગાડી (૨૧) પાટા ઉપર ગાડી, દોડે દોટો કાઢી વાંકી ચૂકી ઉભી આડી,છૂક છૂક છૂક છૂક છૂક જંગલ આવે ઝાડીઆવે,નદી ઝરણાંના નીર કૂદાવે કાળી ચીસો પાડી, મોટાં ડુંગર ફાડી વાંકી ચૂકી ઉભી આડી, છૂક છૂક છૂક છૂક છૂક મુંબઈ આવે વડોદરુ,સુરત આવે ગોબરુ મંમ્માજી મુંબઈથી આવે, પપ્પાજીની ટપાલ લાવે, છૂક છૂક છૂક છૂક છૂક પાટા ઉપર ગાડી દોડે દોટો કાઢી વાંકી ચૂકી ઉભી આડી……..
ઘ ર ર ર ઘંટી (૨૨) ઘરરર ઘંટી, બાજરો ને બંટી હલકી થાય,ભારે થાય,ચપ ચપ દાણાં લેતી જાય ઘંટીના બે પાણા,એની વચમાં દાણાં, દાણાં ઓરે ગાળામાં,લોટ પડે ભાઈ થાળામા ભરરર(૨) ભૂકો થાય,ઝીણો(૨)લોટ દળાય લોટનાં તો રોટલા થાય રુચિરભાઇ તો રોટલા ખાય નિસર્ગભાઇ તો રોટલા ખાય રોટલા ખાઇને મજબૂત થાય ઘરરર ઘંટી, બાજરો ને બંટી…….
ટપટપ ટપટપ દાબડા (૨૩) ટપટપ ટપટપ દાબડા વાગે (બોલે) છૂન છૂન છૂન છૂન ઘુઘરા કિચૂડ કિચૂડ ગાડી બોલે, પૈડાં ડામાડોળ મારી ઘોડાગાડી જાય દોડમ દોડ…..઼. એ હાલો મોટાભાઇ કે હાલો મોટીબેન ઓ લારીવાળા ભાઇ, થાવું મારે સ્ટેશન ભેગું મારે મોડું થાય, મારી ઘોડાગાડી જાય દોડાદોડ એ હાલો બોરતળાવે, કે હાલો દરિયા કાંઠે, કે હાલો એરોડ્રોમ,બે આના ને ચાર આનામાં ટમટમ ચાલી જાય, મારી ઘોડાગાડી જાય દોડમદોડ….઼…
ઘુઘરો ઘુમે છે,બેનીબાના હાથમાં(૨૪) ઘુઘરો ઘુમે છે બેનોબાના હાથમા રાત દિ રમે છે રંગીલી ના સાથમાં જાણે રમે વાડીમાં મોર, બેનીબાના ચિતડાનો ચોર….. ઘુઘરો ઘુમે છે બેનીબાના હાથમાં ઘુઘરો રમે છે બેનીબાના હોઠડે મીઠો મીઠો મોંમાં સંતાય જાણે હંસ સરોવરમાં ન્હાય ઘુઘરાને વ્હાલી છે બેનનીબાની આંગળી જેવાં બા શું બાપુનાં વ્હાલ જેવાં ભાઇ -ભાભી હેતાળ મેઘાણી
એક્લો જાને રે તારી જો હાક સુણી કોઇ ના આવે તો એકલો જાને રે જો સૌનાં મોં સિવાય ઓરે ઓરે ઓ અભાગી સૌના મોં સિવાય જ્યારે સૌએ બેસે મોફેરવી, સૌએ ડરી જાય ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી તારા મનનું ગાણું એકલો ગાને રે… જો સૌએ પાછાં જાય ઓરે ઓ રે ઓ અભાગી સૌએ પાછાં જાય જ્યારે રણવગડે નીસરવા ટાણે,સૌ ખૂણે સંતાય ત્યારે કાટા-રાને તો તારે લોહી નિગળતે ચરણે,ભાઈ એકલો ધાને રે જ્યારે દિવો ન ધરે કોઇ ઓરે ઓ રે ઓ અભાગી દિવો ન ધરે કોઇ જ્યારે ઘનઘોરી તૂફાની રાતે બારવાસે તને જોઈ ત્યારે આભની વીજે તું સળગી જઇ સૌનો દિવો એકલો થાને રે તારી જો હાક સુણી કોઇ ના આવે તો એકલો જાને રે રવિન્દ્રનાથ ટાગોર અનુવાદક મહાદેવ દેસાઈ
મોર પીછની રજાઇ ઓઢી મોર પીછની રજાઇ ઓઢી તમે સુવોને શ્યામ અમને થાય પછી આરામ (૨) મુરલીના સૂરના ઓશીકા રાખો અડખે પડખે તમે નીંદમાં કેવાં લાગો જોવાને જીવ વલખે રાત પછી તો રાતરાણી થઇ મ્હેકી ઊઠે આમ અમને થાય પછી આરામ અમે તમારા સપનામાં તો નક્કી જ આવી ચડશુ આંખ ખોલીને જોશો ત્યારે અમે જ નજરે પડશુ નીદ્રા-તંદ્રા જાગૃતિમાં ઝળહળ ભર્યો દમામ અમને થાય પછી આરામ સુરેશ દલાલ
અમે તો એટલું જ્યાંણુ જુવણજી અમે તો એટલું જ્યાંણુ જુવણજી અમે તો એટલું જ્યાંણુ આરે મારગડે, આવી મળ્યું તે મોજીલી ચાલે, માણ્યું જીવણજી અમે તો એટલું જ્યાંણુ મોટા મોટા મનસુબા ઘડ્યાં એના પાયામાં રહી પોલાણુ અમેતો ડગલું માંડ્યું ત્યાં પ્રગટી સાવ સોનાની ખાણ્યુ,જીવણજી અમે તો એટલું જ્યાંણુ આરે હાટડીએ હીરા જડ્યા એનાં હિસાબે આવી હાણ્યુ અમે તો એટલે કોઈ ત્રાજવે નહીં તોળ્યું નહીં તાણ્યુ જીવણજી અમે તો એટલું જ્યાંણુ ફેંકી દીધું તે ફાવી ગયા ભાઇ એવું નીરખી પારખી જાણ્યું બાકી તો બચકી બાંધી બેઠાં, એને માથે આવી મોકાણુ,જીવણજી અમે તો એટલું જ્યાંણુ મકરંદ દવે
ગમતું મળે તો અલ્યા ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ને ગમતાંનો કરીએ ગુલાલ આડા દે આક એતો ઓશીયાળી આંગળી પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી સમંદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકડી ખાડા ખાબોચિયા ને બાંધી બેસાય આ તો વરસે ગગન ભરી વ્હાલ ગમતાંનો કરીએ ગુલાલ ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી સરી સરી જાય એને સાચવશે કયાં લગી આવે તે આપ -કરી પળમાં પસંદગી મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ ગમતાંનો કરીએ ગુલાલ…. આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને જાઝેરુ જાળવ્યું તે આંસુડે ધોઈને આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને માધવ વેચંતી વ્રજનારીની સંગ તારાં રણકી ઊઠે કરતાલ ગમતાંનો કરીએ ગુલાલ… મકરંદ દવે
તને લૈ જવા આવ્યાં છે તને લૈ જવા આવ્યાં છે મારાં સૂર ઉઘાડાં રાખ તારાં બારણાં અહીંથી તો ક્યાંક ઘણે દૂર ઉઘાડી નાખ મારાં બારણાં માનતી રખે કે કોઈ નાનકડી તાન છે સાતે સૂરોનુ આતો સામટું તૂફાન છે સામટું તૂફાન પાછુ ગાંડું છે તૂર ઉઘાડાં રાખ તારાં બારણાં એને ન ઘર આતો ભમતો વંટોળિયો આતો ગોવાળિયાનો વંઠેલો પોરિયો લેશે ઉતારી તારાં અધવચ પટકુળ ઉઘાડાં રાખ તારાં બારણાં લાજ અને બાજ તારી છોડાવી જંપશે ભીંત અને બીત બધું તોડાવી જપશે રાધાને પૂછ કેવું કાનાનુ કૂળ ઉઘાડાં રાખ તારાં બારણાં ઝાડ તારું ઝંઝેડી મૂળથી ઉખેડશે ડાળ ડાળ ગણી એતો નખલીથી છેડશે વાંસળીની જેમ તને વાશે વ્યાકૂળ ઉઘાડાં રાખ તારાં બારણાં ઉશનસ્
આભે કાંઈ મેઘલી મળી આભે કાંઈ મેઘલી મળી ધરા સૂનકારમાં ઢળી એવે મારાં નેણમા તારી વાટની ષ્રિતમ જ્યોત પ્રજળી…. તીખાં કાંઇ તમરા બોલે ધ્રૂજે પાન વાયરા ઝોલે આછી આછી આવતી ફોરમ ઝૂલવા મારા ઉર હિંડોળે…આભે કાંઈ તેરા હરિ,અમ જોઉ ચોપાસે જીવું એક આશના શ્વાસે જાગુ મારી રાંકની જ્યોતિ જાળવી તારા પ્રેમ હુલાસે….આભે કાંઈ પ્રભુ કેમ કહેણ કહાવુ વ્હાલાં બે વેણ વહાવુ અરે મારા વેણની મુંગી આરતી એ હરિ આવો વધાવુ…આભે કાંઈ ઝબકી જાય અંધારે દીવો જેમ તુલસી ક્યારે આવો એમ પળમાં ઢળવા થથરે જીવણ જ્યોત આ જ્યારે.. આભે કાંઈ મેઘલી મળી ધરા સૂનકારમાં ઢળી મકરંદ દવે
તેરા મકાન આવા તેરા મકાન આલા,જીત્થે કિત્થે વસી ભી તૂં હલો તો આસમાન વેખૂ, આગા હલી પસૂ આસમાન મિડ્યોહિ તારાં તારન જો ચંડ ભી તૂં….. હલોતો બાજાર વેખૂ આગા હલી પસૂ બાજાર મિડ્યો હી આદમ આદમ જો દમ ભી તૂં……. હલો તો મંદિર વેખૂ આગા હલી પસૂ મંદિર મિડ્યો હી મૂરત મૂરત જો સૂરત ભી તૂં…… હલો તો દરિયા વેખૂ આગા હલી પસૂ દરિયા મિડ્યો હી લહરૂ લહરન જો લાલ ભી તૂં…… હલ્લો તો કિસ્તિ વેખૂ આગા હલી પસૂ કિસ્તિ મેં રહે થો રાહિબ રાહિબ જો સાહિબ ભી તૂં…. સિન્ધી ભજન ગાયક પુરુષોત્તમ જલોટા